________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૨ / સૂત્ર–૨૬, ૨૭ વ્યાપાર છે એ પ્રકારનો અર્થ છે. અન્યત્ર=વિગ્રહગતિ સિવાય, થયોક્ત=શાસ્ત્રમાં જે પ્રકારે કહ્યું છે તે પ્રકારનો, કાય-વાગ્-મનોયોગ છે.
‘કૃતિ’ શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ૨/૨૬।।
४४
ભાવાર્થ:
જીવ એક ભવમાંથી ચ્યવીને અન્યભવમાં જાય છે ત્યારે બે પ્રકારની ગતિ હોય છે ઃ (૧) અવિગ્રહગતિ અને (૨) વિગ્રહગતિ.
મૃત્યુ પામેલા જીવનું ઉત્પત્તિસ્થાન સમશ્રેણિમાં હોય તો અવિગ્રહગતિથી જીવ તે ઉત્પત્તિસ્થાને જાય છે અને મૃત્યુ પામેલા જીવનું નવું ઉત્પત્તિસ્થાન વિષમશ્રેણિમાં હોય ત્યારે વિગ્રહગતિપૂર્વક તે જીવ તે ઉત્પત્તિસ્થાનમાં જાય છે. આ વિગ્રહગતિ કોઈકને એક સમય, બે સમય, ત્રણ સમય અને ઉત્કૃષ્ટથી ચાર સમયની પ્રાપ્ત થાય છે. વિગ્રહગતિમાં જનારો જીવ પૂર્વના ઔદારિકશરીર કે વૈક્રિયશરીરથી રહિત છે અને પરભવમાં જતી વખતે કાર્યણશ૨ી૨ તથા તૈજસશરીર યુક્ત છે. જીવ અન્ય ભવમાં વિગ્રહગતિથી જાય છે તે વખતે તે જીવ સાથે પૂર્વના શરીરનો વિયોગ હોવાથી અને ઉત્તરના શરીરનો યોગ હજુ પ્રાપ્ત થયેલ નહીં હોવાથી કાયયોગ, વચનયોગ કે મનોયોગ પ્રાપ્ત થઈ શકતો નથી, પરંતુ જે કાર્યણશરીર લઈને જન્માંતરમાં જાય છે તે કાર્યણશ૨ી૨થી તેનો વ્યાપાર પ્રવર્તે છે. તેથી કાર્મણશરીરના યોગવાળા જીવો વિગ્રહગતિમાં હોય છે. વિગ્રહગતિ સિવાયના અન્ય જીવો પોતપોતાના ભવને ઉચિત એવા કાયયોગ, વાગ્યોગ અને મનોયોગવાળા છે અર્થાત્ એકેન્દ્રિય કેવલ કાયયોગવાળા છે, બેઇન્દ્રિય આદિ જીવો કાયયોગ અને વચનયોગ એમ બે યોગવાળા છે તથા સંપ્રધા૨ણસંજ્ઞાને કારણે જેઓ સંશી છે તેઓને કાયયોગ, વચનયોગ અને મનોયોગ ત્રણેય યોગો છે.
વળી, જેઓ વિગ્રહગતિ વગર અન્યભવમાં જાય છે ત્યારે તેઓને પૂર્વભવના ચરમ સમયે કોઈક કાયાદિથી યોગ છે અને ઉત્તરના સમયમાં નવા જન્મની પ્રાપ્તિના સ્થાને જઈને આહાર ગ્રહણ કરે છે તેથી તે શ૨ી૨ને અનુકૂળ યોગની પ્રાપ્તિ છે, માટે અવિગ્રહગતિમાં કર્મકૃત યોગ નથી. ૨/૨૬]ા
અવતરણિકા :
પૂર્વમાં કહ્યું કે જીવને વિગ્રહગતિમાં કર્મયોગ છે. એથી પ્રશ્ન થાય કે ગતિ વિષયક ગમનની કથા પ્રકારની મર્યાદા છે ? તેથી ગ્રંથકારશ્રી કહે છે –
સૂચઃ
અનુશ્ચેનિંતિઃ ।।૨/૨૭।।
સૂત્રાર્થ
:
અનુશ્રેણિ ગતિ છે. II૨/૨૭મા