________________
તવાર્યાયિગમસૂત્ર ભાગ-૨/ અધ્યાય-૨| સુત્ર-પ૧, પર રીતે સ્ત્રીશરીરવાળાને કે નપુંસકશરીરવાળાને પણ કોઈક પ્રસંગે ત્રણમાંથી ગમે તે વેદનો ઉદય હોઈ શકે છે. ll૨/પવા ભાષ્ય :
अत्राह-चतुर्गतावपि संसारे किं व्यवस्थिता स्थितिरायुष उताकालमृत्युरप्यस्तीति ?, अत्रोच्यते - द्विविधान्यायूंषि-अपवर्तनीयानि अनपवर्तनीयानि च अनपवर्तनीयानि पुनर्द्विविधानि-सोपक्रमाणि निरुपक्रमाणि च अपवर्तनीयानि तु नियतं सोपक्रमाणीति । तत्र - ભાષાર્થ:
અાદ ......... તત્ર – અહીં ચાર ગતિરૂપ સંસારમાં કોને કયું લિંગ હોય છે? તેમ પૂર્વમાં કહ્યું ત્યાં, કોઈ પ્રશ્ન કરે છે – ચાર ગતિવાળા પણ સંસારમાં આયુષ્યની સ્થિતિ શું વ્યવસ્થિત છે? અથવા અકાળ મૃત્યુ પણ હોય છે?
તિ' શબ્દ પ્રશ્વની સમાપ્તિમાં છે. અહીં પ્રશ્નમાં, ઉત્તર અપાય છે – બે પ્રકારનાં આયુષ્ય છેઃ અપવર્તનીય અને અનપવર્તનીય. અનપવર્તનીય વળી બે પ્રકારનાં છે – સોપક્રમ અને વિરુપક્રમ. વળી અપવર્તનીયઆયુષ્ય નિયત સોપક્રમ છે.
તિ” શબ્દ અપવર્તનીયઆયુષ્ય અને અનપવર્તનીયઆયુષ્યના કથનની સમાપ્તિમાં છે. ત્યાં=અપવર્તનીય-અનાવર્તનીયઆયુષ્યમાં, અનપવર્તનીયઆયુષ્ય કોને હોય છે ? તે સૂત્રમાં બતાવે છે – ભાવાર્થ
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ અધ્યાય-૨, સૂત્ર-૬માં ગતિ આદિ ઔદયિકભાવો કહ્યા તે પ્રમાણે ચાર ગતિ આત્મક સંસાર છે ત્યાં કોઈ પ્રશ્ન કરે છે – ચાર ગતિરૂપ સંસારમાં આયુષ્યની જે સ્થિતિ છે, તેટલો કાળ સુધી બધા જીવે છે ? કે આયુષ્યની સમાપ્તિ પૂર્વે પણ અકાળ મૃત્યુ થાય છે ? આ પ્રકારની શંકાને સામે રાખીને ભાષ્યકારશ્રી ઉત્તર આપે છે –
જીવો વડે બંધાયેલાં આયુષ્ય બે પ્રકારનાં છે, એક આયુષ્ય જે પ્રમાણે બાંધ્યું હોય તે પ્રકારે પૂર્ણ ભોગ કરે, પરંતુ અપવર્તન થઈને અકાળે મૃત્યુ થાય નહીં; આવું આયુષ્ય અનપવર્તનીયઆયુષ્ય છે. બીજું આયુષ્ય પૂર્વમાં બંધાયેલું હોવા છતાં અપવર્તન પામીને અકાળે મૃત્યુ થાય તેવું છે, આવું આયુષ્ય અપવર્તનીયઆયુષ્ય છે. તેથી શું ફલિત થાય? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – અનપવર્તનીયઆયુષ્ય પણ બે પ્રકારનાં છે સોપક્રમ અને નિરુપક્રમ.