________________
५०
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૨ / સૂત્ર–૩૬, ૩૭ नामेव गर्भः, गर्भ एव जराय्वादीनां, नारकदेवानामेवोपपातः, उपपात एव नारकदेवानाम् । शेषाणामेव सम्मूर्च्छनम्, सम्मूर्च्छनमेव शेषाणाम् ।।२ / ३६ ।।
ભાષ્યાર્થ ઃ
जराखण्डपोतजनारकदेवेभ्यः શેષાળામ્ ।। જરાયુ, અંડજ, પોતજ, તારક અને દેવોથી શેષ જીવોને સંમૂર્ચ્છન જન્મ છે. અહીં શેષ જીવોને સંમૂર્ચ્છન જન્મ છે, એ કથનમાં ઉભયનું અવધારણ થાય છે.
.....
તે ઉભયનું અવધારણ ભાષ્યકારશ્રી સ્પષ્ટ કરે છે
જરાયુ આદિ જીવોને જ ગર્ભજન્મ છે, ગર્ભજન્મ જ જરાયુ આદિને છે. નારક-દેવોને જ ઉપપાત છે, ઉપપાત જ નારક–દેવોને છે. શેષ જીવોને જ સંમૂર્ચ્છત જન્મ છે, સંમૂર્ચ્છત જન્મ જ શેષ જીવોને છે. ।।૨/૩૬II
ભાવાર્થ:
પૂર્વમાં ત્રણ પ્રકારના ગર્ભથી જન્મ કહેલા : જરાયુ, અંડજ અને પોતજ. એ સર્વ ગર્ભવાળા જીવોથી અન્ય જીવો પૈકી નારક અને દેવોનો જન્મ ઉપપાતથી છે, તે સિવાયના અન્ય સર્વ જીવોનો જન્મ સંમૂર્ચ્છન જન્મ છે.
વળી આ કથનમાં બન્ને ઠેકાણે એવકારનો પ્રયોગ છે.
તેથી એ પ્રાપ્ત થાય કે જરાયુ આદિ ત્રણ પ્રકારના જીવોને જ ગર્ભથી જન્મ છે, અન્યને નહીં. ગર્ભથી જન્મ જ જરાયુ આદિ ત્રણને છે, અન્ય જન્મ નથી. માટે ગર્ભજન્મ અને જરાયુ આદિ ત્રણભેદોની નિયત વ્યાપ્તિ છે, તેમ ફલિત થાય.
વળી ના૨કને અને દેવોને જ ઉપપાત જન્મ છે, અન્યને ઉપપાત જન્મ નથી. ઉપપાત જન્મ જ નારકદેવોને છે, અન્ય જન્મ નારક-દેવોને નથી, એ પ્રકારે ઉપપાત જન્મની સાથે ના૨ક-દેવોની નિયત વ્યાપ્તિ
છે.
વળી શેષ જીવોને જ સંમૂર્ચ્છન જન્મ છે, જરાયુ આદિ જીવોને નહીં. સંમૂર્ચ્છન જન્મ જ શેષ જીવોને છે, અન્ય જન્મ શેષ જીવોને નથી. આ પ્રકારે નિયત વ્યાપ્તિ છે. II૨/૩૬ા
અવતરણિકા :
પૂર્વમાં જીવોની યોનિ અને જીવોના ગર્ભજ આદિ ભેદો બતાવ્યા, તે ભેદવાળા જીવોનાં શરીર કેટલાં છે ? તે બતાવવા અર્થે કહે છે
સૂત્રઃ
औदारिकवैक्रियाहारकतैजसकार्मणानि शरीराणि । । २ / ३७ ।।
-