________________
તવાવિગમસૂત્ર ભાગ-૨ | દશા/ સુ-૧ ભાવાર્થ
દશિકભાવના ઉત્તરભેદોઃકર્મના ઉદયથી જે ભાવો થાય તે ઔદયિકભાવો કહેવાય. એ નિયમ પ્રમાણે કર્મની મૂળ પ્રકૃતિઓની ઉત્તરપ્રકૃતિઓના પણ અવાંતર જેટલા ભેદો થાય તે સર્વભેદો દ્વારા કર્મના ઉદયથી જે જે ભાવો થાય તે સર્વ ઔદયિકભાવો કહેવાય. તે દથિકભાવોનો સંગ્રહ વિવાવિશેષથી ગ્રંથકારશ્રીએ એકવીશ ભેદોમાં કરેલ છે. મધ્યગતિ આદિ ચાર ગતિઃ
સામાન્યથી જીવો ચારગતિમાં વર્તે છે. તે ચારગતિ તેને કર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે. તેથી તે ચારેય ગતિઓ ઔદયિકભાવરૂપ છે. આ પ્રમાણે સ્વીકારીએ તો મનુષ્યગતિ ચૌદમા ગુણસ્થાનક સુધી વિદ્યમાન છે. તેથી યોગનિરોધકાળમાં પણ મનુષ્યગતિરૂપ ઔદયિકભાવ મહાત્માઓને વિદ્યમાન છે. કોકષાય આદિ ચાર કષાયોનો ઉદય :
કષાય ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર ભેદવાળા છે. તેથી ક્રોધી, માની, માયી, લોભી જીવો ઔદયિકભાવવાળા કહેવાય છે. જ્યારે ક્રોધનો ક્ષયોપશમભાવ વર્તે છે, ત્યારે ક્ષમાનો પરિણામ વર્તે છે અને ક્રોધનો સર્વથા અભાવ પ્રાપ્ત થાય છે ત્યારે ક્ષાવિકભાવની ક્ષમા પ્રાપ્ત થાય છે. જ્યારે કોઈક નિમિત્તને પામીને મુનિને પણ ક્રોધ, અરુચિ, ઈર્ષ્યા આદિ પરિણામો વર્તતા હોય ત્યારે તે ક્રોધી છે. માટે ક્રોધરૂપ
ઔદયિકભાવ તેમાં વર્તે છે. જેમ ચંડરુદ્રાચાર્ય શિષ્ય પ્રત્યે ક્રોધવાળા થાય છે ત્યારે ક્રોધરૂપ ઔદયિકભાવ તેઓમાં વર્તે છે.
માન એ જીવનો ઔદયિકભાવનો પરિણામ છે. જ્યારે માનનો ક્ષયોપશમભાવ વર્તે છે, ત્યારે જીવ ગુણવાન પ્રત્યે નમ્રતાના પરિણામવાળા હોય છે. જ્યારે માનનો સર્વથા ક્ષય થાય ત્યારે ભાવિકભાવનો માર્દવ પ્રાપ્ત થાય છે. મુનિને પણ કોઈક નિમિત્તને કારણે માનનો પરિણામ થાય તો તે ઔદયિકભાવનો પરિણામ છે. જેમ બાહુબલીને દીક્ષા લેતી વખતે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ પૂર્વદીક્ષિત એવા ૯૮ નાના ભાઈમુનિઓ પાસે જવાનો પરિણામ થયો તે માનરૂપ ઔદયિકભાવ હતો.
માયા એ જીવનો ઔદયિકભાવનો પરિણામ છે. જ્યારે માયાનો ક્ષયોપશમભાવ વર્તતો હોય છે ત્યારે જીવને આર્જવનો પરિણામ વર્તે છે. જીવ સરળપણે પોતાના પાપને ઉચિતસ્થાને પ્રગટ કરીને તેની શુદ્ધિ કરવા યત્ન કરે છે ત્યારે તે જીવમાં માયાનો ક્ષયોપશમભાવ વર્તે છે. ઉચિત સ્થાને પ્રાયશ્ચિત્ત કરતી વખતે પણ કાંઈક છુપાવવાનો પરિણામ થાય ત્યારે તે પ્રાયશ્ચિત્તક્રિયાના કાળમાં પણ માયાનો પરિણામ વર્તે છે. જેમ લક્ષ્મણા સાધ્વીજીએ પ્રાયશ્ચિત્ત કર્યું તે વખતે માયાનો ઉદય હતો. જેઓને માયા આપાદક કર્મ સર્વથા દૂર થાય છે, તેઓને ક્ષાયિકભાવનો આર્જવપરિણામ વર્તે છે. લોભ એ જીવનો ઔદયિકભાવનો પરિણામ છે, જેના કારણે બાહ્ય પદાર્થો પ્રત્યે સંગ્રહનો અભિલાષ