________________
૩૫
તાવાર્થાવગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૨| સૂર-૧૯, (૫) પરિણામ - વળી, ઉપયોગનો પર્યાયવાચી શબ્દ પરિણામ છે, જે આત્માના જ્ઞાનના બોધરૂપ છે.
આ રીતે ઉપયોગ શબ્દના પર્યાયવાચી શબ્દો બતાવ્યા પછી દ્રલેંદ્રિયમાં અને ભાવેદ્રિયમાં કયા ક્રમથી બોધ થાય છે ? તે સ્પષ્ટ કરવા અર્થે ભાષ્યકારશ્રી કહે છે –
સ્પર્ધાદિ ઇન્દ્રિયોની નિવૃત્તિઇન્દ્રિય હોતે છતે ઉપકરણઇન્દ્રિય અને ઉપયોગઇન્દ્રિય થાય છે અને લબ્ધિઇન્દ્રિય હોતે છતે નિવૃત્તિઇન્દ્રિય, ઉપકરણઇન્દ્રિય અને ઉપયોગઇન્દ્રિય થાય છે.
તેથી એ પ્રાપ્ત થાય કે જીવને તે તે ગતિ આદિની પ્રાપ્તિને અનુરૂપ પ્રથમ લબ્ધિઇન્દ્રિય પ્રાપ્ત થાય છે, ત્યારપછી નિવૃત્તિઇન્દ્રિય પ્રાપ્ત થાય છે, ત્યારપછી ઉપકરણઇન્દ્રિય પ્રાપ્ત થાય છે અને છેલ્લે ઉપયોગઇન્દ્રિયની પ્રાપ્તિ થાય છે. જીવોને ઇન્દ્રિયોની નિવૃત્તિઇન્દ્રિય પ્રાપ્ત થાય, ત્યારપછી લબ્ધિઇન્દ્રિય થતી નથી, પરંતુ ઉપકરણઇન્દ્રિય અને ઉપયોગઇન્દ્રિય થાય છે, કેમ કે નિવૃત્તિઇન્દ્રિયની નિષ્પત્તિ પૂર્વે લબ્ધિઇન્દ્રિયની પ્રાપ્તિ છે.
જીવોને લબ્ધિઇન્દ્રિયની પ્રાપ્તિ થાય છે, ત્યારપછી ક્રમશઃ નિવૃત્તિઇન્દ્રિય, ઉપકરણઇન્દ્રિય અને ઉપયોગઇન્દ્રિય પ્રાપ્ત થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે ઇન્દ્રિયરચનારૂપ નિવૃત્તિઇન્દ્રિય અને તે ઇન્દ્રિયમાં બોધ કરવાની શક્તિરૂપ ઉપકરણઇન્દ્રિય પ્રાપ્ત થયા પૂર્વે લબ્ધિરૂપ ભાવેંદ્રિય પ્રાપ્ત થાય છે. નિવૃત્તિ અને ઉપકરણરૂપ દ્રલેંદ્રિય પ્રાપ્ત થયા પછી જીવ તે તે ઇન્દ્રિયમાં ઉપયોગવાળો થાય છે ત્યારે ઉપયોગરૂપ ભાવઇન્દ્રિયવાળો થાય છે.
વળી સૂત્ર-૧૭માં બતાવેલ નિવૃત્તિઇન્દ્રિય અને ઉપકરણઇન્દ્રિય તથા સૂત્ર-૧૮માં બતાવેલ લબ્ધિઇન્દ્રિય અને ઉપયોગઇન્દ્રિય આ ચારેયમાંથી કોઈ એકનો પણ અભાવ હોય તો વિષયના આલોચનરૂપ બોધ થતો નથી. તેથી એ પ્રાપ્ત થાય કે એકેન્દ્રિય જીવને સ્પર્શનેંદ્રિયની લબ્ધિઇન્દ્રિય છે તેના બળથી તે એકેન્દ્રિય જીવ સ્પર્શનેંદ્રિયના વિષયનું આલોચન કરી શકે છે, પરંતુ રસનેંદ્રિયાદિ લબ્ધિઇન્દ્રિય નહીં હોવાથી તેના વિષયક આલોચન કરી શકતો નથી.
વળી કોઈક મનુષ્યાદિને પાંચેય ઇન્દ્રિયોના ક્ષયોપશમભાવની લબ્ધિ હોવા છતાં તેની નિવૃત્તિઇન્દ્રિય કોઈક રીતે નાશ પામેલી હોય તો તે ઇન્દ્રિયના વિષયનું આલોચન કરી શકતો નથી; જેમ ચક્ષુરિંદ્રિય નાશ પામેલી હોય તો તે રૂપાદિ વિષયક આલોચન કરી શકતો નથી.
વળી કોઈકની પાસે લબ્ધિઇન્દ્રિય હોય અને નિવૃત્તિઇન્દ્રિય હોય; છતાં તેની શક્તિરૂપ ઉપકરણઇન્દ્રિય નાશ પામેલી હોય તો તે પુરુષ તે ઇન્દ્રિયના વિષયનું આલોચન કરી શકતો નથી; જેમ ચક્ષુમાં બોધ કરવાને અનુકૂળ શક્તિ હણાયેલી હોય તો તે પુરુષને ચક્ષુથી રૂપાદિનું ગ્રહણ થતું નથી.
વળી કોઈ જીવને લબ્ધિઇન્દ્રિય હોય તથા નિવૃત્તિઇન્દ્રિય અને ઉપકરણઇન્દ્રિય પણ હોય, આમ છતાં જો તે તે ઇન્દ્રિયોમાં ઉપયોગ ન વર્તતો હોય તો ઉપયોગરૂ૫ ભાવેંદ્રિયના અભાવને કારણે તે વિષયનું આલોચન