________________
૧૦૭
તત્વાર્થાવગમસૂત્ર ભાગ-૨) અધ્યાય-૩] સૂત્ર-૨ રત્નપ્રભાદિ દરેક પૃથ્વીમાં ઉપરમાં અને નીચે એકેક હજાર યોજન છોડીને મધ્યમાં નરકભૂમિઓ છે.
તેથી એ પ્રાપ્ત થાય છે રત્નપ્રભા પૃથ્વીનો કાંડ એક લાખ એંસી હજારનો છે તેમાંથી ઉપરના એક હજાર યોજન અને નીચેના એક હજાર યોજન છોડીને મધ્યના કાંડોમાં રત્નપ્રભા પૃથ્વીમાં ગરકાવાસો છે. એ પ્રમાણે શર્કરા પ્રભાદિ પૃથ્વીના જે કાંડો છે તેમાં સર્વત્ર ઉપરના અને નીચેના એકેક હજાર યોજન છોડીને મધ્યકાંડમાં નરકાવાસો છે.
તે નરકાવાસો કેવા સ્વરૂપવાળા છે ? તે બતાવવા માટે ભાષ્યકારશ્રી કહે છે –
ઉષ્ટ્રિકાદિ ભાંડ વિશેષો છે જે અત્યંત વિકૃત દેખાય છે તેવા સંસ્થાનવાળા નરકાવાસો છે. વળી તે નરકાવાસો વજતલવાળા છે. સીમંતક નામનો મધ્યવર્તી નરકાવાસ છે તેનાથી તે નરકાવાસનો ઉપક્રમ થાય છે તેથી સીમંતક ઉપક્રાંત છે અને પ્રથમ નરકના ત્રીસ લાખ નરકાવાસો છે. તેમાંથી કેટલાક નારકાવાસોનાં નામો ભાષ્યકારશ્રી બતાવે છે, જેના નામશ્રવણથી પણ તે નરકનું ભયાનક સ્વરૂપ ઉપસ્થિત થાય. તેથી સંવેગની પ્રાપ્તિ થાય તે નરકાવાસનાં રૌરવ, અશ્રુત, રૌદ્ર આદિ તેર અશુભ નામો છે.
આ રીતે પ્રથમ આદિ નરકવાસોનાં કેટલાંક નામો બતાવ્યા પછી સાતમી નરકના જે પાંચ નરકાવાસો છે તેના નામનો ઉલ્લેખ કરે છે –
કાલ, મહાકાલ, રૌરવ, મહારૌરવ, અને અપ્રતિષ્ઠાન નામના પાંચ નરકાવાસો સાતમી નારકના છે જે નામ સાંભળવા માત્રથી પણ સંવેગ ઉત્પન્ન થાય છે.
આ રીતે નારકોનાં સ્થાનોનું સ્વરૂપ નામ દ્વારા બતાવ્યું. હવે તે સાત પૃથ્વીઓમાં નરકાવાસના કેટલા પ્રકારો છે ? તે બતાવે છે –
રત્નપ્રભામાં તેર પ્રતરો છે. તેથી એ પ્રાપ્ત થાય કે એક લાખ અડ્યોતેર હજાર યોજનમાં જે નરકાવાસો છે તે ઉપર નીચે એમ ક્રમસર તેર વિભાગમાં વિભક્ત છે, તેમાં ત્રીસ લાખ નરકાવાસો રહેલા છે. વળી રત્નપ્રભા નરક કરતાં બીજી નરકમાં બે ન્યૂન પ્રતર છે તેથી એ પ્રાપ્ત થાય કે શર્કરા પ્રભા નામની નરક એક લાખ બત્રીસ હજાર યોજન પ્રમાણ છે એમાંથી બે હજાર યોજન બાદ કરતાં એક લાખ ત્રીસ હજાર યોજનમાં અગિયાર પ્રતરો છે, જેમાં પચ્ચીસ લાખ નરકાવાસો છે. તે પ્રમાણે વાલુકાપ્રભા નામની ત્રીજી પૃથ્વી એક લાખ અયાવીસ હજાર યોજન પ્રમાણ છે તેમાંથી બે હજાર યોજન બાદ કરીએ તો એક લાખ છવ્વીસ હજાર યોજન પ્રમાણ ત્રીજી નરકમાં નવ પ્રતરો છે તે નવ પ્રતરમાં પંદર લાખ નરકાવાસો છે. આ જ પ્રમાણે ચોથી પંકપ્રભા નામની પૃથ્વી એક લાખ વીસ હજાર યોજન પ્રમાણ છે તેમાંથી બે હજાર યોજન બાદ કરતાં એક લાખ અઢાર હજાર યોજનમાં સાત પ્રતરો છે, તેમાં દશ લાખ નરકાવાસો છે. આ જ પ્રમાણે પાંચમી ધૂમપ્રભા નામની પૃથ્વી એક લાખ અઢાર હજાર યોજન પ્રમાણ છે તેમાંથી બે હજાર યોજન બાદ કરતાં એક લાખ સોળ હજાર યોજનમાં પાંચ પ્રતરો છે, તેમાં ત્રણ લાખ નરકાવાસો છે. તમ:પ્રભા નામની છઠ્ઠી પૃથ્વી એક લાખ સોળ હજાર યોજન છે તેમાંથી બે હજાર યોજન બાદ કરવાથી એક લાખ