________________
૨
તત્વાર્થાવગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૨/ સૂત્ર-પર દેવતા અને નારકીઓ ઔપપાતિક છે, તેમને બધાને અનપવર્તનીયઆયુષ્ય હોય છે. વળી એ જ ભવમાં મોક્ષમાં જનારા ચરમદેહવાળા જીવોને પણ અનપવર્તનીયઆયુષ્ય હોય છે. વળી તીર્થંકરો, ચક્રવર્તી, અર્ધચક્રવર્તીઓ ઉત્તમપુરુષ છે અર્થાતું હ૩ શલાકાપુરુષોમાં ગણાયેલા તીર્થકરો, ચક્રવર્તી, બલદેવો, વાસુદેવો અને પ્રતિવાસુદેવો અને ટીકાકારશ્રીના વચનાનુસાર ઉપલક્ષણથી ગણધરો આદિ ઉત્તમપુરુષ છે. વળી અસંખ્યય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો અને તિર્યંચો અનપવર્તનીયઆયુષ્યવાળા છે.
પ્રતિવાસુદેવનું શસ્ત્રથી મૃત્યુ થાય છે, તેઓ પણ ઉત્તમપુરુષ હોવાથી અનાવર્તનીયઆયુષ્યવાળા છે. માટે જેઓ પોતાનું આયુષ્ય પૂર્ણ ભોગવે છે તેઓ ઉપક્રમથી મૃત્યુ પામે કે ઉપક્રમ વગર મૃત્યુ પામે તોપણ અનપવર્તનીયઆયુષ્ય કહેવાય.
વળી દેવકુર, ઉત્તરકુરુથી સહિત અને છપ્પન અંતરદ્વીપથી સહિત એવી હિમવંત, હરિવર્ષ, રમ્ય અને હિરણ્યવત્ નામની અકર્મભૂમિઓ છે તેમાં અસંખ્યયવર્ષના આયુષ્યવાળા મનુષ્યો હોય છે. કર્મભૂમિમાં સુષમસુષમા નામના આરામાં, સુષમા નામના આરામાં અને સુષમદૂષમા નામના આરામાં અસંખ્યયવર્ષ આયુષ્યવાળા મનુષ્યો હોય છે. તેઓને અનપવર્તનીયઆયુષ્ય હોય છે. વળી અઢી દ્વીપથી બહાર રહેલા દ્વિીપ-સમુદ્રોમાં જે અસંખ્યયવર્ષના આયુષ્યવાળા તિર્યંચો છે તેઓને પણ અનપવર્તનીયઆયુષ્ય છે.
પપાતિક એવા દેવ-નારકો અને અસંખ્યયવર્ષના આયુષ્યવાળા તિર્યંચ-મનુષ્યો જેમ અનાવર્તનીયઆયુષ્યવાળા છે તેમ નિરુપક્રમઆયુષ્યવાળા પણ છે. તેથી આ સર્વજીવોને આયુષ્યના ઉપક્રમની સામગ્રી મળતી નથી અને તેઓએ જે આયુષ્ય પૂર્વમાં બાંધ્યું છે તે પરિપૂર્ણ ભોગથી નાશ પામે છે.
વળી ચરમદેહવાળા જીવો તે જ ભવમાં મોક્ષમાં જનારા છે તેઓને પણ અનપવર્તનીયઆયુષ્ય છે. તેથી જેટલું આયુષ્ય પૂર્વે મનુષ્યભવનું બાંધ્યું છે તે સર્વનો તેઓ ઉપભોગ કરે છે તોપણ તે ચરમદેહવાળામાંથી કેટલાક સોપક્રમઆયુષ્યવાળા છે. તેથી આયુષ્યના પૂર્ણાહુતિકાળમાં ઘાણીમાં પિલાવું આદિ ઉપક્રમથી તેઓનું મૃત્યુ થાય છે. કેટલાક નિરુપક્રમ આયુષ્યવાળા હોય છે, તેઓને મૃત્યુનું બળવાન નિમિત્ત બને તેવો કોઈ ઉપક્રમ લાગતો નથી. ચરમદેહવાળાને અનપવર્તનીયઆયુષ્ય હોવાથી સોપક્રમવાળા કે નિરુપક્રમવાળા પૂર્ણ આયુષ્યનો ભોગ કરીને સિદ્ધઅવસ્થાને પામે છે. નિરુપક્રમ આયુષ્યવાળા ચરમદેહવાળા કેટલાક જીવોને મૃત્યુનું કારણ ન બની શકે તેવા રોગાદિની પ્રાપ્તિ થઈ શકે છે. જ્યારે સોપક્રમવાળા જીવોને સાક્ષાત્ મૃત્યુનું કારણ બને તેવા આયુષ્યના અંત સમયે રોગો થઈ શકે છે અથવા અન્ય પણ ઉપક્રમની સામગ્રી મળે છે તેનાથી તેઓનું આયુષ્ય પૂર્ણ થાય છે.
ઔપપાતિક એવા દેવ, નારક ચરમદેહવાળા અને અસંખ્યવર્ષ આયુષ્યવાળા જીવોને અનપવર્તનીયઆયુષ્ય કેવા પ્રકારનું છે ? તે પૂર્વમાં બતાવ્યું. તેનાથી શેષ એવા મનુષ્યો અને તિર્યંચોને અપવર્તનીય અને અનપવર્તનીય એમ બંને પ્રકારનાં આયુષ્ય હોય છે. તેમાંથી જે અનાવર્તનીયઆયુષ્ય હોય છે તે સોપક્રમ અને નિરુપક્રમ એમ બંને પ્રકારે હોય છે. જ્યારે જે અપવર્તનીયઆયુષ્ય છે તે નિયતપણે સોપક્રમ હોય છે તેમ અવતરણિકારૂપ ભાષ્યમાં કહેલ. તેથી એ પ્રાપ્ત થાય કે જે મનુષ્યોને કે તિર્યંચોને અપવર્તનીયઆયુષ્ય