________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૨ / સૂત્ર-૪૪, ૪૫
આશ્રયીને કાર્યણ અને વૈક્રિયશરીરનો યોગ પ્રાપ્ત થાય છે. (૪) વળી જે મનુષ્ય કે તિર્યંચને વૈક્રિયલબ્ધિ થાય છે તેઓ જ્યારે વૈક્રિયશરીર બનાવે છે, ત્યારે તેઓને એક સાથે કાર્યણ, ઔદારિક અને વૈક્રિય એમ ત્રણ શરીરની પ્રાપ્તિ થાય છે.
(૫) વળી ચૌદપૂર્વધર આહા૨કલબ્ધિ યુક્ત સાધુ ભગવાનને પૂછવા આદિના પ્રયોજનથી આહા૨કશરી૨ બનાવે ત્યારે તેઓને કાર્યણ, ઔદારિક અને આહા૨ક એમ ત્રણ શરીરનો યોગ હોય છે. (૬) જે જીવોને મનુષ્ય કે તિર્યંચનો દેહ મળ્યો છે અને તેજસ તથા વૈક્રિયલબ્ધિ પ્રાપ્ત થઈ છે તે જીવો વૈક્રિયશરીર બનાવીને કોઈને શાપ આપવા નિમિત્તે તેજોલેશ્યા મૂકે ત્યારે તે જીવને કાર્યણશરીર, તૈજસશરીર, ઔદારિકશરીર અને વૈક્રિયશ૨ી૨નો યોગ પ્રાપ્ત થાય છે. તેથી એક જીવને આશ્રયીને એક સાથે ચાર શ૨ી૨નો યોગ પ્રાપ્ત થાય.
૭૯
(૭) વળી કોઈ મહાત્મા ચૌદપૂર્વ ભણેલા હોય, આહા૨કલબ્ધિવાળા હોય અને કોઈ એવા પ્રયોજનથી તેજોલેશ્યા કે શીતલેશ્યાના વ્યાપારવાળા હોય તે વખતે તેઓને કાર્યણશ૨ી૨, તૈજસશરીર, મનુષ્યના દેહરૂપ ઔદારિકશરીર અને આહારકશરીરનો યોગ હોય છે. તેથી એક સાથે ચાર શરીરનો યોગ પ્રાપ્ત થાય છે.
વળી કોઈ જીવને ક્યારે પણ એક સાથે પાંચ શરીરનો યોગ થતો નથી અને કોઈ જીવોને એક સાથે વૈક્રિય કે આહારકશરીરનો યોગ થતો નથી; કેમ કે સ્વામીનો ભેદ છે. એ પ્રમાણે આગળમાં કહેવાશે. અર્થાત્ સૂત્ર-૪૮માં વૈક્રિયલબ્ધિના સ્વામી અને સૂત્ર-૪૯માં આહારકશરીરના સ્વામી બતાવાશે. તેમાં બતાવ્યા પ્રમાણે આહારકશ૨ી૨ધ૨ જીવો તે જ વખતે વૈક્રિયશરીરવાળા હોતા નથી. તેથી આહારકશરીર અને વૈક્રિયશરીરની એક સાથે પ્રાપ્તિ નથી. માટે કોઈ જીવને ક્યારેય પણ એક સાથે પાંચ શરીરની પ્રાપ્તિ થાય નહીં. [૨/૪૪
અવતરણિકા :
પાંચ શરીરો કહ્યાં તે શરીરનું પ્રયોજન ઉપભોગ છે; કેમ કે સંસારી જીવો શરીરથી સર્વ પ્રકારનાં સુખ-દુઃખાદિનો ઉપભોગ કરે છે. તેથી શરીરથી ઉપભોગવાળા છે. આમ છતાં કયું શરીર ઉપભોગવાળું નથી ? તે બતાવીને અન્ય શરીરથી સંસારી જીવો ઉપભોગવાળા છે એમ બતાવવા અર્થે કહે છે
સૂત્રઃ- -
निरुपभोगमन्त्यम् ।।२/४५।।
સૂત્રાર્થ :
અંત્ય શરીર નિરુપભોગ છે. ૨/૪૫ા
ભાષ્યઃ
--
-
अन्त्यमिति सूत्रक्रमप्रामाण्यात्कार्मणमाह, तन्निरुपभोगम्, न सुखदुःखे तेनोपभुज्येते, न तेन कर्म