________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨
અધ્યાય-૨ / સૂત્ર–૨૯, ૩૦ ઉત્પત્તિસ્થાન વિષમશ્રેણિમાં હોય તો એક વિગ્રહથી જાય છે. ક્યારેક એક વિગ્રહથી તે સ્થાનની પ્રાપ્તિ થાય તેમ ન હોય તો બે વિગ્રહથી તે સ્થાનમાં પહોંચે છે. ક્યારેક બે વિગ્રહથી તે સ્થાનની પ્રાપ્તિ થાય તેમ ન હોય તો ત્રણ વિગ્રહથી તે સ્થાને પહોંચે છે, તે વખતે સમશ્રેણિમાં જતી વખતે ત્રસનાડી વચમાં ન આવતી હોય તો ત્રસનાડીમાં જતા નથી અને સમશ્રેણિ ગમન કરતાં વચમાં ત્રસનાડીની પ્રાપ્તિ થતી હોય તો ત્રસનાડીમાં પણ જાય છે. ઊર્ધ્વલોકમાંથી અધોલોકમાં કે અધોલોકમાંથી ઊર્ધ્વલોકમાં જન્મ લેનારા એકેન્દ્રિય જીવોને મધ્યમાં એક રજ્જુરૂપ ત્રસનાડીમાંથી પસાર થવું પડે, એ સિવાય ઊર્ધ્વલોકમાંથી અધોલોક કે અધોલોકમાંથી ઊર્ધ્વલોકમાં જઈ શકાય નહીં, તે વખતે ઉત્કૃષ્ટથી ચાર વિગ્રહની પ્રાપ્તિ પણ થઈ શકે છે, છતાં ગ્રંથકારશ્રીએ તેની વિવક્ષા કરેલ નથી. ત્રસ જીવોની ઉત્પત્તિ ત્રસનાડીની બહાર નથી, તેથી ત્રસ જીવ મરીને ત્રસ થતો હોય તો બે વિગ્રહથી અધિક વિગ્રહની પ્રાપ્તિ થાય નહીં. ત્રસ મરીને સ્થાવરમાં જાય તો ત્રણ વિગ્રહથી અધિક પ્રાપ્ત થાય નહીં. II૨/૨૯મા
ભાષ્યઃ
ЧО
अथ विग्रहस्य किं परिमाणमिति ? अत्रोच्यते - क्षेत्रतो भाज्यम्, कालतस्तु
अत्राह
ભાષ્યાર્થ :
અહીં=પૂર્વમાં સંસારી જીવોને ત્રણ વિગ્રહગતિ છે એમ કહ્યું એમાં, શંકા કરે છે – વિગ્રહનું શું પરિમાણ છે ?=વિગ્રહનું કેટલું પ્રમાણ છે? અહીં=એ પ્રકારની શંકામાં, ઉત્તર અપાય છે - ક્ષેત્રથી ભાજ્ય છે=વિગ્રહના પ્રમાણના અનેક વિકલ્પો છે, વળી કાળથી વિગ્રહનું પ્રમાણ સૂત્રમાં બતાવે છે -
ભાવાર્થ:
ગ્રંથકારશ્રીએ પૂર્વમાં સ્થાપન કર્યું કે સંસારી જીવો ઉત્કૃષ્ટથી ત્રણ વિગ્રહગતિ કરે છે, ત્યાં ભાષ્યકારશ્રી શંકા કરે છે – ક્ષેત્રને આશ્રયીને વિગ્રહનું પ્રમાણ કેટલું છે ? અર્થાત્ કેટલા આકાશપ્રદેશોના પ્રમાણવાળી વિગ્રહગતિ સંભવે છે ? તેનો ઉત્તર આપતાં કહે છે
ક્ષેત્રથી વિગ્રહનો પરિણામ ભાજ્ય છે.
તેથી એ પ્રાપ્ત થાય કે કોઈ જીવ કોઈક સ્થાનથી અન્ય ભવમાં આવે અને તેના એકાદિ આકાશપ્રદેશથી પૂર્વના આકાશપ્રદેશનો ભેદ હોય તે સ્થાનમાં ઉત્પન્ન થવાનું હોય ત્યારે અવિગ્રહગતિ કરે તે વખતે પૂર્વભવના દેહના અવગાહનવાળા આકાશપ્રદેશથી બાજુના આકાશપ્રદેશમાં અથવા નીચેના આકાશપ્રદેશમાં કે ઉપરના આકાશપ્રદેશમાં જવું હોય તો અવિગ્રહગતિ પ્રાપ્ત થાય. જેમ કોઈ વિવક્ષિત અસંખ્યાત આકાશપ્રદેશની અવગાહનાવાળો જીવ તેની બાજુના એકાદિ આકાશને અવગાહીને ઉત્પન્ન થાય ત્યારે વિગ્રહગતિ રહિતપણે તે સ્થાનમાં ઉત્પન્ન થાય. પરંતુ તે બાજુના પ્રદેશના ઉપરના કે નીચેના આકાશપ્રદેશમાં ઉત્પન્ન થવું હોય તો પ્રથમ બાજુના આકાશમાં ગમન કરવું પડે. ત્યારપછી ઉપરના કે નીચેના આકાશપ્રદેશમાં ગમન કરે ત્યારે એક સમયની વિગ્રહગતિ પ્રાપ્ત થાય; પરંતુ તેવી એક સમયની વિગ્રહગતિના ક્ષેત્રને