________________
GO
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૨ | સૂત્ર-પ૨ સોપક્રમાનપવર્તનીયઆયુષ્ય બાંધનારા જીવોનું આયુષ્ય ઉપક્રમ લાગવાથી પૂર્ણ થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે આવા જીવે જે આયુષ્ય બાંધ્યું છે તે સર્વ અલ્પ કર્યા વગર ભોગવવા છતાં આયુષ્યના અંતકાળમાં ઉપક્રમાદિની પ્રાપ્તિ થાય છે. દા. ત. ચરમશરીરી અનાવર્તનીય-આયુષ્યવાળા હોય છે, છતાં જો ઘાણીમાં પિલાય તો ઉપક્રમ સહિત તેમનું આયુષ્ય પૂરું થાય છે.
બીજું અનાવર્તનીયઆયુષ્ય નિરુપક્રમ હોય છે અર્થાત્ જે પ્રકારે બંધાયેલું છે તે પ્રમાણે પૂર્ણ ભોગવે છે અને મૃત્યકાળમાં કોઈ ઉપક્રમની સામગ્રી પ્રાપ્ત થતી નથી.
વળી જે જીવોએ અપવર્તનીયઆયુષ્ય બાંધ્યું છે તે નિયત સોપક્રમ છે અર્થાતુ પોતે જે આયુષ્ય બાંધેલું છે. તેમાં ઉપક્રમની સામગ્રીથી અવશ્ય ઉપક્રમ થઈ શકે છે. માટે ઉપક્રમની સામગ્રીને પામીને તે આયુષ્ય અપવર્તનને પામે છે તેથી તેઓનું અકાળ મૃત્યુ પણ થાય છે. વળી, અપવર્તનીયઆયુષ્યવાળા જીવોને પણ ઉપક્રમની સામગ્રી ન મળે તો ઉપક્રમ ન પણ થાય, છતાં તે આયુષ્યના દળિયા ઉપક્રમની સામગ્રીથી ક્ષય થાય તેવા હોય છે. આ પ્રકારના આયુષ્યના વિષયમાં અનાવર્તનીયઆયુષ્ય કોને છે ? તે સૂત્રથી બતાવે છે – સૂત્રઃ
औपपातिकचरमदेहोत्तमपुरुषासङ्ख्येयवर्षायुषोऽनपवायुषः ।।२/५२।। સૂત્રાર્થ -
ઔપપાતિક દેવ-નારક, ચરમદેહવાળા, ઉત્તમપુરુષો, અસંખ્યવર્ષ આયુષ્યવાળા અનપવર્તનીયઆયુષ્યવાળા છે. ર/પરા
ભાષ્ય :
औपपातिकाश्चरमदेहा उत्तमपुरुषा असङ्ख्येयवर्षायुष इत्येतेऽनपवायुषो भवन्ति, तत्र “औपपातिका नारकदेवाश्च" (अ० २, सू० ३५) इत्युक्तम् । चरमदेहा मनुष्या एव भवन्ति, नान्ये, चरमदेहा अन्त्यदेहा इत्यर्थः, ये तेनैव शरीरेण सिद्ध्यन्ति । उत्तमपुरुषास्तीर्थकरचक्रवर्त्यर्धचक्रवर्तिनः, असङ्ख्येदवर्षायुषो मनुष्यास्तिर्यग्योनिजाश्च भवन्ति ।
सदेवकुरूत्तरकुरुषु सान्तरद्वीपकास्वकर्मभूमिषु कर्मभूमिषु च सुषमसुषमायां सुषमायां सुषमदुःषमायामित्यसङ्ख्येयवर्षायुषो मनुष्या भवन्ति, अत्रैव बाह्येषु द्वीपेषु समुद्रेषु तिर्यग्योनिजा असङ्ख्येयवर्षायुषो भवन्ति, औपपातिकाश्चासङ्ख्येयवर्षायुषश्च निरुपक्रमाः, चरमदेहाः सोपक्रमा निरुपक्रमाश्चेति, एभ्य औपपातिकचरमदेहासङ्ख्येयवर्षायुर्थ्यः शेषा मनुष्यास्तिग्योनिजाः सोपक्रमा निरुपक्रमाश्चापवायुषोऽनपवायुषश्च भवन्ति, तत्र येऽपवायुषस्तेषां विषशस्त्र