________________
૧૦૩
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨) અધ્યાય-૩] સૂત્ર-૧ ખરપૃથ્વી જે ક્રમથી છે તે ક્રમ વડે, લોક અનુભાવથી સંનિવિષ્ટ અસંખ્ય કોટાકોટી યોજના વિસ્તારવાળી રત્નપ્રભાદિ સાત પૃથ્વીઓ છે. સાતનું ગ્રહણ નિયમ અર્થમાં છે=સાતથી અધિક નથી કે ચૂત નથી એ બતાવવા માટે છે.
અને તે નિયમને જ સ્પષ્ટ કરે છે – રત્નપ્રભાદિના એક એકથી રત્નપ્રભાના પંકબલ એકેક કાંડને આશ્રયીને અનિયત સંખ્યા ન થાય એથી, સાત ગ્રહણ છે એમ અવય છે. વળી બીજું શું છે ? એથી કહે છે – નીચે સાત જ છે એ પ્રકારે અવધારણ થાય છે. વળી ઊર્ધ્વ=ઉપર, એક જ છે એ પ્રમાણે કહેવાશે. ભાવાર્થ
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે રત્નપ્રભાદિ સાત પૃથ્વીઓ છે અને તે પૃથ્વી ઘનાબુ, વાત અને આકાશ પ્રતિષ્ઠિત છે. તેનાથી શું ફલિત થયું ? તે ભાષ્યકારશ્રી કહે છે –
રત્નપ્રભાનો ખરપૃથ્વીકાંડ પંકપ્રતિષ્ઠ છે. તેથી એ પ્રાપ્ત થાય કે રત્નપ્રભામૃથ્વી એક રજ્જુ પ્રમાણ છે, તેના અનેક કાંડો છે. તેમાંથી ઘનપૃથ્વી કાંડરૂપ જે રત્નબહુલકાંડ છે તેને આશ્રયીને તે પૃથ્વીનું નામ રત્નપ્રભા પૃથ્વી કહેવાય છે. તેનો ખરપૃથ્વીકાંડ પંકપ્રતિષ્ઠ છે, તે પંક ઘનોદધિવલયપ્રતિષ્ઠ છે અર્થાત્ ઘનસ્વરૂપે રહેલા પાણી ઉપર પ્રતિષ્ઠિત છે. તે ઘનોદધિવલય ઘનવાતના વલય ઉપર પ્રતિષ્ઠ છે અર્થાત્ જેમ ઘન અવસ્થાવાળું પાણી છે તેમ ઘન અવસ્થાવાળા વાયુ ઉપર ઘનપાણી રહેલ છે. ઘનવાતનું વલય તનુવાતના વલય ઉપર પ્રતિષ્ઠ છે અર્થાતુ જેમ મનુષ્યલોકમાં ઘન વગરનો વાયુ વાય છે તેવા તનુવાતના વલય ઉપર ઘનવાતનું વલય પ્રતિષ્ઠ છે. ત્યારપછી મહાતમોભૂત આકાશ છે અર્થાતુ ત્યાં ઘનોદધિ પણ નથી અને તનવાત કે ઘનવાત પણ નથી, પરંતુ અત્યંત અંધકારના પુદ્ગલોવાળું આકાશ છે.
વળી આ ખરપૃથ્વી વગેરે જે તનુવાતના વલય સુધી અત્યાર સુધી બતાવ્યાં તે સર્વ આકાશ ઉપર પ્રતિષ્ઠ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ઘનોદધિ ઉપર ખરપૃથ્વી રહેલી છે તેમ ઘનવાતના વલય ઉપર ઘનોદધિ રહેલ છે, તનવાતના વલય ઉપર ઘનવાત રહેલો છે.
આકાશ ખરપૃથ્વીથી માંડીને તનવાતના વલય સુધી સર્વત્ર રહેલ છે. આકાશનો અન્ય કોઈ આધાર નથી, તે સ્વપ્રતિષ્ઠ છે; કેમ કે આકાશનો ગુણ અવગાહનપ્રદાન છે, તે સર્વ પદાર્થને પોતાનામાં પ્રતિષ્ઠ કરે છે.
તેથી એ પ્રાપ્ત થાય કે નિશ્ચયનયથી દરેક પદાર્થો પોતાનામાં પ્રતિષ્ઠિત છે તેમ ખપૃથ્વી વગેરે પોતાના ભાવમાં પ્રતિષ્ઠ છે તોપણ વ્યવહારનયંથી ખરપૃથ્વીથી માંડીને તનવાત સુધીના વલયો આકાશમાં પ્રતિષ્ઠ છે. જ્યારે આકાશ વ્યવહારનયથી પણ અન્યમાં પ્રતિષ્ઠ નથી, પરંતુ પોતાનામાં પ્રતિષ્ઠ છે.
આ ક્રમથી રત્નપ્રભાદિ સાત પૃથ્વી પ્રતિષ્ઠિત છે અને તે સાતેય પૃથ્વીઓ લોક અનુભાવથી સંનિવિષ્ટ છે અર્થાતુ લોકનો તેવા પ્રકારનો સ્વભાવ છે કે પ્રથમ ખરપૃથ્વીકાંડ હોય, તેના નીચે પંક હોય, તેના નીચે