________________
તવાધિગમસૂત્ર ભાગ-૨અધ્યાય-૨/ સુગ-૪૯ અને તે તે રૂપે પરિણમન પામે છે એ પ્રમાણે ઉદાર ઉદ્ગમ છે. માટે પ્રથમ શરીરને ઔદારિકશરીર કહેવાય છે અર્થાત્ ઉદારના અર્થમાં જ દારિક શબ્દનો પ્રયોગ છે. અન્ય શરીરો ઉદ્ગમથી માંડી સતત વધ્યા કરે, જીર્ણ થયા કરે ઇત્યાદિ સ્વરૂપ નથી; કેમ કે દેવો પોતાની શયામાં ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થયાના અંતર્મુહૂર્તમાં પોતાની કાયાના પરિમાણવાળા થાય છે. જ્યારે દારિકશરીર તો ઉત્પત્તિથી માંડીને સતત વધે છે. આથી જમ્યા પછી બાળક પ્રતિદિવસ વધીને તેનું શરીર યૌવન અવસ્થામાં પૂર્ણ ખીલેલી અવસ્થા સુધી પહોંચે છે પછી જીર્ણ પણ થાય છે, શીર્ણ પણ થાય છે અને વૃદ્ધાવસ્થારૂપે પરિણમન પણ પામે છે. તે રૂપે વૈક્રિયાદિ શરીરો થતાં નથી માટે પ્રથમ શરીરને ઔદારિકશરીર કહે છે. વળી ઉદારનો અર્થ અન્ય પ્રકારે કરે છે –
જે પ્રકારે ઉદ્દગમ છે=જે જે શરીરનો ઉદ્દગમ છે, તે સર્વ તુલ્ય છે; કેમ કે દારિકશરીરવાળા જીવોનું શરીર માંસ-હાડકાંથી બદ્ધ છે; તે ઔદારિકશરીર ગ્રાહ્ય છે=કોઈકનાથી ગ્રહણ થઈ શકે તેવું છે; શસ્ત્રાદિથી છેદ્ય છે શસ્ત્રાદિથી છેદાય તેવું છે; ભેદ્ય છે=નારાચ આદિથી ભેદાય તેવું છે. અગ્નિથી દાહ્ય છે. વળી મહાવાયુથી હરણ થાય તેવું છે. વૈક્રિયાદિ અન્ય શરીરો તેવાં નથી. માટે પ્રથમ શરીરને ઔદારિકશરીર કહેલ છે.
વળી ઉદારનો અર્થ અન્ય પ્રકારે કરે છે – ઉદાર એટલે સ્કૂલ. સ્કૂલના પર્યાયવાચી શબ્દો બતાવે છે –
સ્થૂલ છે, ઉગ્રત છે=અતિ ઊંચું છે, પુષ્ટ છે શુક્ર-શોણિતાદિ દ્રવ્યોથી પ્રચિત છે, બૃહત્ છે પ્રતિક્ષણ વૃદ્ધિનો યોગ છે અથવા મહતુ છે=હજાર યોજન પ્રમાણ મોટું છે. આવા પ્રકારનું સ્થૂલાદિ સ્વરૂપ ઉદાર જ શરીર ઔદારિક છે, એ પ્રમાણે વૈક્રિયાદિ શરીરો નથી; કેમ કે વૈક્રિય આદિ ઉત્તર ઉત્તરનું શરીર સૂક્ષ્મ છે. માટે અન્ય સર્વ શરીર કરતાં સ્કૂલ શરીર હોવાથી પ્રથમ શરીરને ઔદારિકશરીર કહેવામાં આવે છે. II
ભાષ્ય :
वैक्रियमिति, विक्रिया विकारो विकृतिर्विकरणमित्यनर्थान्तरम् । विविधं क्रियते, एकं भूत्वा अनेकं भवति, अनेकं भूत्वा एकं भवति, अणु भूत्वा महद् भवति, महच्च भूत्वा अणु भवति, एकाकृति भूत्वा अनेकाकृति भवति, अनेकाकृति भूत्वा एकाकृति भवति, दृश्यं भूत्वा अदृश्यं भवति, अदृश्यं भूत्वा दृश्यं भवति, भूमिचरं भूत्वा खेचरं भवति, खेचरं भूत्वा भूमिचरं भवति, प्रतिघाति भूत्वाऽप्रतिघाति भवति, अप्रतिघाति भूत्वा प्रतिघाति भवति, युगपच्चैतान् भावाननुभवति, नैवं शेषाणीति । विक्रियायां भवति, विक्रियायां जायते, विक्रियायां निर्वय॑ते, विक्रियैव वा વદિયા