________________
તાર્યાધિગમસૂત્ર ભાગ-૨/ આયાય-૨| સૂત્ર-૨૫, ૨૬ સંપ્રધારણસંશા એટલે ઈહા-અપોહ યુક્ત ગુણ-દોષની વિચારણા કરવી તે.
તેથી એ પ્રાપ્ત થાય કે મનવાળા જીવો પોતાને ભાવિમાં શું ગુણકારી છે ? અને શું અનર્થકારી છે? તેનો વિચાર કરીને ઈહાપોહ કરી શકે છે તે સંપ્રધારણ સંજ્ઞા છે. આથી જ સંસારી જીવો ભાવિના પોતાના હિત અર્થે ધનસંચયાદિ કરે છે અને ભાવિના અનર્થોરૂપ દોષનો વિચાર કરીને તેના નિવારણના ઉપાયો કરે છે તે સંપ્રધારણ સંજ્ઞા છે.
વળી જેઓને વિવેક પ્રગટેલો છે તેવા મહાત્માઓ સંસારના પરિભ્રમણના દોષોનો અને યોગમાર્ગના સેવનના ગુણોનો વિચાર કરીને ચારગતિના પરિભ્રમણના નિવારણ અર્થે આરંભ-સમારંભનો ત્યાગ કરે છે અને ભાવિના સુખ અર્થે યોગમાર્ગનું સેવન કરે છે એ પ્રકારના ગુણદોષની વિચારણારૂપ સંપ્રધારણ સંજ્ઞા છે. તેને આશ્રયીને જેઓ સંજ્ઞી છે તેઓ મનવાળા છે તેમ કહેવાય છે. પરંતુ આહાર આદિ સંજ્ઞાને આશ્રયીને નહીં; કેમ કે આહારાદિ સંજ્ઞાને આશ્રયીને જેઓ સંજ્ઞી છે તેઓને મનવાળા સ્વીકારવામાં આવે તો સર્વ જીવો મનવાળા છે, તેમ માનવાની આપત્તિ આવે. તેથી એ પ્રાપ્ત થાય કે જેઓએ મનપર્યાપ્તિ પૂર્ણ કરી છે તેવા જીવો મનવાળા છે, તેઓ સંપ્રધારણ સંજ્ઞાવાળા છે. જેઓ અસંજ્ઞી છે તેઓ ગુણદોષની વિચારણારૂપ સંપ્રધારણ સંજ્ઞાવાળા નથી અને આહારાદિ સંજ્ઞાઓ તો સંસારી સર્વ જીવોને સામાન્યથી છે. રશ્મા અવતરણિકા:
સૂત્ર-૨૫માં કહ્યું કે સંશી જીવો સમનસ્ક છે. તેથી એ પ્રાપ્ત થાય કે સંસી જીવોને મનનો યોગ છે. ત્યાં પ્રશ્ન થાય કે જેઓ વિગ્રહગતિમાં છે તેઓને કયો યોગ છે? તેથી કહે છે – સૂત્રઃ
વિકારો ર્મોનર/રદા. સૂત્રાર્થ:
વિગ્રહગતિમાં એક ભવથી અન્ય ભવમાં જતી વખતે કેટલાક જીવોને વક્રગમનરૂપ વિગ્રહગતિ પ્રાપ્ત થાય તેમાં, કર્મયોગ છે કાર્મણશરીરનો વ્યાપાર છે. ll૨/૨ ભાષ્ય :
विग्रहगतिसमापन्नस्य जीवस्य कर्मकृत एव योगो भवति कर्मशरीरयोग इत्यर्थः, अन्यत्र तु यथोक्तः कायवाङ्मनोयोग इति ॥२/२६ ।। ભાષાર્થ - વિત્તિ ત્તિ વિગ્રહગતિ પ્રાપ્ત જીવતો કર્મફત જ યોગ છે=કર્મરૂપ શરીરનોકામણશરીરનો,