________________
૩૪
તવારગમસુત્ર ભાગ-૨) અધ્યાય-૨| સુચ-૧૯
ભાવાર્થ(૨) ઉપયોગભાનેંદ્રિય:પુગલમાં સ્પર્શ, રસાદિ જે ભાવો છે તે ભાવોમાં મતિજ્ઞાનનો ઉપયોગ તે ઉપયોગરૂપ ભાવેંદ્રિય છે. ઉપયોગરૂપ ભાવેંદ્રિય કેમ છે ? તેમાં ભાષ્યકારશ્રી કહે છે -
ઉપયોગ જીવનું લક્ષણ છે એ પ્રકારે સૂત્ર ૨/૮માં કહેલું, તે ઉપયોગ મતિજ્ઞાન આદિ પાંચેય જ્ઞાનોમાંથી યથાયોગ્ય જ્ઞાન વિષયક હોય છે. તેમાંથી મતિજ્ઞાનનો જે ઉપયોગ સ્પર્ધાદિ વિષયક હોય છે, તે ભાવેંદ્રિયસ્વરૂપ છે. ઉપયોગના પર્યાયવાચી :(૧) ઉપયોગ -
ઉપયોગ બે પ્રકારનો છે. (૧) સંવિજ્ઞાનલક્ષણચેતના અને (૨) અનુભવલક્ષણચેતના. ઘટાદિનું જ્ઞાન સંવિજ્ઞાનલક્ષણચેતના આત્મક છે અને જીવનું સુખદુઃખાદિનું સંવેદન અને કષાય-નોકષાયનું સંવેદન અથવા કષાય-નોકષાયોનું ઉત્તર ઉત્તર ઉમૂલન થાય એવું સંવેદન અનુભવલક્ષણચેતના આત્મક છે. આ બન્ને ચેતનાનું ઉપયોગ શબ્દથી ગ્રહણ થાય છે. (૨) પ્રણિધાન :
વળી ઉપયોગ શબ્દનો પર્યાયવાચી પ્રણિધાન છે. તે અવહિત મનપણારૂપ છે કોઈ વસ્તુને જાણવા માટે થતા મનોવ્યાપારરૂપ છે. આ પ્રકારનો પ્રણિધાનનો અર્થ કરવાથી એ પ્રાપ્ત થાય કે મતિજ્ઞાનના ઉપયોગમાં મનોવ્યાપાર વર્તે છે તે પ્રણિધાન છે. આથી કોઈ મહાત્મા સૂત્રના અર્થમાં ઉપયોગપૂર્વક નમસ્કારસૂત્ર બોલતાં હોય તો તે પ્રકારના અર્થમાં ઉપયોગને કારણે કષાય-નોકષાય ભાવોનો નાશ થાય તેવી અનુભવલક્ષણચેતના પ્રવર્તે છે. જ્યારે અવધિજ્ઞાન આદિ જ્ઞાનોના ઉપયોગમાં મનોવ્યાપાર નથી, પરંતુ આત્મવ્યાપાર દ્વારા અવધિજ્ઞાન આદિનો ઉપયોગ છે. તે ઉપયોગ પણ પૂર્વમાં બતાવેલ બે પ્રકારનો હોય છે. આથી જ અવધિજિન આદિ મહાત્માઓને અવધિજ્ઞાનના ઉપયોગથી પણ કષાયોના શમનનો અનુભવ થાય છે. (૩) આયોગ -
વળી ઉપયોગ શબ્દનો પર્યાયવાચી શબ્દ આયોગ છે. આયોગમાં ‘આ’ શબ્દ સ્વવિષયની મર્યાદા અર્થમાં છે અને યોગ શબ્દ જ્ઞાન અર્થમાં છે. તેથી સ્વવિષયની મર્યાદાથી સ્પર્શદિના જ્ઞાનનો ઉદય તે આયોગ છે, જે મતિજ્ઞાનના ઉપયોગ સ્વરૂપ છે. (૪) તદભાવ :
વળી ઉપયોગનો પર્યાયવાચી શબ્દ તદ્ભાવ છે. “તદ્' શબ્દથી ઉપયોગ સ્વભાવવાળા જીવનું ગ્રહણ છે. અને તેનો ભાવ=ઉપયોગ સ્વભાવવાળા જીવનો જ્ઞાનનો પરિણામ, તે તભાવ છે અર્થાત્ જીવ તે તે જ્ઞાનના પરિણામરૂપ થાય છે તે ઉપયોગ તભાવ છે.