________________
૨૮
તવાથવિગમસૂત્ર ભાગ-૨/ અધ્યાય-૨ / સૂચ-૨૨ બતાવીને સ્થાવર કોણ છે અને ત્રણ કોણ છે? તે બતાવ્યું. પૃથ્વીકાય આદિ સ્થાવર અને બેઇન્દ્રિય આદિ ત્રસ છે, તેમ કહેવાથી ઈન્દ્રિયો શું છે? તે જાણવાની જિજ્ઞાસા થઈ, તેથી તે ઇન્દ્રિયોનું સ્વરૂપ અને તેના વિષયો અત્યાર સુધી બતાવ્યા. હવે જિજ્ઞાસા થાય કે જીવ સમનસ્ક અને અમનસ્ક એમ બે પ્રકારના છે, તો જે મનવાળા છે તેનો વિષય ઇન્દ્રિયના વિષય કરતાં અન્ય કયો છે? તેથી મનનો વિષય શ્રુતજ્ઞાન છે તે બતાવવા અર્થે કહે છે – સૂત્રઃ
કૃતનિક્રિયા સાર/રરા. સૂત્રાર્થ -
અનિજિયનોમનનો, (વિષય) શ્રત છે. ર/રચા ભાષ્ય :
કુતરાને વિમ્ - અને વિવિઘ નોજિયા પાર/રરા, ભાષ્યાર્થ :
શ્રાશન ... નોજિયાઈ અનેકવિધ અને દ્વાદશવિધ એમ બે પ્રકારનું શ્રુતજ્ઞાન નોઈજિયનો=મનનો, અર્થ છે=વિષય છે. ર/રરા ભાવાર્થ -
સામાન્યથી શ્રુતજ્ઞાન અન્યત્ર બે પ્રકારનું પ્રસિદ્ધ છે. પ્રત્યક્ષશ્રુત અને પરોક્ષશ્રુત. જે પ્રત્યક્ષશ્રુત છે તે પદાર્થ સાથે વાચ્ય-વાચકભાવના યોજના સ્વરૂપ છે, તેનું અહીં ગ્રહણ કરેલ નથી, પરંતુ આપ્તવચનથી અર્થના સંવેદનરૂપ જે પરોક્ષશ્રુત છે તેને ગ્રંથકારશ્રીએ શ્રુતશબ્દથી ગ્રહણ કરેલ છે. તે શ્રુતજ્ઞાન મનનો વિષય છે. મનના વિષયભૂત શ્રુતજ્ઞાન અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ એમ બે ભેદવાળું છે. અંગબાહ્યશ્રુત અનેક ભેદવાળું છે, જ્યારે અંગપ્રવિષ્ટકૃત બાર પ્રકારનું છે.
આ શ્રુતજ્ઞાન મનથી જ થાય છે; કેમ કે કોઈપણ ઇન્દ્રિયથી પ્રથમ મતિજ્ઞાન થયા પછી શાસ્ત્રવચનાનુસાર જે જીવને બોધ થાય છે તે અન્ય ઇન્દ્રિયથી થતો નથી, પરંતુ મનથી થાય છે. શાસ્ત્રશ્રવણની ક્રિયાથી પ્રથમ મતિજ્ઞાન થાય છે, ત્યારપછી મન દ્વારા તે શબ્દોના અર્થોનો નિર્ણય થાય છે તે શ્રુતજ્ઞાન છે. તેથી શ્રુતજ્ઞાન મનનો વિષય છે તેમ ગ્રંથકારશ્રીએ કહેલ છે.
અહીં વિશેષ એ છે કે પ્રસ્તુત ગ્રંથમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્ર એ મોક્ષમાર્ગ છે તેમ બતાવવાની પ્રતિજ્ઞા કરેલ અને તેમાં સમ્યજ્ઞાન મતિજ્ઞાન આદિ પાંચ ભેદવાળું છે તેમ પ્રથમ અધ્યાયમાં કહેલ. આ પાંચેય જ્ઞાનો મોક્ષના કારણભૂત છે તદંતર્ગત શ્રુતજ્ઞાનનું અહીં ગ્રહણ કરેલ છે. આ શ્રુતજ્ઞાન મન દ્વારા યોગ્ય જીવોને પ્રથમ ભૂમિકામાં શ્રતરૂપે હોય છે, ત્યારબાદ ચિંતારૂપ બને છે અને છેલ્લે