________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૨ / સૂત્ર-૨૮, ૨૯
તેમ ન હોય તો વિગ્રહગતિથી પણ તે સ્થાનમાં જાય છે તેમ પરમાણુ કે પુદ્ગલના સ્કંધો પણ અનુશ્રેણિથી કોઈ સ્થાનમાં ગયા પછી વિગ્રહગતિથી ઊર્ધ્વ કે અધો પણ જાય છે. ૨/૨૮॥
४७
અવતરણિકા:
પૂર્વમાં કહ્યું કે કર્મરહિત જીવની અવિગ્રહગતિ હોય છે. એથી પ્રશ્ન થાય કે પુદ્ગલના સંયોગવાળા જીવની કેવા પ્રકારની ગતિ હોય છે ? તેથી કહે છે
-
સૂત્રઃ
विग्रहवती च संसारिणः प्राक् चतुर्भ्यः ।। २ / २९ ।।
સૂત્રાર્થ ઃ
અને ચાર વિગ્રહથી પૂર્વે=ત્રણ વિગ્રહથી, સંસારી જીવોને વિગ્રહવાળી ગતિ હોય છે. ૨/૨૯૪॥
ભાષ્યઃ
जात्यन्तरसङ्क्रान्तौ संसारिणो जीवस्य विग्रहवती चाविग्रहा च गतिर्भवतीति, उपपातक्षेत्रवशात् तिर्यगूर्ध्वमधश्व, प्राक् चतुर्भ्य इति, येषां विग्रहवती तेषां विग्रहाः प्राक् चतुर्भ्यो भवन्ति, अविग्रहा एकविग्रहा द्विविग्रहा त्रिविग्रहा इत्येताश्चतुस्समयपराश्चतुर्विधा गतयो भवन्ति, परतो न संभवन्ति, प्रतिघाताभावाद् विग्रहनिमित्ताभावाच्च, विग्रहो वक्रितं, विग्रहोऽवग्रहः श्रेण्यन्तरसङ्क्रान्तिरित्यनर्थान्तरम् । पुद्गलानामप्येवमेव शरीरिणां च जीवानां विग्रहवती चाविग्रहवती च प्रयोगपरिणामवशात् ન તુ તંત્ર વિપ્રજ્ઞનિયમ કૃતિ ।।૨/૨૧।।
ભાષ્યાર્થ ઃ
जात्यन्तरसङ्क्रान्तौ કૃતિ ।। જાત્યંતરની સંક્રાંતિમાં=એક ભવમાંથી અન્યભવમાં ગમનકાળમાં, સંસારી જીવોની વિગ્રહવાળી અને અવિગ્રહવાળી ગતિ હોય છે. ઉપપાતક્ષેત્રના વશથી તિર્થંગ, ઊર્ધ્વ અને અધો ચાર વિગ્રહથી પૂર્વે=ત્રણ વિગ્રહથી, ગતિ હોય છે. તેથી જેઓને વિગ્રહગતિ છે, તેઓની વિગ્રહગતિ ચાર વિગ્રહથી પૂર્વમાં થાય છે અર્થાત્ ત્રણ વિગ્રહવાળી થાય છે.
તેનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે –
-
અવિગ્રહ, એકવિગ્રહ, દ્વિવિગ્રહ, અને ત્રિવિગ્રહ એ પ્રમાણે આ ચારસમયપર=પ્રકૃષ્ટ ચાર સમયવાળી, ચાર પ્રકારની ગતિ થાય છે. પરથીત્રણ વિગ્રહગતિથી, વધારે સંભવતી નથી; કેમ કે પ્રતિઘાતનો અભાવ છે અને વિગ્રહના નિમિત્તનો અભાવ છે. વિગ્રહ વક્રિત છે=કુટિલ છે.
વિગ્રહના પર્યાયવાચી શબ્દ કહે છે -
વિગ્રહ, અવગ્રહ (અને) શ્રેષ્યંતરની સંક્રાંતિ એ અનર્થાન્તર છે=ત્રણેય શબ્દો એકાર્થવાચી છે.