________________
પર
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૨/ સૂચ-૩૧, ૩૨ વળી જીવ વિગ્રહગતિમાં જાય છે ત્યારે એક સમય કે બે સમય અનાહારક છે, વધારે નથી - એ વિષયમાં ભિન્ન ભિન્ન જીવોને આશ્રયીને ભિન્ન ભિન્ન વિકલ્પો થાય છે. તે વિકલ્પરૂપ ભંગની પ્રસ્પણા કરવી જોઈએ. જેથી સર્વ જીવોને આશ્રયીને એક સમયના અનાહારક, બે સમયના અનાહારક કેવી રીતે પ્રાપ્ત થાય છે? અને અનાહારક કેવી રીતે પ્રાપ્ત થતા નથી.? તેનો યથાર્થ બોધ થાય છે.
અહીં ટીકાકારશ્રીએ અન્ય પ્રકારનો અર્થ કર્યો છે. તેઓશ્રી કહે છે કે બે વિગ્રહમાં એક સમય અનાહારક હોય છે અને ત્રણ વિગ્રહમાં બે સમય અનાહારક હોય છે, એ પ્રકારે ભંગની પ્રરૂપણા કરાઈ છે. પરંતુ તે રીતે યોજન કરતાં અન્ય પ્રકારનું યોજન અમને ઉચિત જણાવાથી ઉપર પ્રમાણે અર્થ કરેલ છે, તત્ત્વ બહુશ્રુત જાણે..૨/૩
ભાગ્ય :
अत्राह - एवमिदानीं भवक्षये जीवोऽविग्रहया विग्रहवत्या वा गत्या गतः कथं पुनर्जायत इति ?, अत्रोच्यते – उपपातक्षेत्रं स्वकर्मवशात्प्राप्तः शरीरार्थं पुद्गलग्रहणं करोति, ‘सकषायत्वाज्जीवः कर्मणो योग्यान् पुद्गलानादत्ते' (अ. ८, सू. २) इति, तथा 'कायवाङ्मनःप्राणापानाः पुद्गलानामुप
R: I' (. ૧, સૂ. ૨૨) “નામપ્રત્યયા: સર્વતો યોગવિશેષા' (ગ. ૮, સૂ. ર૧) વસ્યા, તને तच्च त्रिविधम्, तद्यथा - ભાષ્યાર્થ:
ત્રાદિ તથા – અહીં=વિગ્રહગતિનું કથન કર્યું એમાં કોઈ શંકા કરે છે – આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, હમણાંનો ભવક્ષય થયે છતે જીવ અવિગ્રહગતિથી કે વિગ્રહગતિથી ગયેલો કેવી રીતે ઉત્પન્ન થાય છે?
તિ” શબ્દ શંકાની સમાપ્તિ અર્થે છે. અહીં=એ પ્રકારની શંકામાં, કહેવાય છે=ગ્રંથકારશી ઉત્તર આપે છે – સ્વકર્મના વશથી ઉપપાતક્ષેત્રને પ્રાપ્ત થયેલ જીવ શરીર માટે પુદગલ ગ્રહણ કરે છે. સકષાયપણું હોવાથી જીવ કર્મયોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે.' (અધ્યાય-૮, સૂત્ર-૨) અને ‘કાયવાળુ, મન અને શ્વાસોચ્છવાસ પુદગલોનો ઉપકાર છે.' (અધ્યાય૫, સૂત્ર-૧૯) યોગવિશેષથી સર્વથી આત્મ પ્રદેશ અવગાઢ એવી સર્વ દિશાઓથી, નામપ્રત્યયવાળા પુદ્ગલવિશેષોનો બંધ થાય છે એમ અવય છે' (અધ્યાય-૮, સત્ર-૨૫) એ પ્રમાણે ગ્રંથકારશ્રી આગળ કહેશે. તે જન્મ છે=સ્વકર્મવશથી ઉપપાતક્ષેત્રને પ્રાપ્ત જીવ શરીર માટે પુગલ ગ્રહણ કરે છે તે જન્મે છે, અને તે વિવિધ છે તે આ પ્રમાણે – ભાવાર્થ :પૂર્વમાં કહ્યું કે વિગ્રહગતિ અને અવિગ્રહગતિથી જીવ અન્યભવમાં જાય છે ત્યાં કોઈ શંકા કરે છે –