________________
૭૬
તવાર્થાધિગમસૂત્ર ભાગ-૨/ અધ્યાય-૨સુગ-૪૯ તેના કર્મથી તે તે શરીર થાય છે=કાર્મણશરીર અંતર્ગત ઔદારિક આદિ પાંચ શરીર નામકર્મો છે. તે તે નામકર્મના ઉદયથી જ તે તે શરીરો થાય છે એ પ્રકારે બંધઅધિકાર નામના આઠમા અધ્યાયમાં કહેવાશે.
કેમ કાર્મણશરીર પાંચેય શરીરનું કારણ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – કર્મ કાર્મણશરીરનું કારણ છે અને અન્ય શરીરનું કારણ છે. તેમાં દૃષ્ટાંત કહે છે – સૂર્યના પ્રકાશની જેમ. તે દૃષ્ટાંતદાષ્ટ્રતિકભાવ સ્પષ્ટ કરે છે –
જે પ્રમાણે સૂર્ય પોતાના આત્માને પ્રકાશન કરે છે અને અન્ય દ્રવ્યોને પ્રકાશન કરે છે પરંતુ સૂર્યનો પ્રકાશક અન્ય કોઈ નથી તે રીતે કાર્યણશરીર પોતાનું કારણ છે અર્થાત્ કાર્યણશરીરનાં એક દેશરૂપ કાર્મણશરીરનામકર્મ એ કાર્મણશરીરનું કારણ છે. અને અન્ય દારિક આદિ ચાર શરીરનું કારણ છે; કેમ કે કાર્મણશરીર અંતર્ગત જ ઔદારિક આદિ શરીરનામકર્મ છે, જેના ઉદયથી તે તે શરીરોની પ્રાપ્તિ છે માટે કાર્મણશરીર ઔદારિક આદિ પાંચેય શરીરોનું કારણ છે. ભાષ્ય :
अत्राह-औदारिकमित्येतदादीनां शरीरसंज्ञानां कः पदार्थ इति ? । अत्रोच्यते - उद्गतारमुदारम, उत्कटारमुदारम्, उद्गम एव वोदारम्, उपादानात् प्रभृति अनुसमयमुद्गच्छति वर्धते जीर्यते शीर्यते परिणमतीत्युदारम्, उदारमेवौदारिकम्, नैवमन्यानि यथोद्गमं वा निरतिशेषं, ग्राह्यं छेद्यं भेद्यं दाह्य हार्यमित्युदाहरणादौदारिकम्, नैवमन्यानि, उदारमिति च स्थूलनाम, स्थूलमुद्गतं पुष्टं बृहन्महदिति, उदारमेवौदारिकम् नैवं शेषाणि, तेषां हि ‘परं परं सूक्ष्ममि'त्युक्तम् (अ० २, सू० ३८) । ભાણાર્થ :
સત્રાટ ... સૂક્ષ્મનિમ્ ! અહીં=પાંચ શરીરનું વર્ણન કર્યું એમાં, શંકા કરે છે – દારિક એ આદિ શરીર સંજ્ઞાઓનો કયો પદાર્થ છે?=કયો અર્થ છે? દારિક આદિ શબ્દથી કયો વાચ્યાર્થ છે? એ પ્રકારની શંકામાં કહે છે – ઉગતાર ઉદાર છે. અથવા ઉત્કટાર ઉદાર છે અથવા ઉદગમ જ ઉદાર છે.
ઉદ્ગમ જ ઉદાર કેમ છે? તે સ્પષ્ટ કરે છે –
ઉપાદાનથી માંડીને ઔદારિકશરીરના ગ્રહણથી માંડીને અનુસમય ઉદગમ પામે છે, વધે છે, જીર્ણ થાય છે, શીર્ણ થાય છે, પરિણમન પામે છે, એથી ઉદાર છે, ઉદાર જ દારિક છે. એ પ્રમાણે જે પ્રમાણે દારિકશરીર છે એ પ્રમાણે, અવ્ય શરીરો નથી. અથવા જે પ્રમાણે ઉદ્દગમ છે=જે જે ઉદગમ છે તે તે લિરતિશેષ છે=સર્વ દારિકશરીરનો ઉદગમ તુલ્ય છે.