________________
તત્વાર્થવિગમસૂત્ર ભાગ-૨અધ્યાય-૨| સૂચ-૨૯ વિગ્રહાંતરના નિમિત્તનો અભાવ છે.
આશય એ છે કે સમશ્રેણિ ગમનથી ઉત્પત્તિસ્થાનની પ્રાપ્તિ થતી હોય તો જીવ વિગ્રહગતિ કરીને ઉત્પત્તિસ્થાનમાં જાય નહીં, પરંતુ સમશ્રેણિના ગમનથી ઉત્પત્તિસ્થાનની પ્રાપ્તિ ન હોય ત્યારે તે જીવને વિગ્રહગતિ થવાનું નિમિત્ત તે સ્થાન બને છે. તેથી તે સ્થાનમાં વળાંક લઈને જ જીવ સ્વસ્થાનમાં જવા યત્ન કરે છે. વળી ચૌદ રાજલોકનો તે પ્રકારનો જ આકાર છે કે જેથી કોઈપણ સ્થાનથી મૃત્યુ પામેલ જીવ અવશ્ય ત્રણ વિગ્રહથી ઉત્પત્તિસ્થાનને પ્રાપ્ત કરી શકે છે. તેથી ત્રણથી અધિક વિગ્રહને કરવાનું નિમિત્ત કોઈ ઉત્પત્તિસ્થાન નથી. તેથી ત્રણ વિગ્રહથી અધિક વિગ્રહનો સંભવ નથી.
આ રીતે જીવની જન્માંતરમાં વિગ્રહગતિ કે અવિગ્રહગતિ કઈ રીતે થાય છે ? તે સ્પષ્ટ કર્યા પછી ભાષ્યકારશ્રી વિગ્રહનો અર્થ કરે છે –
વિગ્રહ એટલે વક્રિત, પરભવમાં જતાં જીવ સમશ્રેણિથી જતો હોય ત્યારે ઉત્પત્તિસ્થાનમાં વક્રગમન કરીને જાય તે વિગ્રહ છે. વિગ્રહના પર્યાયવાચી શબ્દો કહે છે – વિગ્રહ, અવગ્રહ અને શ્રેણિ અંતર સંક્રાંતિ વિગ્રહના પર્યાયવાચી શબ્દો છે. વિગ્રહ એટલે વક્રગમન. અવગ્રહ એટલે પણ વક્રગમન. સમશ્રેણિમાં જતો જીવ વક્ર થઈને અન્ય દિશાની સમશ્રેણિમાં જાય તે શ્રેણિ અંતરની સંક્રાંતિ છે તે વિગ્રહ શબ્દનો અર્થ છે.
પુદ્ગલોને પણ આ પ્રમાણે જ ગમન છે. આથી જ પુગલો પણ વિસસા પરિણામથી અન્ય આકાશપ્રદેશમાં જતા હોય ત્યારે સમશ્રેણિમાં જ જાય છે, વિષમશ્રેણિમાં જતા નથી. તેથી કોઈ પરમાણુ અધોલોકમાં રહેલ હોય અને તેમાં ગતિ પરિણામ પ્રગટે તો તે ઊર્ધ્વમાં સમશ્રેણિથી ચૌદ રાજલોકના અંત સુધી પણ જઈ શકે અને ક્યારેક તે પ્રકારનો મંદ ગતિપરિણામ થાય તો એક આકાશપ્રદેશ ઊર્ધ્વમાં પણ જઈ શકે. લોકના કોઈ એક ભાગથી અન્ય ભાગમાં પરમાણુ આદિ વિસસાપરિણામથી ગતિ કરે ત્યારે તે સ્થાન જે પ્રકારે વિષમશ્રેણિમાં હોય તેને અનુરૂપ એક વક્રગતિ, બે વક્રગતિ કે ત્રણ વક્રગતિથી તે ગમનના સ્થાનમાં જાય છે. તેથી જીવની જેમ પુદગલોની પણ ગમનક્રિયા છે.
વળી ઔદારિકશરીરધારી કે વૈક્રિયશરીરધારી જીવો સ્વપ્રયત્નરૂપ પ્રયોગના પરિણામને વશ કે પર દ્વારા પ્રેરણા કરાયેલા પ્રયોગના પરિણામને વશ વિગ્રહગતિથી કે અવિગ્રહગતિથી સ્થાનાંતર જાય છે અર્થાત્ સમશ્રેણિથી પણ તેઓ જાય છે અને વિષમશ્રેણિથી પણ જાય છે. સમશ્રેણિથી જાય ત્યારે અવિગ્રહગતિથી જાય છે અને વિષમશ્રેણિથી જાય ત્યારે વિગ્રહગતિથી જાય. આ રીતે પ્રયત્નથી થનારી ગતિમાં વિગ્રહનો કોઈ નિયમ નથી અર્થાત્ ઉચિત સ્થાને અનેક વિગ્રહથી પણ પહોંચે છે.
અહીં વિશેષ એ છે કે જન્માંતરમાં જનાર જીવ સમણિથી જાય છે ત્યારે ત્રસનાડીથી બહાર રહેલા જીવો ત્રસનાડીથી બહારના ભાગમાં જ કોઈ સ્થાનમાં ઉત્પન્ન થવાના હોય ત્યારે અવક્રગતિથી પણ જાય છે.