________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૨ / સૂત્ર–૩૩
૫૭
મિશ્રયોનિ છે અને બાકીના જીવોને ત્રણ પ્રકારની છે=સચિત્ત, અચિત્ત અને મિશ્ર એ રૂપ ત્રણેય પ્રકારની યોનિ હોય છે.
ગર્ભથી જન્મનારાને અને દેવોને શીતોષ્ણયોનિ હોય છે, તેજસ્કાયને ઉષ્ણયોનિ હોય છે, અન્ય જીવોને ત્રણેય પ્રકારની હોય છે=કેટલાકને શીતયોનિ, કેટલાકને ઉષ્ણયોનિ અને કેટલાકને શીતોષ્ણયોનિ એમ ત્રણેય પ્રકારની યોનિ હોય છે. નારક, એકેન્દ્રિય અને દેવોને સંવૃતયોનિ હોય છે, ગર્ભથી જન્મનારાને મિશ્રાયોનિ=સંવૃતઅસંવૃતરૂપ મિશ્રાયોનિ, હોય છે, જ્યારે અન્યજીવોને વિવૃત=અસંવૃત યોનિ હોય છે.
‘કૃતિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ૨/૩૩॥
ભાવાર્થ:
યોનિ શબ્દની વ્યુત્પત્તિ બતાવતાં ટીકાકારશ્રી કહે છે
-
જે સ્થાનમાં જન્મના હેતુ એવાં દ્રવ્યો કાર્યણશ૨ી૨ની સાથે યુવનભાવને પામે=મિશ્રભાવને પામે, તે નવા જન્મની ઉત્પત્તિનું સ્થાન યોનિ છે. આ સ્થાન જીવની ઉત્પત્તિના આશ્રયભૂત હોવાથી તેને યોનિ કહેવાય છે.
યોનિના નવ ભેદો છે. સૂત્ર-૩૨માં કહેલ કે ત્રણ પ્રકા૨ના જન્મો છે. તે ત્રણ પ્રકારથી ઉત્પન્ન થતા જીવોના ઉત્પત્તિસ્થાન આંત્મક યોનિ સચિત્ત, અચિત્ત અને મિશ્ર, શીત, ઉષ્ણ અને શીતોષ્ણ, સંવૃત, વિવૃત અને સંવૃતવિવૃત એમ નવ ભેદથી છે. તેમાં ના૨ક અને દેવોને અચિત્ત જ યોનિ છે; કેમ કે ના૨કો વજ્રમય નરક-કૂંડીઓમાં વાતાયન જેવી અચેતન યોનિઓમાં જન્મે છે. વળી દેવો ઢાંકેલા વસ્ત્રવાળી દેવશય્યામાં જન્મે છે, તે પણ અચેતન છે. તેથી તેઓનું ઉત્પત્તિસ્થાન અચિત્ત છે. ગર્ભથી જન્મ લેનારા જીવોને મિશ્રયોનિ છે. તે ગર્ભથી જન્મ લેનારા જીવો એવા મનુષ્યો માતાના ઉદરમાં આવે છે તે સ્થાન સચિત્ત છે અને શુક્ર તથા શોણિતરૂપ અચિત્ત અંશ છે, તેથી તે મિશ્રયોનિ છે. તે જ રીતે તિર્યંચોને પણ મિશ્રયોનિ છે. સંમૂર્છિમ જીવોને સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ ત્રણેય પ્રકારની યોનિ હોય છે અર્થાત્ કેટલાક જીવોને સચિત્તયોનિ હોય છે, કેટલાક જીવોને અચિત્તયોનિ હોય છે તો કેટલાક જીવોને મિશ્રયોનિ હોય છે.
આ રીતે સચિત્ત, અચિત્ત, અને મિશ્રનો ભેદ બતાવ્યા પછી શીત, ઉષ્ણ અને શીતોષ્ણનો ભેદ કોને હોય છે ? તે બતાવે છે
-
ગર્ભજન્મવાળા જીવોને અને દેવોને શીતોષ્ણુ યોનિ હોય છે, તેઉકાયના જીવોને ઉષ્ણયોનિ હોય છે, જ્યારે ગર્ભજ, દેવો અને તેઉકાય સિવાયના નારક આદિ અન્ય જીવોને ત્રણેય પ્રકારની યોનિ હોય છે. અર્થાત્ કેટલાકને શીત, કેટલાકને ઉષ્ણ કે કેટલાકને શીતોષ્ણ યોનિ હોય છે. નરકમાં પણ અમુક નક સુધી ઉષ્ણયોનિ હોય છે, અમુક નરકમાં શીતયોનિ હોય છે અને અમુક નરકમાં કોઈક સ્થાનમાં માત્ર શીતયોનિ હોય છે અને કોઈક સ્થાનમાં માત્ર ઉષ્ણયોનિ હોય રૂપ મિશ્ર=શીતોષ્ણ, યોનિ હોય છે.
વળી સંવૃતાદિ ત્રણ ભેદો કોને હોય છે ? તે સ્પષ્ટ કરે છે –