________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૨/ સૂત્ર-૪૯
કઈ રીતે તુલ્ય છે ? તે બતાવે છે – ગ્રાહ્ય, છેવ, ભેલ, દાઠા, પાર્થ આદિ. એ પ્રકારના ઉદાહરણથી ઔદારિક છે એ પ્રમાણે અન્ય શરીરો નથી=વૈકિયાદિ શરીરો નથી.
અથવા ઉદાર એ સ્કૂલનામ છે. સ્કૂલના જ પર્યાયવાચી શબ્દો કહે છે – સ્કૂલ, ઉદ્ગત, પુષ્ટ, બૃહતું, મહતુ એ સ્થૂલ શબ્દના પર્યાયવાચી શબ્દો છે. ઉદાર જ દારિક છે અર્થાત સ્થૂલસ્વરૂપ ઉદાર જ ઔદારિક છે. એ પ્રમાણે=જે પ્રમાણે દારિકશરીર છે તે પ્રમાણે, શેષ શરીરો નથી. કેમ શેષ શરીરો નથી ? તેથી કહે છે – તેઓનું વૈકિય આદિ શરીરોનું, પર પર=ઉત્તર ઉત્તરનું, સૂક્ષ્મ છે એ પ્રમાણે કહેવાયું છે. I. ભાવાર્થ
પૂર્વમાં ઔદારિક આદિ પાંચ શરીરો બતાવ્યાં ત્યાં શંકા કરે છે કે ઔદારિક આદિ પાંચ શરીરોને ઔદારિક, વૈક્રિય એ પ્રકારની સંજ્ઞા કરી છે. તે સંજ્ઞાનો વાચ્ય પદાર્થ શું છે ? અર્થાત્ આ શરીરને દારિક, આ શરીરને વૈક્રિય એ પ્રમાણે કેમ કહ્યું છે? તેનો ઉત્તર આપતાં કહે છે – ઔદારિકશરીરમાં ઉદાર શબ્દ છે તે ઉગ્રતાર અર્થમાં છે. તેથી એ પ્રાપ્ત થાય કે ઔદારિકશરીરની ઉગતા–ઉત્કૃષ્ટતા, આરા=છાયા, છે માટે તેને ઉદ્ગતાર કહેવાય છે; જે તીર્થંકર, ગણધરના શરીરને સામે રાખીને અન્ય સર્વ શરીરો કરતાં તેમની છાયા ઉત્કૃષ્ટ કોટિની છે તે બતાવે છે, અર્થાતુ અન્ય સર્વ શરીરો કરતાં શ્રેષ્ઠ કોટિના પરમાણુથી બનેલું તેઓનું શરીર છે. માટે તેને આશ્રયીને ઉદાર એવું શરીર તે ઔદારિકશરીર છે એમ કહેવાય છે.
અથવા ઉત્કટાર એ ઉદાર છેઃઉત્કટ પ્રમાણવાળું શરીર ઔદાંરિકશરીર છે; કેમ કે અવસ્થિત સાતિરેક યોજના સહસ્ત્ર પ્રમાણ ઔદારિકશરીર કોઈક જીવોને હોય છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે ઔદારિકશરીરવાળા જીવો એક હજાર યોજન અધિક દેહના પરિમાણવાળા હોય છે તેવું દેહનું પરિમાણ અન્ય કોઈ મૂળ શરીરનું નથી; કેમ કે વૈક્રિયશરીરવાળા દેવો કે નારકીનું મૂળ શરીર તેટલું મોટા પ્રમાણવાળું નથી. તેથી ઉત્કટ શરીરના માનને આશ્રયીને પ્રથમ શરીરને ઔદારિકશરીર કહેલ છે.
વળી ત્રીજો અર્થ કહે છે – ઉદ્ગમ જ ઉદાર છે=શરીરની નિષ્પત્તિના પ્રારંભથી માંડીને સતત વધે છે, જીર્ણ થાય છે, શીર્ણ થાય છે