________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨) અધ્યાય-૨ / સગ-અપ बध्यते, न वेद्यते, नापि निर्जीर्यत इत्यर्थः शेषाणि तु सोपभोगानि, यस्मात्सुखदुःखे तैरुपभुज्यते कर्म बध्यते वेद्यते निर्जीर्यते च, तस्मात्सोपभोगानीति ।।२/४५।। ભાષાર્થ -
સમિતિ » સોમોબાનીતિ અંત્ય એ સૂત્રક્રમના પ્રામાણ્યથી=સૂત્ર-૩૭માં પાંચ શરીરો બતાવ્યાં એ સૂત્રક્રમના પ્રામાયથી, કામણને કહે છે. અને તે કામણ, નિરુપભોગ છે. કઈ રીતે નિરુપભોગ છે? તે સ્પષ્ટ કરે છે –
તેનાથી કામણશરીરથી, સુખ-દુખનો ઉપભોગ થતો નથી. તેનાથી કામણશરીરથી, કર્મ બંધાતાં નથી. કર્મ, વેદન થતું નથી. વળી કામણશરીરથી નિર્જરા થતી નથી એ પ્રકારનો નિરુપભોગનો અર્થ છે. વળી શેષ કામણશરીર સિવાય અન્ય શરીરો, સોપભોગ છે. જે કારણથી તેઓ વડે=કાર્પણ સિવાયનાં ચાર શરીર વડે, સુખ-દુઃખનો ઉપભોગ કરાય છે, કર્મ બંધાય છે, કર્મનું વેદના થાય છે અને કર્મની નિર્જરા થાય છે. તે કારણથી સોપભોગ છે.
ત્તિ શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. રાજપા ભાવાર્થ -
સૂત્ર-૩૭માં ઔદારિક આદિ પાંચ શરીરો બતાવ્યાં તે ક્રમ અનુસાર અંતિમ કાર્મણશરીર છે. અને તે કાર્મણશરીર ઉપભોગનું સાધન નથી.
કેમ ઉપભોગનું સાધન નથી? તેમાં યુક્તિ બતાવે છે – કાર્મણશરીરથી જીવને સુખ-દુઃખાદિનો અનુભવ થતો નથી, સુખ-દુઃખનો અનુભવ ઔદારિક આદિ ચાર શરીરોથી થાય છે. વળી દારિક આદિ શરીરના બળથી જીવ જે ભાવો કરે છે તેનાથી નવાં કર્મો બાંધે છે. જીવને કર્મોનું વેદન પણ તે ચાર શરીરોથી થાય છે. તે ચાર શરીર દ્વારા કર્મની નિર્જરા થાય છે. તે પ્રકારનો કર્મનો બંધ, વેદન અને નિર્જરા પણ કાર્યણશરીરથી થતી નથી.
અહીં પ્રશ્ન થાય કે વિગ્રહગતિમાં જીવ હોય છે, ત્યારે માત્ર કાર્મણશરીર છે એ વખતે સુખ-દુઃખનો ઉપભોગ કે કર્મબંધ વગેરે કાર્યણશરીરથી થતા નથી, તેમ કેમ કહી શકાય? તેનું તાત્પર્ય બતાવતાં કહે છે –
છદ્મસ્થના સુખ-દુઃખનો ઉપયોગ અંતર્મુહૂર્તનો છે, એક સમય એ સમયનો નથી. સુખ-દુઃખનું વેદન પૂર્વના શરીર સાથેના સંબંધથી જે થતું હતું તે વેદનનો ઉપયોગ વિગ્રહગતિમાં બે-ત્રણાદિ સમય કાળમાં ચાલુ હોય છે, તે ઉપયોગ કાર્મણશરીરથી નથી થયો પરંતુ પૂર્વના ઔદારિક આદિ શરીરથી થયેલો છે. વળી જીવ જે કાંઈ અધ્યવસાય કરે છે એ મન, વચન, કાયાના યોગથી કરે છે અને તે યોગવ્યાપાર પણ આંતર્મુર્તિક છે, એક-બે સમયનો કોઈ યોગવ્યાપાર નથી, માટે પૂર્વના દેહના સંબંધથી જે વ્યાપાર ચાલે છે તે વ્યાપારને અનુરૂપ કર્મબંધ પ્રતિસમય ચાલુ છે તેમ વિગ્રહગતિમાં પણ કર્મનો બંધ થાય છે, કર્મનું વેદન