________________
I
તાવાર્થાપિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૨સૂત્ર-૪ (૬) કામણ જ એક થાય કોઈક જીવને એક કામણશરીર જ થાય. અથવા (૭) કોઈક જીવને કામણ અને તેજસ થાય. (આ ભાંગો શૂન્ય છે.) અથવા (૭) કોઈક જીવને કામણ અને દારિક થાય. અથવા (૮) કોઈક જીવને કાર્પણ અને વૈથિ થાય. અથવા (૯) કોઈક જીવને કામણ, દારિક અને વૈક્રિય થાય. અથવા (૧૦) કોઈક જીવને કાર્મણ, દારિક અને આહારક થાય. અથવા (૧૧) કોઈક જીવને કાશ્મણ, તેજસ, દારિક અને વૈક્રિય થાય. અથવા (૧૨) કોઈક જીવને કાર્પણ, તેજસ,
દારિક અને આહારક થાય છે. પરંતુ ક્યારે પણ યુગપદ્ પાંચ શરીર કોઈ જીવને હોતાં નથી. વળી વૈક્રિય અને આહારક યુગપદ્દ હોતાં નથી; કેમ કે સ્વામીનો વિશેષ છે=શરીરના સ્વામીનો ભેદ છે, એ પ્રમાણે આગળ કહેવાશે. 1ર/૪૪ ભાવાર્થ
ગ્રંથકારશ્રી સર્વ જીવોને તૈજસશરીર અને કાર્યણશરીર સ્વીકારે છે. તે મત પ્રમાણે એક જીવને એક સાથે કેટલાં શરીરની પ્રાપ્તિ છે ? તે વિષયમાં પાંચ વિકલ્પની પ્રાપ્તિ છે.
જે જીવો મૃત્યુ પામીને વિગ્રહગતિથી અન્ય ભવમાં જાય છે ત્યારે માત્ર તેજસ, કાર્મણશરીરનો સંબંધ હોય છે, અન્ય કોઈ શરીરનો સંબંધ નથી. માટે તેના જીવને આશ્રયીને તૈજસ, કાર્મણ બે શરીર હોય છે. વળી જેઓ મનુષ્ય કે તિર્યંચ ભવમાં જન્મે છે તેઓને તૈજસ, કાર્પણ અને ઔદારિકશરીરનો સંબંધ હોય છે. તેથી તેવા જીવને આશ્રયીને એક સાથે તૈજસ, કાર્પણ અને ઔદારિક એમ ત્રણ શરીરનો સંબંધ છે. વળી જે જીવો દેવ કે નારક તરીકે ઉત્પન્ન થાય તેઓને તેજસ, કાર્પણ અને વૈક્રિયશરીર એક જીવને આશ્રયીને ત્રણ શરીરો હોય છે. વળી જે મનુષ્યો કે તિર્યંચોને વૈક્રિયલબ્ધિ થઈ છે તેઓને તૈજસ, કાર્મણ, ઔદારિક અને વૈક્રિય એમ ચાર શરીર એક સાથે હોય છે; કેમ કે ઔદારિકશરીરવાળા એવા તેઓ પોતાનું વૈક્રિયશરીર બનાવે, ત્યારે તેઓ દારિકશરીરવાળા પણ છે અને વૈક્રિયશરીરવાળા પણ છે. માટે તેઓને એક સાથે ચાર શરીરની પ્રાપ્તિ છે.
વળી કોઈ ચૌદપૂર્વધર મહાત્માને આહારકલબ્ધિ પ્રગટી હોય અને શાસ્ત્રના કોઈક પદાર્થ વિષયક સંદેહના નિવારણ નિમિત્તે કે તીર્થકરોની ઋદ્ધિના દર્શન નિમિત્તે મહાવિદેહક્ષેત્ર આદિમાં રહેલા તીર્થકરો પાસે આહારકશરીરથી જાય, ત્યારે તેઓ આહારકશરીર બનાવે છે. તે વખતે તેઓને તૈજસ, કાર્મણશરીરનો યોગ, મનુષ્યરૂપે ઔદારિકશરીરનો યોગ, અને આહારકશરીરનો યોગ એમ ચાર એક સાથે પ્રાપ્ત થાય છે. આ પાંચેય વિકલ્પ તૈજસ, કાર્મણશરીર સ્વીકારનાર આચાર્યના મતે થાય છે.
વળી અન્ય આચાર્ય સર્વ જીવોને તૈજસશરીર સ્વીકારતા નથી. તેઓના મતાનુસાર એક જીવને આશ્રયીને અનેક શરીરના સંબંધના વિકલ્પો સાત પ્રાપ્ત થાય છે.
(૧) જે જીવો વિગ્રહગતિથી અન્ય ભવમાં જાય છે તેઓને વિગ્રહગતિમાં માત્ર કાર્યણશરીર જ હોય છે. (૨) વળી જે જીવો કાળ કરીને મનુષ્ય કે તિર્યંચ થાય છે તેઓને કાર્મણશરીર અને ઔદારિકશરીરના યોગરૂ૫ બીજો વિકલ્પ પ્રાપ્ત થાય છે. (૩) વળી જે જીવો દેવ અને નારકરૂપે ઉત્પન્ન થાય છે તેઓને