________________
૮૮
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૨ | સૂત્ર-પ૧ ભાષ્યાર્થ:
સેવા નિવાલા નપુંસાનીતિ ચાર વિકાયવાળા પણ દેવો નપુંસક થતા નથી. સ્ત્રી અને પુરુષ થાય છે. જે કારણથી તેઓને દેવોને, શુભગતિનામકર્મની અપેક્ષાવાળા પૂર્વબદ્ધ-નિકાચિત એવા સ્ત્રીવેદનો કે પુરુષવેદનો ઉદય પ્રાપ્ત થયે છતે બે જ સ્ત્રી અને પુરુષ બે જ વેદ, પ્રાપ્ત થાય છે. ઈતર નહીં=નપુંસક નહીં–દેવોને નપુંસકવેદ પ્રાપ્ત થતો નથી.
અને પારિશેષ્યથી=સૂત્ર-૫૦માં તારક અને સંમછિન જીવોના લિંગને કહ્યું અને સૂત્ર-૫૧માં દેવોના લિંગને કહ્યું તેથી પરિશેષપણાથી, બાકીના જીવોને ત્રણ લિંગો જણાય છે. તે જ સ્પષ્ટ કરે છે –
જરાયુજ, અંડજ અને પોતજ ત્રણે પ્રકારના થાય છે સ્ત્રીવેદવાળા, પુરુષવેશવાળા અને નપુંસકદવાળા એમ ત્રણે પ્રકારના થાય છે.
કૃતિ’ શબ્દ ભાગની સમાપ્તિમાં છે. 1ર/૫ના ભાવાર્થ :
સૂત્ર-૫૦માં કહ્યું કે નારક અને સર્વ સંમૂછિન જીવો નપુંસક છે. હવે તે સિવાયના અન્ય સર્વજીવોને કયું લિંગ છે? તે બતાવતાં કહે છે –
ચારે નિકાયવાળા દેવો નપુંસક નથી. આ પ્રમાણે સૂત્રમાં કહેવાથી અર્થથી એ ફલિત થયું કે તે ચારે નિકાયવાળા દેવો સ્ત્રીલિંગ અને પુલિંગવાળા છે.
અહીં પ્રશ્ન થાય કે ચારેય નિકાયવાળા દેવોને નપુંસકશરીરની પ્રાપ્તિ કે નપુંસકવેદનો ઉદય કેમ નથી ? તેથી કહે છે –
દેવોને શુભગતિનામકર્મની અપેક્ષાવાળા સ્ત્રીવેદ અને પુરુષવેદ પૂર્વમાં બંધાયેલા અને નિકાચિત કરાયેલા ઉદય પ્રાપ્ત છે. તેથી તેઓને તે સ્ત્રીવેદ કે પુરુષવેદનો ઉદય થાય છે અને તેને અનુરૂ૫ શરીરની પ્રાપ્તિ થાય છે, પરંતુ ઇતર એવું નપુંસકશરીર કે નપુંસકવેદ પ્રાપ્ત થતાં નથી.
વળી પ્રસ્તુત સૂત્રમાં દેવોને નપુંસકવેદ નથી તેમ કહ્યું અને પૂર્વસૂત્રમાં નારક અને સંમૂર્સ્ટિન જીવોને નપુંસકવેદ છે તેમ કહ્યું, તેથી પરિશેષ રહેલા જીવોમાં ત્રણેય વેદના ઉદયો છે અને ત્રણેય લિંગો છે તેમ અર્થથી જણાય છે. શેષ જીવો કયા છે ? તે સ્પષ્ટ કરે છે –
જરાયુજ, અંડજ અને પોતજ એમ ત્રણ પ્રકારના છે. જરાય આદિનું સ્વરૂપ અધ્યાય-૨, સૂત્ર-૩૪માં સ્પષ્ટ કરેલ છે. આ ત્રણે પ્રકારના જીવોને દેહની રચનાથી પણ ત્રણે લિંગો હોય છે. તેમાંથી પુરુષદેહવાળા છે તેમને પ્રાયઃ પુરુષવેદનો ઉદય હોય છે. તોપણ પ્રસંગે સ્ત્રીવેદનો કે નપુંસકવેદનો પણ ઉદય હોય છે. તે