________________
૧૦૨
તત્ત્વાર્થાવગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૩ + સૂત્ર-૧ ઘનાબુ=ઘનપાણી, વાયુ ઘનવાત-તનવારૂપ બન્ને વાયુ, અને આકાશ ઉપર પ્રતિષ્ઠિત છે. આ સાત પ્રકારની પૃથ્વી નીચે નીચે વિસ્તારવાળી છે.
વળી, તે નરકની પૃથ્વી અંબુ, વાત અને આકાશ ઉપર પ્રતિષ્ઠ છે એમ સિદ્ધ હોવા છતાં ઘન શબ્દ કેમ ગ્રહણ કર્યો ? તેને સ્પષ્ટ કરતાં ભાષ્યકારશ્રી કહે છે –
જો ઘન શબ્દ ન ગ્રહણ કરવામાં આવે તો શાસ્ત્રમાં બે પ્રકારનાં પાણી પ્રસિદ્ધ છે ઘનપાણી અને પ્રવાહી પાણી તે બન્નેનું ગ્રહણ થાય. તે બન્નેમાંથી પ્રવાહી પાણીનો વ્યવચ્છેદ કરવા માટે ઘનાબુ કહેલ છે. વાત શબ્દને ઘન વિશેષણ નહીં આપેલ હોવાથી વાત શબ્દથી પ્રસિદ્ધ એવા ઘનવાત અને તનવાત બન્નેનું ગ્રહણ કરાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે રત્નપ્રભા આદિ પૃથ્વીઓ ઘનાબુ ઉપર રહે છે તેના નીચે ઘનવાત અને તનવાત રહે છે. આ સર્વ આકાશમાં પ્રતિષ્ઠિત છે. તેથી રત્નપ્રભાદિ સાતેય પૃથ્વીનાં આધાર નીચેની ભૂમિની દૃષ્ટિએ વિચારીએ તો પ્રથમ ઘનપાણી છે, ત્યારપછી ઘનવાત છે, ત્યારપછી તનવાત છે, ત્યારપછી મહાતમભૂત આકાશ હોવા છતાં રત્નપ્રભાદિ સર્વ પૃથ્વી આકાશમાં પ્રતિષ્ઠ છે; કેમ કે આકાશ માત્ર નીચે નથી પરંતુ સર્વવ્યાપી છે માટે આકાશ અવગાહન આપે છે તે જ ક્ષેત્રમાં રત્નપ્રભા પૃથ્વી રહે છે અને નીચેના આકાશમાં ઘનપાણી વગેરે રહે છે.
ભાગ -
तदेवं खरपृथिवी पङ्कप्रतिष्ठा, पङ्को घनोदधिवलयप्रतिष्ठः, घनोदधिवलयं घनवातवलयप्रतिष्ठम्, घनवातवलयं तनुवातवलयप्रतिष्ठम्, ततो महातमोभूतमाकाशम्, सर्वं चैतत् पृथिव्यादि तनुवातवलयान्तमाकाशप्रतिष्ठम्, आकाशं चात्मप्रतिष्ठम्, उक्तमवगाहनमाकाशस्येति । तदनेन क्रमेण लोकानुभावसत्रिविष्टा असङ्ख्येययोजनकोटीकोट्यो विस्तृताः सप्त भूमयो रत्नप्रभाद्याः, सप्तग्रहणं नियमार्थम्, रत्नप्रभाद्या मा भूवनेकशः अनियतसङ्ख्या इति । किञ्चान्यत् - अधः सप्तैवेत्यवधार्यते, ऊर्ध्वं त्वेकैवेति वक्ष्यते ॥ ભાષ્યાર્થ :
સર્વ વાતે આ રીતે અત્યાર સુધી ભાષ્યમાં વર્ણન કર્યું એ રીતે, ખપૃથ્વી-રત્નપ્રભાના એક કાંડરૂપ ખરપૃથ્વી, પંકપ્રતિષ્ઠ છે, પંક ઘડોદધિવલયપ્રતિષ્ઠ છે, ઘડોદધિવલય ઘવાતવલયપ્રતિષ્ઠ છે. ઘવાતવલય તનુવાતવલયપ્રતિષ્ઠ છે, ત્યારપછી મહાતમોભૂત આકાશ છે. અને પૃથ્વી આદિથી માંડીને તનુવાતના વલયના અંત સુધી આ સર્વ આકાશપ્રતિષ્ઠ છે અને આકાશ આત્મપ્રતિષ્ઠ છે. આકાશનું અવગાહન કહેવાયું.
ત્તિ' શબ્દ રત્નપ્રભારૂપ પ્રથમ નરકના વર્ણનની સમાપ્તિ અર્થે છે. તે કારણથીeખરપૃથ્વી આદિ કઈ રીતે પ્રતિષ્ઠ છે? તે પૂર્વમાં બતાવ્યું તે કારણથી, આ ક્રમ વડે