________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૨ | સૂત્ર-૩૧
ભાષ્યાર્થ ઃ
૫૩
विग्रहगतिसमापन्नो હાર્યા ।। વિગ્રહગતિને પ્રાપ્ત થયેલ જીવ એક સમય અથવા બે સમય અનાહારક હોય છે. શેષકાળમાં=જન્માંતરગતિ સિવાયના કાળમાં કે અવિગ્રહગતિના કાળમાં કે એક વિગ્રહગતિના કાળમાં, જીવ અનુસમય આહાર કરે છે. કેવી રીતે એક અથવા બે સમય અનાહારક છે, બહુ સમય નથી ? એ વિષયમાં ભંગની પ્રરૂપણા કરવી જોઈએ. ।।૨/૩૧।
ભાવાર્થઃ
00000
કોઈ જીવ કોઈ ભવમાંથી ચ્યવીને સમશ્રેણિથી અન્ય ભવમાં જાય તો વિગ્રહગતિ વગર જાય છે ત્યારે તે જીવ જે સમયમાં ચ્યવે છે તે જ સમયે ઉત્પત્તિસ્થાન ઉપર ઉત્પન્ન થાય છે. એંથી કોઈ જીવ આઠમા સમયે મનુષ્યભવથી ચ્યવેલો હોય, અને અનુશ્રેણિમાં જ તજ્જન્મની પ્રાપ્તિ હોય તો આઠમા સમયે જ તે સ્થાનમાં જન્મે છે તે એક સમયની અવિગ્રહગતિ છે. તે વખતે તે જીવ આઠમા સમયે મનુષ્યભવમાં હતો ત્યારે મૃત્યુના સમયે આહાર કરે છે અને તે દેહનો ત્યાગ કરીને આઠમા સમયે ઉત્તરના દેહને પ્રાપ્ત કરે છે ત્યાં પણ ઉત્પત્તિના સમયમાં જ આહારને ગ્રહણ કરે છે. તેથી અવિગ્રહગતિવાળો જીવ આહા૨ક છે, અનાહારક નથી.
વળી કોઈ જીવ એક વિગ્રહગતિથી જાય છે તે પણ આહા૨ક જ છે, અનાહારક નથી.
જેમ કોઈ મનુષ્યભવમાંથી ચ્યવીને એક વિગ્રહગતિથી ઉત્તરના જન્મને પ્રાપ્ત કરે, ત્યારે આઠમા સમયે તેનું મૃત્યુ થાય તે સમયે તેણે મનુષ્યના દેહમાં આહાર કરેલો અને નવમા સમયે વિગ્રહગતિ કરીને ઉત્તરના જન્મમાં પહોંચે છે ત્યાં આહાર ગ્રહણ કરે છે. તેથી તે જીવને આઠમા સમયમાં પૂર્વના જન્મના દેહથી આહારની પ્રાપ્તિ હતી અને નવમા સમયમાં ઉત્તરના જન્મમાં આહારની પ્રાપ્તિ થાય છે. માટે એક વિગ્રહગતિમાં બન્ને સમય જીવ આહા૨ક જ છે, અનાહારક નથી.
વળી કોઈ જીવ બે વિગ્રહગતિથી ઉત્તરના જન્મને પ્રાપ્ત કરે તો એક સમય અનાહારક પ્રાપ્ત થાય; કેમ કે આઠમા સમયમાં તે અવે છે ત્યારે તે આહાર કરે છે, નવમા સમયમાં પ્રથમ વિગ્રહગતિથી જાય છે ત્યારે અનાહારક છે અને દશમા સમયમાં બીજી વિગ્રહગતિથી ઉત્પત્તિસ્થાનમાં આવે છે ત્યારે આહારક બને છે. માટે એક સમય અનાહારકની પ્રાપ્તિ છે. એ રીતે ત્રણ વિગ્રહગતિથી જન્મ લેનારા જીવોને બે સમય અનાહારની પ્રાપ્તિ છે.
અહીં આહાર શબ્દથી ઔદારિકશરીરવાળાને ઔદારિક આહાર અને વૈક્રિયશરીરવાળાને વૈક્રિય આહારની પ્રાપ્તિ છે. આહાર ત્રણ પ્રકા૨ના છે ઃ ઓજાહાર, લોમાહાર અને કવલાહાર. તેમાંથી ઉત્પત્તિ સમયમાં જીવ ઓજાહાર ગ્રહણ કરે છે, જ્યારે શેષકાળમાં લોમાહાર હોય છે. તેથી જે જીવો વિગ્રહગતિ વગર જાય છે કે એક વિગ્રહગતિથી જાય છે તેઓ પૂર્વના શરીરથી લોમાહાર કરે છે અને ઉત્તરના શરીરથી ઓજાહાર ગ્રહણ કરે છે. કર્મના ગ્રહણરૂપ પુદ્ગલોનું ગ્રહણ તો વિગ્રહગતિમાં પણ અવશ્ય વર્તે છે, તેથી કર્મના ગ્રહણરૂપ આહારને અહીં ગ્રહણ કરેલ નથી.