________________
તવાર્તાવિગમસૂત્ર ભાગ-૨/ અધ્યાય-૨/ સૂચ-૨૭ ભાષ્ય :
सर्वा गतिर्जीवानां पुद्गलानां चाकाशप्रदेशानुश्रेणिर्भवति, विश्रेणिर्न भवतीति गतिनियम इति Ti૨/૨૭ ભાષ્યાર્થ:
સ ... રિ | જીવોની અને પુદગલોની સર્વગતિ આકાશપ્રદેશની અવણિવાળી હોય છે, વિશ્રેણિવાળી હોતી નથી, એ પ્રકારનો ગતિનો નિયમ છે.
ત્તિ' શબ્દ ભાથની સમાપ્તિમાં છે. ર/રા. ભાવાર્થ:
ગતિ એટલે એક સ્થાનથી અન્ય સ્થાનમાં ગમન. ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્યોમાંથી ગતિ કરનાર દ્રવ્યો જીવ અને પુદ્ગલ બે જ છે, તે સિવાયનાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો ગતિ કરતાં નથી.
જીવ અને પુદ્ગલ એક સ્થાનથી અન્ય સ્થાનમાં જાય ત્યારે કઈ રીતે ગતિ કરે છે ? એ પ્રકારની જિજ્ઞાસામાં ભાષ્યકારશ્રી કહે છે –
જીવ અને પુદ્ગલ આકાશપ્રદેશની અનુશ્રેણિથી જ અન્ય સ્થાનમાં જાય છે, પરંતુ વિશ્રેણિથી જતા નથી, એ પ્રકારનો ગતિનો નિયમ છે.
આશય એ છે કે સંસારી જીવો દેહધારી હોય છે ત્યારે સ્વઇચ્છાનુસાર અનુશ્રેણિથી પણ ગમન કરી શકે છે અને વિશ્રેણિથી પણ ગમન કરી શકે છે. આથી જ તિર્થીગતિથી ચાલનારા મનુષ્યો, તિર્યંચો હોઈ શકે છે; પરંતુ જીવ મૃત્યુ પામે છે ત્યારે જે આકાશપ્રદેશ ઉપર પોતાના દેહનો ત્યાગ કરે છે તે આકાશપ્રદેશના ઊર્ધ્વમાં, અધોમાં કે તિર્યંમ્ દિશામાં સમશ્રેણિથી તેનો આત્મા ગમન કરે છે, પરંતુ વક્રગતિથી જતો નથી.
પરમાણુ પણ સ્વાભાવિક ગતિપરિણામવાળા થાય છે ત્યારે પોતે જ્યાં હોય છે ત્યાંથી સમશ્રેણિથી ઊર્ધ્વ, અધો કે તિર્થી દિશામાં જાય છે, પરંતુ વિશ્રેણિથી જતા નથી. પુદ્ગલના સ્કંધો જ્યારે કોઈના પ્રયોગથી ગમન કરે છે ત્યારે વિશ્રેણિથી પણ જાય છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે જે સ્કંધો જે આકાશપ્રદેશને અવગાહીને રહેલા હોય તેઓમાં સ્વાભાવિક રીતે જ્યારે ગતિનો પરિણામ થાય છે ત્યારે તે આકાશપ્રદેશની સમાનશ્રેણિથી ઉપરમાં કે નીચેમાં જાય છે અથવા જે આકાશપ્રદેશમાં તે સ્કંધ રહેલો છે તે આકાશપ્રદેશની સમશ્રેણિમાં પૂર્વમાં, પશ્ચિમમાં, ઉત્તરમાં કે દક્ષિણમાં ગમન કરે છે; પરંતુ જીવના પ્રયોગથી જીવની ગતિ અને જીવના પ્રયોગથી સ્કંધોની ગતિ આકાશપ્રદેશમાં ગમે તે પ્રકારે થઈ શકે છે, તેમાં સમશ્રેણિનો નિયમ નથી. વળી, જીવ મૃત્યુ પામીને અન્ય ભવમાં જાય છે ત્યારે જીવના પ્રયોગથી ગતિ થતી નથી, પરંતુ કર્મના પરતંત્રપણાથી જીવની ગતિ થાય છે. તેથી મૃત્યુ પામનાર જીવ પણ જેટલા આકાશપ્રદેશને અવગાહીને રહેલો છે તે આકાશપ્રદેશના ઉપર, નીચે