________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૨ / સૂત્ર-૪૯
૮૧
અથવા વિક્રિયામાં નિષ્પાદન કરાય છે અથવા વિક્રિયા જ વૈક્રિય છે. માટે તે શરીરને વૈક્રિયશ૨ી૨ એ પ્રમાણે સંજ્ઞા આપી છે.
ભ:
आहारकमाहियत इत्याहार्यम्, आहारकमन्तर्मुहूर्तस्थिति नैवं शेषाणि ।
तेजसो विकारस्तैजसं तेजोमयं तेजः स्वतत्त्वं शापानुग्रहप्रयोजनम् नैवं शेषाणि । कर्मणो विकारः कर्मात्मकं कर्ममयमिति कार्मणम् नैवं शेषाणि ।
ભાષ્યાર્થ ઃ
आहारकम् શેષાળિ । આહારકશરીરની વ્યુત્પત્તિ બતાવે છે
જે આહરણ કરાય તે આહાર્ય છે. તેથી આહારક અને આહાર્ય એકાર્થવાચી શબ્દ છે. આહારક અંતર્મુહૂર્ત સ્થિતિવાળું છે, એ રીતે શેષ શરીરો નથી.
તેજસનો વિકાર તેજસ છે. તેજોમય, તેજસ સ્વતત્ત્વવાળું, શાપ-અનુગ્રહના પ્રયોજનવાળું છે, એ
પ્રકારે શેષ શરીર નથી.
કર્મનો વિકાર, કર્માત્મક, કર્મમય એ કાર્પણ છે, એ પ્રમાણે શેષ નથી.
ભાવાર્થઃ
આહારક, તૈજસ અને કાર્યણશ૨ી૨નું સ્વરૂપ બતાવે છે. તેમાં પ્રથમ આહારક શબ્દની વ્યુત્પત્તિ બતાવે
.....
આહરણ કરાય છે એ આહાર્ય છે, એ પ્રકારની આહારક શબ્દની વ્યુત્પત્તિ છે. આહારકશરીર અન્ય શરીર કરતાં કઈ રીતે વિલક્ષણ છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે
-
આહારકશરીર અંતર્મુહૂર્ત સ્થિતિવાળું છે, અધિક સ્થિતિવાળું નથી. આ પ્રકારના અન્ય શરીરો નથી અર્થાત્ અન્ય શરીરો અંતર્મુહૂર્તથી અધિક સ્થિતિવાળાં હોય છે.
વળી તૈજસશરીરનું સ્વરૂપ બતાવે છે -
તેજસનો વિકાર=પાચનનું કારણ બને એવા અગ્નિનો વિકાર, તે તૈજસ છે. તે તૈજસશરીર તેજોમય છે=પાચનનું કારણ બને એવો અગ્નિમય છે. વળી તે તૈજસશ૨ી૨નું અગ્નિ એ સ્વતત્ત્વ છે=અગ્નિનું સ્વરૂપ જ તૈજસશરીર છે. વળી તે તૈજસશ૨ી૨ કોઈને શાપ આપવા માટે કે અનુગ્રહ કરવાના પ્રયોજનવાળું છે. આથી જ તેજોલેશ્યા જેઓએ પ્રાપ્ત કરી છે તેઓ કોઈકને શાપ આપીને તેનો વિનાશ કરી શકે છે અને શીતલેશ્યા જેઓએ પ્રાપ્ત કરી છે તેઓ તે તૈજસશરીરને શીતરૂપે પરિણમન પમાડીને અનુગ્રહ કરે છે. જેમ વીર ભગવાને તેજોલેશ્યાથી બળતા ગોશાળાનું શીતલેશ્યા દ્વારા ૨ક્ષણ કર્યું. એ રીતે તૈજસશરીરથી અન્ય