________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૨ / સૂત્ર-૨૨, ૨૩
૩૯
ભાવનારૂપ થાય છે. ત્રણેય પ્રકારનાં શ્રુતજ્ઞાન જીવની વિષયતૃષ્ણાને શમાવનાર હોવાથી મોક્ષનું કારણ છે, એ પ્રકારે ષોડશક ગ્રંથમાં કહેલ છે.
શ્રુતજ્ઞાન અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એમ બે ભેદવાળું છે. અંગબાહ્યશ્રુતના અવાંતર ભેદો અનેક છે અને અંગપ્રવિષ્ટશ્રુતના અવાંતર ભેદો બાર છે. શાસ્ત્રઅધ્યયન દ્વારા વિષયની તૃષ્ણાને શમાવે તેવી ગુણવત્તાવાળા શ્રુતજ્ઞાનનું અહીં ગ્રહણ છે. પરંતુ જે શ્રુતઅધ્યયનથી વિષયતૃષ્ણાનું શમન ન થતું હોય તેવા અસંબદ્ધ બોધરૂપ કે કષાયની વૃદ્ધિના કારણીભૂત શ્રુતજ્ઞાનનું અહીં શ્રુત શબ્દથી ગ્રહણ નથી. આવું શ્રુત મનથી થનાર હોવા છતાં મોક્ષના કારણીભૂત શ્રુતજ્ઞાનમાં તેનો સમાવેશ નથી, પરંતુ મિથ્યાશ્રુતમાં તેનો અંતર્ભાવ થાય છે. I૨/૨૨ા
અવતરણિકા :
સૂત્ર-૧૫માં કહ્યું કે પાંચ ઇન્દ્રિયો છે. ત્યારપછી તે પાંચ ઇન્દ્રિયોનું સ્વરૂપ અને તેના વિષયો બતાવ્યા. હવે તે પાંચ ઈંદ્રિયોમાંથી કયા જીવોને કઈ કઈ ઈન્દ્રિયો છે ? તે ક્રમસર બતાવવા અર્થે કહે છે -
સૂત્રઃ
વાલ્વન્તાનામેમ્ ।।૨/૨૩।।
સૂત્રાર્થ
-
વાયુ અંત સુધીના જીવોને=સૂત્ર-૧૩માં ત્રણ પ્રકારના સ્થાવર જીવો બતાવ્યા ત્યારબાદ સૂત્ર૧૪માં તેઉકાય અને વાયુકાય એ બેને, ત્રસ કહ્યા ત્યાં સુધીના જીવોની એક છે=એક સ્પર્શનેંદ્રિય છે. II૨/૨૩II
ભાષ્યઃ
अत्राह - उक्तं भवता 'पृथिव्यब्वनस्पतितेजोवायवो द्वीन्द्रियादयश्च' (अ० २, सू० १३-१४) नव जीवनिकायाः, 'पञ्चेन्द्रियाणि चेति (अ० २, सू० १५), तत्किं कस्येन्द्रियमिति ? । अत्रोच्यते पृथिव्यादीनां वाय्वन्तानां जीवनिकायानामेकमेवेन्द्रियम्, सूत्रक्रमप्रामाण्यात् प्रथमं स्पर्शनमेवे - ત્યર્થઃ ।।૨/૨૩।।
ભાષ્યાર્થ ઃ
-
ત્રાહિ .....
સ્પર્શનમવેત્વર્થઃ ।। અહીં=ઇન્દ્રિયોનું સ્વરૂપ, ઇન્દ્રિયોનો વિષય અને અતિન્દ્રિયનો વિષય બતાવ્યો એમાં, શંકા કરે છે તમારા વડે “પૃથ્વી, અર્ અને વનસ્પતિ, તેજો, વાયુ અને બેઇન્દ્રિયાદિ" (અધ્યાય-૨, સૂત્ર-૧૩, ૧૪) નવ જીવનિકાયો કહેવાયા અને “પાંચ ઇન્દ્રિયો” કહેવાઈ. તેથી તે ઇન્દ્રિય કોને કઈ છે ?