________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૨ / સૂત્ર-૩૦
૫૧
આશ્રયીને વિકલ્પો .કરીએ તો એક સમયની વિગ્રહગતિના જ અસંખ્યાત વિકલ્પો થાય, તે રીતે બે સમયાદિના પણ ક્ષેત્રને આશ્રયીને અનેક વિકલ્પો પ્રાપ્ત થાય છે. તેથી ક્ષેત્રને આશ્રયીને વિગ્રહગતિના વિકલ્પો અનેક પ્રાપ્ત થાય છે; કેમ કે લોકાન્ત સુધીના કોઈપણ ક્ષેત્રમાં કર્મને વશ તે જીવ ઉત્પન્ન થાય છે. તેમાં જેટલા વિકલ્પો પડી શકે એટલા વિકલ્પો ક્ષેત્રને આશ્રયીને વિગ્રહગતિની પ્રમાણસંખ્યા પ્રાપ્ત થાય. અને કાલને આશ્રયીને વિચારીએ તો નિયત પરિણામવાળી વિગ્રહગતિ છે. તે બતાવવા માટે સૂત્ર કહે છે – સૂત્રઃ
સમયોઽવિગ્રહઃ ।ાર/રૂના
સૂત્રાર્થ
એક સમયનો અવિગ્રહ છે. (તેથી કાલને આશ્રયીને બે આદિ સમયથી નિગ્રહમતિ છે.)
||૨/૩૦||
ભાષ્યઃ
=
एकसमयोऽविग्रहो भवति, अविग्रहा गतिरालोकान्तादप्येकेन समयेन भवति, एकविग्रहा द्वाभ्याम्, द्विविग्रहा त्रिभिः, त्रिविग्रहा चतुर्भिरिति । अत्र भङ्गप्ररूपणा कार्येति ।।२/३०।।
ભાષ્યાર્થ ઃ
एकसमयो હ્રવૃત્તિ ।। એક સમય અવિગ્રહ હોય છે=અવિગ્રહગતિથી જીવનું એક સમયમાં જન્માંતરમાં ગમન હોય છે. વળી અવિગ્રહગતિ લોકના અંત સુધી પણ એક સમયથી થાય છે. એક વિગ્રહવાળી ગતિ બે સમયથી થાય છે. બે વિગ્રહવાળી ગતિ ત્રણ સમયથી થાય છે. ત્રણ વિગ્રહવાળી ગતિ ચાર સમયથી થાય છે. અહીં=કાળને આશ્રયીને ત્રણ પ્રકારની વિગ્રહગતિનું કાલમાન બતાવ્યું એમાં, ભાંગાઓની પ્રરૂપણા કરવી જોઈએ.
‘કૃતિ’ શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ૧૨/૩૦ના
ભાવાર્થ:
.....
અવતરણિકામાં ભાષ્યકારશ્રીએ કહેલું કે કાળથી પરિમાણ સૂત્રમાં બતાવાય છે. તેથી વિગ્રહગતિના કાળનું માન બતાવવા માટે પ્રથમ અવિગ્રહગતિ એક સમયની હોય છે, તેમ બતાવે છે.
વળી આ અવિગ્રહગતિ એક સમયથી લોકના અંત સુધી પ્રાપ્ત થાય છે.
એથી એ પ્રાપ્ત થાય કે કોઈક જીવ જે આકાશપ્રદેશ પર રહેલો હોય તે આકાશપ્રદેશના ઉપરના કે નીચેના કોઈ આકાશપ્રદેશમાં ઉત્પન્ન થવાનો હોય તો વિગ્રહ રહિત તે આકાશમાં ઉત્પન્ન થાય છે. વળી કોઈ જીવ જન્માંતરમાં જાય છે ત્યારે અવશ્ય સમશ્રેણિથી ગમન હોવાના કારણે વિગ્રહગતિ વગર ઉત્પત્તિસ્થાનમાં