________________
તત્વાર્થીપગમસૂત્ર ભાગ-૨ / અધ્યાય-૨| સૂત્ર-૩૮, ૩૯ પુદ્ગલોથી આરબ્ધ છે અર્થાત્ ઔદારિકશરીર કરતાં સૂક્ષ્મ પરિણામવાળા પુદ્ગલોથી વૈક્રિયશરીરની રચના થઈ છે. વૈક્રિયશરીર કરતાં સૂક્ષ્મપરિણામી પુદ્ગલદ્રવ્યથી આહારકશરીરની રચના થઈ છે. આહારકિશરીર કરતાં સૂક્ષ્મપરિણામી પુદ્ગલદ્રવ્યથી તૈજસશરીરની રચના થઈ છે અને તેજસશરીર કરતાં સૂક્ષ્મપરિણામી પુદ્ગલદ્રવ્યથી કાર્મણશરીરની રચના થઈ છે. તેથી પૂર્વ પૂર્વના કરતાં ઉત્તર ઉત્તરનું શરીર સૂક્ષ્મ છે તેમ કહેલ છે. II/૩૮
સૂત્રઃ
प्रदेशतोऽसङ्ख्येयगुणं प्राक् तैजसात् ।।२/३९।। સૂત્રાર્થ -
પ્રદેશથી અસંખ્યાતગુણ છેકપૂર્વ પૂર્વના શરીર કરતાં ઉત્તર ઉત્તરનું શરીર અસંખ્યાતગુણ છે. આ નિયમ તૈજસથી–તેજસશરીરથી, પૂર્વ સુધીમાં છે. ર/૩૯l ભાષ્ય :
तेषां शरीराणां परं परमेव प्रदेशतोऽसङ्ख्येयगुणं भवति प्राक् तैजसात्, औदारिकशरीरप्रदेशेभ्यो वैक्रियशरीरप्रदेशा असङ्ख्येयगुणाः, वैक्रियशरीरप्रदेशेभ्य आहारकशरीरप्रदेशा असङ्ख्येयगुणा કૃતિ ૨/રૂા . ભાષાર્થ:
તેષાંતિ તે શરીરોમાં પર પર જ પૂર્વ પૂર્વ કરતાં અપર અપર જ, પ્રદેશથી અસંખ્યાતગુણ તેજસશરીરથી પૂર્વે થાય છે. આ કથનને જ ભાષ્યકારશ્રી સ્પષ્ટ કરે છે –
દારિકશરીરના પ્રદેશોથી વક્રિયશરીરના પ્રદેશો અસંખ્યાતગુણા છે. વક્રિયશરીરના પ્રદેશોથી આહારકશરીરના પ્રદેશો અસંખ્યાતગુણા છે.
ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ર/૩૯I ભાવાર્થ
સૂત્ર-૩૮ અને ૩૯થી એ પ્રાપ્ત થાય કે ઔદારિકશરીર ઉત્તરના શરીર કરતાં સ્કૂલ છે અર્થાત્ સ્કૂલ દ્રવ્યથી બનેલું છે અને તેના પ્રદેશની સંખ્યા ઉત્તરના શરીર કરતાં અલ્પ છે. વૈક્રિયશરીર ઔદારિકશરીરની અપેક્ષાએ સૂક્ષ્મદ્રવ્યથી બનેલું છે અને તેના પ્રદેશની સંખ્યા દારિક શરીરના પ્રદેશોની સંખ્યા કરતાં અસંખ્ય ગુણ છે. વળી આહારકશરીર વૈક્રિયશરીર કરતાં સૂક્ષ્મદ્રવ્યથી બનેલું છે અને તેના પ્રદેશોની સંખ્યા વૈક્રિયશરીરના પ્રદેશની સંખ્યાથી અસંખ્યાતગુણ છે. II II