________________
તાર્યાવિગમસૂત્ર ભાગ-૨/ અધ્યાય-૨| સૂર-૧, અર ભાવાર્થ -
પૂર્વના ત્રણ શરીરવાળા જીવો છેલ્લા બે શરીરની જેમ ચૌદ રાજલોકમાં પ્રતિઘાત-વન જઈ શકતા નથી. આથી જ સ્કૂલ ઔદારિકશરીર યુક્ત જીવને ભીંતાદિનો પણ પ્રતિઘાત નડે છે. વૈક્રિયશરીર અને આહારકશરીર યુક્ત જીવો ભીંતાદિમાંથી પ્રતિઘાત વગર બહાર જઈ શકે છે તોપણ ત્રસનાડીથી બહાર જઈ શકતા નથી. જ્યારે તૈજસશરીર અને કાર્મણશરીર ચૌદ રાજલોકમાં લોકના અંતભાગ સુધી કોઈપણ પ્રકારના પ્રતિઘાત વગર જઈ શકે છે; ત્યાંથી આગળ ગતિમાં સહાયક એવું ધર્માસ્તિકાયદ્રવ્ય નહીં હોવાથી પ્રતિઘાત પામે છે. મૃત્યુ પામેલ જીવ પૂર્વના ભવનું દારિકશરીર આદિનો ત્યાગ કર્યા પછી નવા ભવનું શરીર ગ્રહણ કરે ત્યાં સુધી તે માત્ર તૈજસશરીરવાળા અને કાર્મણશરીરવાળા હોય છે. તેઓ ત્રસનાડીથી બહાર ગમે તે સ્થાનમાં જઈ શકે છે અને ત્યાં પોતાના કર્મ અનુસાર તે તે શરીરની રચના કરે છે. રાજા અવતરણિકા -
વળી તેજસશરીરનું અને કાર્યણશરીરનું અન્ય શરીર કરતાં જે વિશેષ છે તે બતાવે છે – સૂત્રઃ
- સનાવિલમ્બ ર ાર/૪રા સૂત્રાર્થ -
અનાદિ સંબંધવાળાં તૈજસશરીર અને કાર્યણશરીર છે. ll/૪શા
ભવ્ય :
ताभ्यां तैजसकार्मणाभ्यामनादिसम्बन्धो जीवस्य इति ।।२/४२॥ ભાષ્યાર્થ :તાપ્યાં. રિ પ તે તેજસશરીર અને કાર્યણશરીરની સાથે જીવતો અનાદિ સંબંધ છે.
ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ૨/૪રા ભાવાર્થ
અનાદિકાળથી જીવ તૈજસશરીર અને કાર્યણશરીરયુક્ત છે. કાશ્મણશરીર અંતર્ગત તે તે આયુષ્યકર્મના ઉદયથી તે તે જન્મને પ્રાપ્ત કરે છે ત્યારે તૈજસશરીરના બળથી નવા શરીરના પુદ્ગલોને તે તે રૂપે પરિણમન પમાડીને સંસારમાં ફરે છે. મુક્ત અવસ્થાની પ્રાપ્તિ પૂર્વે કોઈ જીવમાં ક્યારેય પણ આ તૈજસશરીર અને કાર્મણશરીરનો વિયોગ પ્રાપ્ત થતો નથી. જ્યારે દારિક આદિ બે શરીર જીવને નવા ભવમાં પ્રાપ્ત થાય છે અને વૈલિબ્ધિમાં પણ વૈક્રિયશરીર પ્રાપ્ત થાય છે તથા આહારકલબ્ધિમાં આહારકશરીર પ્રાપ્ત થાય છે અને તે પણ લબ્ધિથી જ્યારે તે જીવો વૈક્રિય કે આહારકશરીર બનાવે ત્યારે પ્રાપ્ત થાય છે માટે ઔદારિક આદિ ત્રણ શરીરોનો જીવ સાથે અનાદિ સંબંધ નથી. રાજશા