________________
૧૦૦
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૨ | સૂત્ર-૧
| તૃતીયાધ્યાયઃ |
ભાષ્ય :
अत्राह-उक्तं भवता नारका इति गतिं प्रतीत्य जीवस्यौदयिको भावः, तथा जन्मसु 'नारकदेवाનામુપપત: (૦૨, સૂ૦ રૂ૫) વત્તિ સ્થિતી ‘નારાં ર દ્વિતીયદિપુ' (૪૦ ૪, જૂ૦ ૪૩), आस्रवेषु बह्वारम्भपरिग्रहत्वं च नारकस्यायुषः' (अ० ६, सू० १६) इति, तत्र के नारका नाम ? क्व वेति ? । अत्रोच्यते - नरकेषु भवा नारकाः, तत्र नरकप्रसिद्ध्यर्थमिदमुच्यते - ભાષ્યાર્થ:
અત્રહ - નરસિધ્યમિyતે – અહીં=બીજા અધ્યાયની સમાપ્તિમાં, કહે છે =કોઈક પ્રશ્ન કરે છે –
શું પ્રશ્ન કરે છે ? તે કહે છે – તમારા વડે કહેવાયું. શું કહેવાયું ? તે બતાવે છે – ‘તારકો' એ પ્રમાણે ગતિને આશ્રયીને જીવતો ઔદથિકભાવ છે એમ અધ્યાય-૨, સૂત્ર માં કહેવાયું અને જન્મતા વિષયમાં નારક અને દેવોનો ઉપપાત છે એ પ્રમાણે અધ્યાય-૨, સૂત્ર ૩૫માં કહેવાયું. અને સ્થિતિના વિષયમાં નારકોને બીજી આદિમાં પૂર્વની નરકની પરીસ્થિતિ અપર છે=જઘન્ય છે', એ પ્રમાણે અધ્યાય-૪, સૂત્ર ૪૩માં કહેવાશે અને આશ્રવના વિષયમાં બહુઆરંભપણું અને બહુપરિગ્રહપણું નારકના આયુષ્યનો આશ્રવ છે એ પ્રમાણે અધ્યાય-૬, સૂત્ર ૧૬માં કહેવાશે, ત્યાં આ સર્વ કથનોમાં, નારકો કોણ છે ? અને ક્યાં છે? એ પ્રકારનો પ્રશ્ન થાય. એમાં-એ પ્રકારના પ્રશ્નમાં, ગ્રંથકારશ્રી વડે કહેવાય છે – નરકમાં થનારા તારકો છે. ત્યાં=નારક શબ્દની વ્યુત્પત્તિ કરી કે નરકમાં જે થાય તે તારકો તે કથનમાં, નરકની પ્રસિદ્ધિ માટે આ આગળમાં બતાવે છે એ, સૂત્ર કહેવાય છે – ભાવાર્થ -
બીજો અધ્યાય સમાપ્ત થવાથી ત્રીજા અધ્યાયનું ઉત્થાન કરતાં ભાષ્યકારશ્રી કહે છે – ભિન્ન ભિન્ન પ્રસંગને આશ્રયીને નારક શબ્દનો પ્રયોગ તત્ત્વાધિગમસૂત્રમાં થયો છે. જેમ – જીવના ઔદયિકભાવની વિચારણા કરતી વખતે ચારગતિ ઔદયિકભાવરૂપ છે તેમ કહ્યું તેમાં નારક શબ્દથી ગતિની પ્રાપ્તિ થઈ. વળી જન્મનું વર્ણન બીજા અધ્યાયમાં કર્યું ત્યાં નારકોનો અને દેવોનો ઉપપાતથી જન્મ થાય છે તેમ બતાવ્યું. વળી જીવોની ભવની સ્થિતિ કેટલી છે? તે અધ્યાય-૪, સૂત્ર-૪૩માં બતાવતી વખતે કહેશે કે નારકના જીવોમાં જે પ્રથમ નરકની ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે બીજા નરકની જઘન્યસ્થિતિ છે. વળી