________________
૯૪
તત્વાર્થાપિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૨| સૂત્ર-પર ભાષ્યાર્થ:
ગઢાદ . તત્ છે. અહીં આયુષ્ય અપવર્તનીય છે એમ ભાષ્યકારશ્રીએ સ્થાપન કર્યું એમાં, કોઈક શંકા કરે છે – જો કર્મ અપવર્તન પામે છે તો કૃતલાશ પ્રાપ્ત થશે, જે કારણથી વેદન થતું નથી=કરાયેલા કર્મનું વદન થતું નથી. હવે જો આયુષ્યકર્મ છે અને મરે છે તેમ અપવર્તનનો અર્થ સ્વીકારશો તો તેનાથી અછૂતઅભ્યાગમનો પ્રસંગ પ્રાપ્ત થાય છે=આયુષ્યનો નાશ કર્યો નથી તેથી અકૃત એવા આયુષ્યના નાશના ફળની પ્રાપ્તિરૂપ અભ્યાગમની પ્રાપ્તિ છે. જે કારણથી આયુષ્ય હોતે છતે મરે છે, તેથી આયુષ્યકર્મનું અફળપણું પ્રાપ્ત થશે અને આ કૃતતાશ અને અકૃતનો અભ્યાગમ એ, અનિષ્ટ છે. વળી અન્ય દોષ બતાવે છે –
અથવા એક ભવસ્થિતિવાળું આયુષ્યકર્મ જાત્યંતર અનુબંધી નથી આયુષ્યકર્મનો નાશ થતો નથી અને મરે છે એમ સ્વીકારવામાં તે આયુષ્યકર્મ અન્ય જાતિમાં જાય છે તેમ માનવું પડે અને આયુષ્યકર્મ જાત્યંતર અનુબંધી નથી, માટે તે આયુષ્યકર્મ ક્યાં રહેશે એ પ્રકારના દોષની પ્રાપ્તિ છે? તે કારણથી=અપવર્તનીયઆયુષ્ય સ્વીકારવામાં કૃતનાશ-અકૃત અભ્યાગમદોષની પ્રાપ્તિ છે અને અકૃતઅભ્યાગમ સ્વીકારવાને કારણે તે આયુષ્યકર્મ જાત્યંતર અનુબંધી નહીં હોવા છતાં જાત્યંતર અનુબંધી માનવાનો પ્રસંગ આવે છે તે કારણથી, આયુષ્યનું અપવર્તન નથી.
ત્તિ' શબ્દ પૂર્વપક્ષીની શંકાની સમાપ્તિ માટે છે. અહીં પૂર્વપક્ષીની શંકામાં, ભાણકારશ્રી વડે કહેવાય છે – કર્મનું કૃતતાશ અછૂતઅભ્યાગમ અને અફલપણું વિદ્યમાન નથી, વળી આયુષ્યનું જાત્યંતર અનુબંધ નથી પરંતુ જે પ્રમાણે ઉક્ત એવા ઉપક્રમ વડે=પૂર્વમાં કહેલા વિષ-કંટાદિ ઉપક્રમો વડે, અભિહતને સર્વસંદોહથી ઉદય પ્રાપ્ત આયુષ્યકર્મ શીધ્ર પચાવાય છે તે અપવર્તન છે એ પ્રમાણે કહેવાય છે. જેમ સંહત શુષ્ક તૃણરાશિનું દહન શીધ્ર થાય છે. દૃષ્ટાંતદાષ્ટાંતિકભાવ સ્પષ્ટ કરે છે –
જે પ્રમાણે સંહત એકઠા થયેલા, શુષ્ક પણ ખૂણરાશિનું અવયવથી=પ્રતિઅવયવને આશ્રયીને ક્રમથી દામાનનો ચિરથી=લાંબા કાળે દાહ થાય છે શિથિલ, પ્રકીર્ણ-ઉપચિત સર્વથી એકસાથે સળગાવાયેલ, પવન ઉપક્રમથી અભિહત એવા તે જ અર્થરૂપનું=સંહત શુષ્ક તૂણરાશિનું જ, શીઘ દહન થાય છે તેની જેમ આયુષ્યકર્મનો પણ શીધ્ર નાશ થાય છે. ભાવાર્થ
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું છે કે આયુષ્યની અપવર્તન થાય છે ત્યાં કોઈક શંકા કરે છે – જો આયુષ્યકર્મ અપવર્તન પામે છે તો કૃતનાશદોષની પ્રાપ્તિ છે.