________________
8
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૨| સૂત્ર-પર છે તેઓને આયુષ્યના ઉપક્રમની સામગ્રી પ્રાપ્ત થાય તો આયુષ્ય અપવર્તન પામે છે અને ઉપક્રમની સામગ્રી પ્રાપ્ત ન થાય તો પણ તેમનું આયુષ્ય ઉપક્રમથી તૂટી શકે તેવું શિથિલ હોય છે. જેઓનું અપવર્તનીયઆયુષ્ય નથી તેવા તિર્યંચોને અને મનુષ્યોને ઉપક્રમની સામગ્રી પ્રાપ્ત થતી નથી. જો કદાચ ઉપક્રમની સામગ્રી પ્રાપ્ત થાય તો આયુષ્યના સમાપ્તિકાળમાં થાય છે, તે પૂર્વે પ્રાપ્ત થતી નથી. તેથી તેઓએ જે પૂર્વમાં આયુષ્ય બાંધ્યું છે તે આયુષ્યનો પૂર્ણ ઉપયોગ કરે છે પરંતુ અકાળે મૃત્યુ પામતા નથી. વળી આયુષ્યનું અપવર્તન શું છે? તે સ્પષ્ટ કરતાં કહે છે – આયુષ્યકર્મના ફળનો ઉપભોગ જે અંતર્મુહૂર્તમાં શીધ્ર થાય તે અપવર્તન છે.
તેથી એ પ્રાપ્ત થાય છે. સામાન્યથી સત્તામાં રહેલા આયુષ્યકર્મના જે દલિકો દઢ નથી તે અપવર્તનાકરણથી અપવર્તન પામે છે તેથી જ્યારે તે આયુષ્યનો ઉદય વર્તતો હોય ત્યારે તેનું અપવર્તન પણ થતું હોય છે. ફક્ત જે નિકાચિત હોય છે તેનું અપવર્તન થતું નથી તોપણ તે અપવર્તનથી ઉપરના આયુષ્યનાં સ્થાનો ખાલી થઈને તેટલું આયુષ્ય અલ્પ બને તે પ્રકારનું અપવર્તન થતું નથી, જ્યારે અપવર્તનીયઆયુષ્ય તો ઉપક્રમને પામીને અંતર્મુહૂર્તમાં અવશેષ આયુષ્ય ઉદય આવલિકામાં પ્રવેશ પામીને પૂર્ણ થાય છે. તેથી તેઓનું અકાળમૃત્યુ પણ થાય છે.
ઉપક્રમનો અર્થ ભાષ્યમાં અપવર્તનનું નિમિત્ત છે એમ કહ્યું છે, તેથી એ પ્રાપ્ત થાય કે અપવર્તનીયઆયુષ્યવાળા કે અનપવર્તનીયઆયુષ્યવાળાને જે ઉપક્રમની સામગ્રી પ્રાપ્ત થાય છે તે આયુષ્યના ઉપક્રમનું નિમિત્ત છે, ફક્ત અનપવર્તનીયઆયુષ્યવાળા જીવોનું આયુષ્ય ત્યારે જ પૂર્ણ થાય છે. તેથી તે ઉપક્રમથી આયુષ્યનું અપવર્તન થતું નથી, જેમ વાસુદેવના ચક્રથી પ્રતિવાસુદેવના શિરનો છેદ આયુષ્યના ઉપક્રમનું નિમિત્ત છે તોપણ પ્રતિવાસુદેવ અનપવર્તનીયઆયુષ્યવાળા હોવાથી ત્યારે જ તેઓનું આયુષ્ય પૂર્ણ થયું માટે આયુષ્યનું અપવર્તન થતું નથી. ભાષ્યઃ
अत्राह-यद्यपवर्तते कर्म तस्मात्कृतनाशः प्रसज्यते यस्मान वेद्यते, अथास्त्यायुष्कं कर्म म्रियते च, तस्मादकृताभ्यागमः प्रसज्यते येन सत्यायुष्के म्रियते, ततश्चायुष्कस्य कर्मणः आफल्यं प्रसज्यते, अनिष्टं चैतत्, एकभवस्थिति वाऽऽयुष्कं कर्म न जात्यन्तरानुबन्धि, तस्मानापवर्तनमायुषोऽस्तीति । अत्रोच्यते, कृतनाशाकृताभ्यागमाफल्यानि कर्मणो न विद्यन्ते, नाप्यायुष्कस्य जात्यन्तरानुबन्धः, किन्तु यथोक्तैरुपक्रमरभिहतस्य सर्वसन्दोहेनोदयप्राप्तमायुष्कं कर्म शीघ्रं पच्यते तदपवर्तनमित्युच्यते, संहतशुष्कतृणराशिदहनवत् । यथा हि संहतस्य शुष्कस्यापि तृणराशेरवयवशः क्रमेण दह्यमानस्य चिरेण दाहो भवति तस्यैव शिथिलप्रकीर्णोपचितस्य सर्वतो युगपदादीपितस्य पवनोपक्रमाभिहतस्यार्थस्याशु दाहो भवति तद्वत् ।