________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨/ અધ્યાય-૨ / સૂચ-૩૩, ૩૪ નારક, એકેન્દ્રિય જીવો અને દેવોને સંવૃતયોનિ હોય છે. ગર્ભથી જન્મનારા તિર્યંચપચેંદ્રિયોને અને મનુષ્યોને સંવૃતવિવૃતયોનિ હોય છે, જ્યારે તે સિવાયના અન્ય જીવોને વિવૃતયોનિ હોય છે. અર્થાત્ સંમૂર્છાિમ એવા તિર્યંચ-મનુષ્ય અને બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિંદ્રિયને વિવૃત યોનિ હોય છે. ગર/શા અવતરણિકા:
પૂર્વમાં ત્રણ પ્રકારનો જન્મ કહ્યો. હવે તેમાંથી ગર્ભજન્મવાળા જીવો કયા છે? તે બતાવે છે – સૂત્ર -
નરલ્લા પોતાનાં જર્મ પાર/રૂપા સૂત્રાર્થ -
જરાયુથી ઉત્પન્ન થનારા, અંડમાંથી ઉત્પન્ન થનારા અને પોતમાંથી ઉત્પન્ન થનારા જીવોને ગર્ભ હોય છે=ગર્ભ જન્મ હોય છે. ર/૩૪. ભાષ્યઃ
जरायुजानां मनुष्यगोमहिष्यजाविकाश्वखरोष्ट्रमृगचमरवराहगवयसिंहव्याघ्रर्बाद्वीपिश्वशृगालमार्जारादीनाम्, अण्डजानां सर्पगोधाकृकलासगृहकोकिलिकामत्स्यकूर्मनक्रशिशुमारादीनाम्, पक्षिणां च लोमपक्षाणां हंसचाषशुकगृध्रश्येनपारापतकाकमयूरमण्डूबकबलाकादीनाम्, पोतजानां शल्लकहस्तिश्वाविल्लापकशशशारिकानकुलमूषिकादीनाम्, पक्षिणां च चर्मपक्षाणां जलूकावल्गुलिभारण्डपक्षिविरालादीनां गर्भो गर्भाज्जन्मेति ।।२/३४।। ભાણાર્થ -
કરાયુનાનાં ... ગતિ છે. મનુષ્ય, ગાય, ભેંસ, બકરી, અવિક ઘટી, અશ્વ, ગધેડો, ઊંટ, મૃગ, ચમર, વરાહ=ભૂંડ, ગવય, સિંહ, વાઘ, ઋણ=રીંછ, દ્વીપિ હાથી, શ્વ-કૂતરો, શુગા=શિયાળ, બિલાડા આદિ જરાયુજ જીવોનો ગર્ભથી જન્મ છે, એમ ભાષ્યના અંતે અવય છે.
સર્પ, ગોધા=ધો, કૃકલાસ=કાચીંડો, ગૃહકોકિલિકા=ગરોળી, મત્સ્ય, કૂર્મ કાચબો, નક્ર=મગરમચ્છ, શિશુમાર=એક જાતનું માછલું, આદિ અંડજ જીવોનો ગર્ભજન્મ છે, એમ અવય છે. હંસ, ચાલ, શુક, ગૃધ્ર=ગીધ, શ્યન=બાજપક્ષી, પારાપત કબૂતર, કાગડો, મોર, મંડૂ એક જાતનું પક્ષી, બગલો, બલાકા આદિ લોમની રુવાંટીની, પાંખોવાળાં, પક્ષીઓનો ગર્ભજન્મ છે.
શલ્લક, હાથી, ભાવિ@ાપક, સસલું, સારિકા, નકુલ, મૂષિક આદિ પોતજોનો=પોતથી જન્મેલાનો= જરા આદિથી વટલા નહીં પરંતુ શુદ્ધ પ્રસવવાળા એવા પોતજોનો, ગર્ભજન્મ છે. અને જલુકા,