________________
તવાર્થાવગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૨| સૂર-૫૦, ૫૧ નથી=નપુંસકવેદથી ઇતર સ્ત્રીવેદ કે પુરુષવેદ ઉદયપ્રાપ્ત હોતા નથી.
ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિમાં છે. ર/૫ગા ભાવાર્થ :
નારકો અને સર્વ સંમૂર્ઝિન જીવો દેહની રચનાથી પણ નપુંસકલિંગવાળા હોય છે અને વેદના ઉદયની અપેક્ષાએ પણ નપુંસકવેદના ઉદયવાળા હોય છે, તેઓ સ્ત્રીરૂપ કે પુરુષરૂ૫ દેહની રચનાવાળા પણ નથી અને સ્ત્રીવેદ કે પુરુષવેદના ઉદયવાળા પણ નથી. તેઓને સ્ત્રીવેદ કે પુરુષવેદનો ઉદય કેમ થતો નથી ? તેથી કહે છે –
નારકો અને સંમૂર્ઝિન જીવોને ચારિત્રમોહનીયના ભેદ સ્વરૂપ નોકષાયના પેટાભેદ વેદ અંતર્ગત ત્રણ વેદના ઉદયો છે તેમાંથી એક નપુંસકવેદમોહનીયકર્મનો જ ઉદય પ્રાપ્ત થાય છે.
એકમાત્ર નપુંસકવેદમોહનીયકર્મનો જ ઉદય કેમ પ્રાપ્ત થાય છે ? તેથી કહે છે –
અશુભ ગતિનામકર્મની અપેક્ષાવાળો પૂર્વબદ્ધ-નિકાચિત એવો નપુંસકવેદ છે. તેથી તે જ ઉદયને પ્રાપ્ત થાય છે, અન્ય વેદના ઉદયો પ્રાપ્ત થતા નથી.
આનાથી એ પ્રાપ્ત થાય કે નારકી અને સંમૂર્ઝિન જીવો જ્યારે અશુભગતિરૂપ નામકર્મ બાંધે છે ત્યારે તેની સાથે નપુંસકવેદમોહનીયકર્મ નિકાચિત કરે છે. તેથી તે ભવની પ્રાપ્તિમાં તે એક જ વેદનો ઉદય હોય છે, જેના કારણે તીવ્ર કામના અભિલાષરૂપ પીડાથી તેઓ સતત પીડાય છે. Iર/પના અવતરણિકા :
પૂર્વસૂત્રમાં નારક અને સંમૂચ્છિત જીવોનું લિંગ બતાવ્યું. હવે દેવોને કયું લિંગ હોય છે? તે પ્રસ્તુત સૂત્રમાં બતાવે છે અને ભાષ્યમાં તારક અને સંમૂચ્છિત સિવાયના અન્ય સર્વ જીવોને કયું લિંગ હોય છે? તે બતાવે છે – સૂત્ર -
ન લેવા. ર/પશા સૂત્રાર્થ:દેવો નથી દેવો નપુંસક નથી. 1ર/પના
ભાષ્ય :
देवाश्चतुर्निकाया अपि नपुंसकानि न भवन्ति, स्त्रियः पुमांसश्च भवन्ति, तेषां हि शुभगतिनामापेक्षे स्त्रीपुंवेदनीये पूर्वबद्धनिकाचिते उदयप्राप्ते द्वे एव भवतो नेतरत्, पारिशेष्याच्च गम्यते जरावण्डपोतजास्त्रिविधा भवन्ति-स्त्रियः पुमांसो नपुंसकानीति ॥२/५१।।