________________
૨
તવાર્થવિગમસુત્ર ભાગ-૨) અધ્યાય-૨, સુત્ર-૨૫ તમારા વડે સમનસ્ક, અમનસ્ક એ પ્રકારે બે પ્રકારના જીવો સૂત્ર-૧૧માં કહેવાયા ત્યાં=બે પ્રકારના જીવોમાં, સમનસ્ક કોણ છે ? એમાં, ઉત્તર આપે છે – સૂત્રઃ
संज्ञिनः समनस्काः ।।२/२५॥ સ્વાર્થ:- :
સંજ્ઞી જીવો સમનસ્ક છે. ર/રપી ભાષ્ય :
संप्रधारणसंज्ञायां संज्ञिनो जीवाः समनस्का भवन्ति, सर्वे नारकदेवा गर्भव्युत्क्रान्तयश्च मनुष्यास्तिर्यग्योनिजाश्च केचित्, ईहापोहयुक्ता गुणदोषविचारणात्मिका संप्रधारणसंज्ञा, तां प्रति संज्ञिनो विवक्षिताः, अन्यथा ह्याहारभयमैथुनपरिग्रहसंज्ञाभिः सर्व एव जीवाः संजिन इति ।।२/२५।। ભાષ્યાર્થ:સંપ્રદારસંશા ઉત્તિ | સંપ્રધારણ સંજ્ઞામાં સંગી જીવો સમનસ્ક છે. કયા જીવો સમનસ્ક છે ? તે સ્પષ્ટ કરે છે – સર્વ નારક, દેવો, ગર્ભથી વ્યુત્કાલિવાળા એવા મનુષ્યો અને કેટલાક તિર્યંચો સમનસ્ક છે. પૂર્વમાં કહ્યું કે સંપ્રધારણ સંજ્ઞામાં સંશી જીવો સમનસ્ક છે, તેથી સંપ્રધારણ સંજ્ઞાનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે -
હા-અપોહથી યુક્ત ગુણ-દોષની વિચારણા સ્વરૂપ સંપ્રધારણ સંજ્ઞા છે. તેને આશ્રયીને સંશી કહેવાયા છે=સમનસ્ક જીવોને સંશી કહેવાયા છે. અન્યથા=સંપ્રધારણ સંજ્ઞાને આશ્રયીને સંસી કહેવામાં ન આવે તો, આહાર-ભય-મૈથુન-પરિગ્રહ સંજ્ઞાથી સર્વ જીવો સર્વ સંસારી જીવો, સંની છે.
“ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ર/રપા ભાવાર્થ -
જે જીવો સંપ્રધારણ સંજ્ઞાવાળા છે તેઓ સંજ્ઞી છે. જેઓ સંપ્રધારણ સંજ્ઞાને આશ્રયીને સંજ્ઞી છે તેઓ સમનસ્ક છે મનવાળા છે.
આ જીવો કયા છે ? તે સ્પષ્ટ કરવા ભાષ્યકારશ્રી કહે છે – સર્વ નારક, દેવો સમનસ્ક છે, ગર્ભથી જન્મેલા બધા મનુષ્યો સમનસ્ક છે, જ્યારે તિર્યંચયોનિવાળા કેટલાક જીવો સમનસ્ક છે.
તેથી એ પ્રાપ્ત થાય કે કેટલાક તિર્યંચપચેંદ્રિય અમનસ્ક છે જેઓ ગર્ભમાંથી ઉત્પન્ન થયેલા નથી. વળી સંમૂર્છાિમ મનુષ્યો પણ અમનસ્ક છે.