________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨) અધ્યાય-૨| સૂત્ર-૪૯ કઈ રીતે વૈક્રિયશરીર વિવિધ પ્રકારે કરાય છે ? તેથી કહે છે –
વૈક્રિયશરીરવાળા દેવો, નારકો કે વૈક્રિયશરીરવાળા મનુષ્યાદિ જીવો ક્યારેક વૈક્રિયશરીરરૂપે એક થાય છે, તો વળી ક્યારેક અનેક થાય છે. આથી દેવો ઉત્પન્ન થાય છે ત્યારે એક વૈક્રિયશરીરવાળા હોય છે અને જ્યારે ઇચ્છા થાય ત્યારે ઉત્તરવક્રિયશરીર બનાવીને અનેકરૂપે થાય છે. વળી અનેક ઉત્તરશરીરરૂપે થઈને જ્યારે એક થવાની ઇચ્છા થાય ત્યારે એક પણ બને છે. એ પ્રમાણે ઔદારિક આદિ શરીરો એક-અનેકરૂપે થતાં નથી.
વળી વૈક્રિયશરીરમાં અન્ય પ્રકારની વિવિધ ક્રિયા થાય છે, તે બતાવે છે – વૈક્રિયશરીરધારી જીવો ક્યારેક ઇચ્છાનુસાર અણુ જેટલા થઈને પાછળથી મોટી કાયાવાળા બને છે. આથી દેવો કોઈક પ્રયોજન હોય ત્યારે અણુ જેટલું ઉત્તરવૈક્રિય બનાવે છે, તો ક્યારેક અણુ જેટલું શરીર બનાવ્યા પછી લાખ યોજનનું મોટું શરીર બનાવે છે. વળી મોટું શરીર બનાવ્યા પછી જરૂર પડે ત્યારે અણુ જેવું પણ બનાવે છે. આથી અમરેન્દ્ર ઉત્પાતકાળમાં એક લાખ યોજન પ્રમાણ ઉત્તરવૈક્રિયશરીર બનાવ્યું. અને પછી ભાગીને ભગવાનના પગ વચ્ચે બેસે છે ત્યારે અણુ જેટલું શરીર બનાવી દીધું. આ પ્રકારની વિવિધ ક્રિયા વૈક્રિયશરીરમાં થાય છે, અન્ય શરીરમાં થતી નથી. માટે તે શરીર વૈક્રિયશરીર કહેવામાં આવે છે.
વળી વૈક્રિયશરીરવાળા જીવો એક આકૃતિવાળા થઈને અનેક આકૃતિવાળા થાય છે. આથી જ તેવા પ્રકારના પ્રયોજન વખતે એક આકૃતિવાળા ઉત્તરવૈક્રિયશરીરધર દેવાદિ કે મનુષ્યાદિ પોતાનાં અનેક શરીરો બનાવે છે. વળી અનેક આકૃતિવાળા થઈને તેવું પ્રયોજન જણાય ત્યારે એક આકૃતિવાળા થાય છે. આ પ્રકારની તેની વિવિધ ક્રિયાને કારણે તેને વૈક્રિયશરીર કહેવાય છે.
વળી વૈક્રિયશરીર ક્યારેક દૃશ્ય સ્વરૂપવાળું હોય છે. ક્યારેક અદૃશ્ય સ્વરૂપવાળું પણ બને છે. તેથી પ્રયોજનને વશ દેવો કે વૈક્રિયશરીરધારી અન્ય જીવો પોતાનું શરીર દશ્ય કરીને અદશ્ય કરે છે. અદશ્ય કરીને દશ્ય કરે છે. તે સર્વ વિવિધ ક્રિયા છે. વળી વૈક્રિયશરીર ક્યારેક મનુષ્યની જેમ ભૂમિ પર ચાલનારું બને છે. તો વળી ક્યારેક ભૂમિચર થઈને આકાશમાં ઊડનારું બને છે. અને આકાશમાં ઊડનાર બનીને ભૂમિચર ચાલનાર બને છે એ પણ વૈક્રિયશરીરની વિવિધ ક્રિયાઓ છે.
વળી વૈક્રિયશરીર ક્યારેક અન્યને પ્રતિઘાત કરનાર થાય છે કે અન્યથી પ્રતિઘાત પામનાર થાય છે, તો વળી ઇચ્છાનુસાર અપ્રતિઘાતિ પણ બને છે. અપ્રતિઘાતિ થઈને પ્રતિઘાતિ પણ બને છે. આ સર્વ વૈક્રિયશરીરની વિવિધ ક્રિયા છે. વળી ક્યારેક એક સાથે આ સર્વ ભાવોને કરનારાં પણ બને છે. એ રીતે દારિક આદિ અન્ય શરીરો વિવિધ ક્રિયાને કરનારાં નથી. માટે તે શરીરને વૈક્રિય એ પ્રમાણેની સંજ્ઞા આપેલ છે.
વળી વૈક્રિય શબ્દની અન્ય વ્યુત્પત્તિ બતાવે છે – વિક્રિયામાં હોય છે=વિવિધ પ્રકારની ક્રિયામાં વૈક્રિયશરીર વર્તે છે, અથવા વિક્રિયામાં ઉત્પન્ન થાય છે