________________
સ્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨) અધ્યાય-૨| સૂત્ર-પર क्षिप्रं शोषमुपयाति, न च संहते तस्मिन्नभूतस्नेहागमो, नापि वितानिते सति अकृत्स्नशोषः, तद्वद्यथोक्तनिमित्तापवर्तनैः कर्मणः क्षिप्रं फलोपभोगो भवति, न च कृतप्रणाशाकृताभ्यागमाफल्यानीति T૨/૧૨ા.
इति तत्त्वार्थाधिगमेऽर्हत्प्रवचनसंग्रहे द्वितीयोऽध्यायः समाप्तः ।। ભાષ્યાર્થ:
યથા ... પ્રાકૃત ખ્યા નાપવાનીતિ છે અથવા જે પ્રમાણે સંખ્યાના આચાર્ય કરણલાઘવ માટે ગુણાકાર-ભાગાકાર દ્વારા છેદથી રાશિનું અપવર્તન કરે છે–રાશિનો છેદ કરીને નાની રાશિને પ્રાપ્ત કરે છે, અને સંખ્યય એવા અર્થનો અભાવ થતો નથી છેદથી રાશિ અલ્પ કરીને જે ગુણાકાર અને ભાગાકાર દ્વારા પ્રાપ્તવ્ય રાશિ હતી તેના અર્થનો અભાવ થતો નથી, તેની જેમ ઉપક્રમથી અભિહત મરણસમુદ્દઘાતના દુખથી આર્ત એવો જીવ કર્મપ્રત્યયને અનાભોગ એવા યોગપૂર્વક=આયુષ્યકર્મને આશ્રયીને તેને અલ્પ કરવાને અનુરૂપ એવા અનાભોગરૂપ વ્યાપારપૂર્વક, કરણ વિશેષને ઉત્પાદન કરીને ફળઉપભોગના લાઘવ માટે શીઘ આયુષ્યકર્મના ફળનો ઉપભોગ થાય તે માટે, આયુષ્યકર્મનું અપવર્તન કરે છે અને આને=આયુષ્યકર્મનું અપવર્તન કરનાર પુરુષને, ફળનો અભાવ પ્રાપ્ત થતો નથી=બંધાયેલા આયુષ્યના ફળનો અભાવ પ્રાપ્ત થતો નથી.
ત્તિ' શબ્દ દાંતદાષ્ટાંતિકભાવની સમાપ્તિમાં છે. વળી અન્ય શું છે=અવ્ય દાંત શું છે ? તે કહે છે –
અથવા જે પ્રમાણે ધોવાયેલો પટ ધોવાયેલું વસ્ત્ર, જલથી ભીનું જ સંહત કરાયેલું ચિરથી શોષને પ્રાપ્ત કરે છે=લાંબા કાળે સુકાય છે, અને તે જ=ભીનું વસ્ત્ર જ, વિસ્તાર કરાયેલું સૂર્યનાં કિરણોથી અને વાયુથી હણાયેલું ક્ષિપ્ર શોષને પ્રાપ્ત કરે છે=જલદી સુકાય છે.
વળી એકઠું કરેલું ભીનું વસ્ત્ર અન્ય પાણીના પ્રવેશથી વિલંબથી સુકાતું નથી પરંતુ એકઠું હોવાના કારણે ચિરથી સુકાય છે. તે સ્પષ્ટ કરવા કહે છે –
સંહત એવા તે વસ્ત્રમાં અભૂત સ્નેહનો આગમ નથી=નવા પાણીની ભીનાશનું આગમન નથી, (પરંતુ એકઠું થયેલું હોવાથી ચિરકાળ સુકાય છે)
વળી વિસ્તાર કરાયેલું વસ્ત્ર જલદી સુકાય છે તે વિસ્તારને કારણે સુકાય છે; પરંતુ તે વસ્ત્ર જલનો અંશ સુકાયા વગર સુકાતું થતું નથી તે બતાવવા અર્થે કહે છે –
વળી વિસ્તારિત કરાવે છતે =જલાટું વસ્ત્ર વિસ્તારિત કરાયે છતે, અકૃત્ન શોષ નથી= વસ્ત્રમાં રહેલા સંપૂર્ણ પાણીનો દોષ નથી, એમ નહીં (તેમ અપવર્તનીય કર્મનો ભોગ નથી એમ નહી) તેની જેમ=વિસ્તાર કરાયેલું વસ્ત્ર સૂર્યનાં કિરણોથી અને વાયુથી હણાય ત્યારે શીધ્ર સુકાય છે તેની જેમ,