________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૨ | સૂત્ર-૪૯ ઔદારિકશ૨ી૨ ઉત્કૃષ્ટથી સાતિરેક યોજન સહસ્ર પ્રમાણ છે. વૈક્રિયશરીર ઉત્કૃષ્ટથી યોજનલક્ષ પ્રમાણ છે. આહારકશરીરનું પ્રમાણ રત્નિપ્રમાણ છે=એક હાથ પ્રમાણ છે. તૈજસ-કાર્પણશરીર ચૌદરાજલોકના આયામ પ્રમાણ છે; કેમ કે અધોલોકના નીચેના ભાગથી કાળ કરીને ઊર્ધ્વલોકના છેડામાં જનાર કોઈ એકેન્દ્રિય જીવ ઇલિકાગતિથી તે ભવમાં જાય ત્યારે અધોલોકના પ્રદેશ સાથે પણ તૈજસ-કાર્મણશ૨ી૨નો સંબંધ છે અને ઊર્ધ્વલોકના નવા ભવના સ્થાન સાથે પણ તે તૈજસ-કાર્મણશરીરનો સંબંધ છે.
(૬) પ્રદેશસંખ્યાથી ઃ
પ્રદેશની સંખ્યાથી ઔદારિક આદિ પાંચ શરીરનો ભેદ આ પ્રમાણે છે –
ઔદારિકશરીર કરતાં વૈક્રિયશરીર અસંખ્યાતગુણ પ્રદેશોવાળું છે, વૈક્રિયશરીર કરતાં આહારકશરીર અસંખ્યાતગુણ પ્રદેશોવાળું છે, આહારકશરીર કરતાં તૈજસશરીર અનંતગુણ પ્રદેશોવાળું છે અને તૈજસશરીર કરતાં કાર્યણશરીર અનંતગુણ પ્રદેશોવાળું છે. તેથી પરમાણુના પ્રચયની અપેક્ષાએ પાંચેય શરીરનો ભેદ હોવાથી પાંચેય શરીરોનું નાનાપણું છે.
(૭) અવગાહના :
વળી પાંચેય શરીરોનો અવગાહનાકૃત ભેદ છે તે આ પ્રમાણે –
ઔદારિકશ૨ી૨ ઉત્કૃષ્ટથી સાતિરેક યોજન સહસ્ર પ્રમાણ અવગાહનાવાળું છે. તેનાથી ઘણા અસંખ્યેય પ્રદેશની અવગાહનાવાળું ઉત્કૃષ્ટથી યોજન લક્ષ પ્રમાણ વૈક્રિયશરીર છે. વળી આહારકશરીર ઔદારિક અને વૈક્રિયશરીર કરતાં અલ્પ પ્રદેશની અવગાહનાવાળું છે; કેમ કે હસ્તમાત્ર પ્રમાણ છે. તૈજસ અને કાર્પણ લોકના અંત સુધી લાંબા આકાશશ્રેણીની અવગાહનાવાળાં છે.
(૮) સ્થિતિથી :
સ્થિતિથી પાંચ શરીરનો ભેદ છે. તે આ પ્રમાણે -
ઔદારિકશરીરની જઘન્યથી સ્થિતિ અંતર્મુહૂર્ત છે, ઉત્કૃષ્ટથી સ્થિતિ ત્રણ પલ્યોપમ છે; કેમ કે પ્રથમ આરામાં ત્રણ પલ્યોપમ આયુષ્યવાળા મનુષ્યો અને તિર્યંચો હોય છે. વૈક્રિયશરીરની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમ હોય છે; કેમ કે સર્વાર્થસિદ્ધ અને સાતમી નરકમાં ૩૩ સાગરોપમનું આયુષ્ય હોય છે. આહારકશરીરની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની હોય છે. તૈજસ-કાર્યણશ૨ી૨ની પ્રવાહના અનુરોધથી અનાદિકાળથી અનંતકાળ સુધી અભવ્યજીવ સંબંધી સ્થિતિ છે અને ભવ્યજીવ સંબંધી તૈજસ-કાર્મણશ૨ી૨ની સ્થિતિ અનાદિ-સાંત છે; કેમ કે જે જે ભવ્યજીવો મોક્ષમાં જાય છે, તેઓનાં તૈજસકાર્મણશરીર અનાદિનાં હતાં અને સિદ્ધિમાં ગમન વખતે તેનો અભાવ પ્રાપ્ત થાય છે.
(૯) અલ્પબહુત્વ :
અલ્પબહુત્વકૃત પાંચેય શરીરનો પરસ્પર ભેદ છે. સહુથી અલ્પ આહારકશ૨ી૨ છે, તે પણ ક્યારેક સંભવે છે, ક્યારેક આહારકશરીર જગતમાં પ્રાપ્ત થતું નથી.