________________
Fણ ભાગ-૨ અગા-, ૬-૧૮
ભાવાર્થભાકિય -
જીવના પરિણામરૂપ જ્ઞાનાત્મક ઇન્દ્રિયો ભાવેંદ્રિય છે. ભાવેંદ્રિયના બે પ્રકાર છે: (૧) લબ્ધિઇન્દ્રિય અને ઉપયોગઇન્દ્રિય. (૧) લબ્ધિઇજિય:
જે જીવોને જેટલી ઇન્દ્રિયની પ્રાપ્તિ છે તેટલી લબ્ધિઇન્દ્રિયની પ્રાપ્તિ છે. તે લબ્ધિઇન્દ્રિય જીવના ઇન્દ્રિયના આવરણીય એવા કર્મના ક્ષયોપશમ જનિત છે, તેથી જ્ઞાનસ્વરૂપ છે. વળી તે ક્ષયોપશમ થવામાં કારણ ગતિનામકર્મ, જાતિનામકર્મ આદિ નામકર્મો પણ કારણભૂત છે. તેથી ગતિ-જાતિ આદિ નામકર્મ જનિત લબ્ધિ છે તેમ કહેલ છે. આદિ પદથી તે તે શરીરના નિષ્પાદક નામકર્મ અથવા આયુષ્યનું ગ્રહણ છે. તેથી જે જીવને જે ગતિની પ્રાપ્તિ થાય તે ગતિ અનુસાર તે તે ઇન્દ્રિયોનો ક્ષયોપશમ થાય છે. આથી જ પશુજાતિમાં જે પ્રકારની ઇન્દ્રિયોનો ક્ષયોપશમ છે તેવો મનુષ્યજાતિમાં નથી અને મનુષ્યજાતિમાં જે પ્રકારની ઇન્દ્રિયોનો ક્ષયોપશમ છે, તે પ્રકારનો પશજાતિમાં નથી. આ રીતે તે તે ઇન્દ્રિયોમાં બોધ કરવાની શક્તિ જીવને પ્રાપ્ત થાય છે, તે રૂ૫ લબ્ધિઇન્દ્રિય પ્રત્યે ગતિનામકર્મ કારણ છે.
વળી જાતિનામકર્મને કારણે જીવ એકેન્દ્રિય, બેઇન્દ્રિય આદિ જાતિમાં જાય છે અને તેના પ્રમાણે તે તે ઇન્દ્રિયોની લબ્ધિ પ્રાપ્ત થાય છે. માટે જાતિનામકર્મ પણ લબ્ધિઇન્દ્રિય પ્રત્યે કારણ છે.
વળી તે તે ગતિના અને જાતિના નિમિત્તને પામીને જીવમાં તે તે ઇન્દ્રિય આવારક કર્મનો ક્ષયોપશમ પ્રગટ થાય છે. તેથી તે તે આવરણીય કર્મના ક્ષયોપશમ જનિત લબ્ધિઇન્દ્રિય છે.
વળી, તે તે ઇન્દ્રિયોના આશ્રયવાળાં જે કર્મો તે કર્મોના ઉદયથી નિવર્તિત એવી લબ્ધિ જીવને થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે જીવને જે જે ઇન્દ્રિયો પ્રાપ્ત થવાની હોય તે ઇન્દ્રિયોની નિષ્પત્તિના કારણભૂત એવા કર્મના ઉદયથી તે તે ઇન્દ્રિયની લબ્ધિ પ્રગટે છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે જીવ પૂર્વભવમાંથી ચ્યવને નવા ભવમાં આવે, ત્યારે પૂર્વભવના આયુષ્યના નાશના ઉત્તરમાં બીજી ગતિ, બીજી જાતિ આદિ નામકર્મનો ઉદય શરૂ થાય છે. તે ગતિનામકર્મ અને જાતિનામકર્મને અનુરૂપ તે તે ઇન્દ્રિયના આવરણના ક્ષયોપશમથી તે લબ્ધિઇન્દ્રિય જીવને પ્રથમ ક્ષણથી પ્રાપ્ત થાય છે. તે વખતે તે લબ્ધિઇન્દ્રિયની પ્રાપ્તિમાં ત્રણ કારણો છે, (૧) ગતિનામકર્મ (૨) જાતિનામકર્મ અને (૩) એકેંદ્રિય આદિ ઇન્દ્રિયનામકર્મ. આ ત્રણથી તે તે ઇન્દ્રિયોના ક્ષયોપશમની લબ્ધિ પ્રગટ્યા પછી જીવ નવા શરીરની રચના કરે છે ત્યારે કલૈંદ્રિયનું નિર્માણ થાય છે, જે દ્રશેંદ્રિય નિવૃત્તિ અને ઉપકરણરૂપ છે. તેથી એ પ્રાપ્ત થાય કે પ્રથમ લબ્ધિરૂપ ભાવેંદ્રિય પ્રાપ્ત થાય છે ત્યારપછી નિવૃત્તિઇન્દ્રિય પ્રાપ્ત થાય છે અને શક્તિરૂપ ઉપકરણઇન્દ્રિય પ્રાપ્ત થાય છે. આ શક્તિનો જીવ જ્યારે ઉપયોગ કરે ત્યારે બોધાત્મક ઉપયોગઇન્દ્રિય પ્રાપ્ત થાય છે. ચાર ઇન્દ્રિયોમાંથી લબ્ધિ અને ઉપયોગરૂપ બે ભાવેંદ્રિય છે અને નિવૃત્તિ અને ઉપકરણ બે દ્રલેંદ્રિય છે.