________________
.
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨/ અધ્યાય-૨ / સૂર-૪૯ શરીર આહારના પાચનમાં, શાપમાં કે અનુગ્રહમાં ઉપયોગી થતાં નથી. તેથી અન્ય શરીરો કરતાં તૈજસશરીર વિલક્ષણ છે.
કાર્મણશરીરની વ્યુત્પત્તિ કરે છે – કર્મનો વિકાર કર્મોનું કાર્ય, એ કાર્મણશરીર છે. તેથી એ પ્રાપ્ત થાય કે પૂર્વમાં જીવે બાંધેલાં જે કર્મો હતાં તે કર્મોને કારણે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગરૂપ જે આત્માના પરિણામ થાય છે તે પરિણામથી નવાં કર્મો બંધાય છે, તે પૂર્વનાં કર્મોનો વિકાર છે અને તે કાર્મણશરીર છે. તે કાર્મણશરીર કર્મોના સમૂહરૂપ છે અર્થાત્ કર્મમય છે; આ પ્રકારે શેષ શરીરો નથી અર્થાત્ શેષ શરીરો કર્મના વિકારરૂપ નથી. માટે અન્ય શરીરો કરતાં કાર્મણશરીર વિલક્ષણ છે.
ભાષ્ય :एभ्य एव चार्थविशेषेभ्यः शरीराणां नानात्वं सिद्धम् ।
किं चान्यत् ? कारणतो विषयतः स्वामितः प्रयोजनतः प्रमाणतः प्रदेशसङ्ख्यातोऽवगाहनतः स्थितितोऽल्पबहुत्वत इत्येतेभ्यश्च नवभ्यो विशेषेभ्यः शरीराणां नानात्वं सिद्धमिति ।।२/४९॥ ભાષ્યાર્થ:pa.... સિદ્ધતિ . અને આ જ અર્થવિશેષોથી=દરેક શરીરના અન્ય શરીર કરતાં વિલક્ષણ સ્વરૂપ પૂર્વમાં બતાવ્યું એ જ અર્થવિશેષોથી, શરીરનું અનેકપણું સિદ્ધ છે. અને બીજું શું? એથી કહે છે – કારણથી, વિષયથી, સ્વામીથી, પ્રયોજનથી, પ્રમાણથી, પ્રદેશની સંખ્યાથી, અવગાહનથી, સ્થિતિથી અને અલ્પબદુત્વથી એ પ્રકારના આ નવ વિશેષોથી શરીરોનું દારિક આદિ પાંચ શરીરોનું, નાનાપણું સિદ્ધ છે. રાજા ભાવાર્થ -
પૂર્વમાં પાંચેય શરીરો પરસ્પર અન્ય શરીર કરતાં જુદાં છે તેમ સ્થાપન કર્યું. એ અપેક્ષાએ પાંચેય શરીરો પરસ્પર જુદાં છે તેમ સિદ્ધ થયું. હવે અન્ય નવ કારણોથી પણ એ પાંચેય શરીરો પરસ્પર જુદાં છે એ બતાવે
(૧) કારણથી:
કારણથી પાંચેય શરીરો જુદાં છે અર્થાતુ પાંચેય શરીરોના કારણભૂત વર્ગણાઓ પૂલ, સૂક્ષ્મ ઇત્યાદિ ભેદથી ઉપચિત પરમાણુઓની બનેલી હોવાને કારણે તે પાંચે શરીરોનો પરસ્પર ભેદ છે. જેમાં પ્રથમ શરીર સ્થૂલ પરમાણુઓનું બનેલું છે, બીજું શરીર તેનાથી સૂક્ષ્મ પરમાણુઓથી બનેલું છે, એ પ્રકારે ઉત્તર ઉત્તરનાં શરીરો સૂક્ષ્મ સૂક્ષ્મ અને અધિક અધિક પરમાણુઓનાં બનેલાં હોવાથી ઔદારિક આદિ પાંચેય શરીરોનું નાનાપણું છે.