________________
૦.
તત્વાર્થાધિગમસૂર ભાગ-૨) અધ્યાય-૨સૂર-૧૭ નિર્માણનામકર્મ તેને ઉચિત સ્થાને નિર્માણ કરે છે. એથી અંગોપાંગનામકર્મ અને નિર્માણનામકર્મ બે નિમિત્તભૂત બનીને નિવૃત્તિઇન્દ્રિય નિર્માણ કરે છે, જે જીવના શરીરના પ્રદેશોરૂપ છે.
પૂર્વમાં કહ્યું કે કર્મવિશેષથી સંસ્કૃત શરીરના પ્રદેશરૂપ નિવૃત્તિઇન્દ્રિય છે. તેથી કોઈને શંકા થાય કે કયા કર્મના ઉદયથી નિવૃત્તિઇન્દ્રિયરૂપ શરીરના પ્રદેશોની પ્રાપ્તિ થાય છે ? તે સ્પષ્ટ કરવા અર્થે ભાષ્યકારશ્રી કહે છે – નિર્માણનામકર્મ અને અંગોપાંગનામકર્મના પ્રત્યયવાળી મૂલગુણની નિર્તના નિવૃત્તિઇન્દ્રિય છે.
નિર્માણનામકર્મ અને અંગોપાંગનામકર્મ નિવૃત્તિ ઇન્દ્રિયનું નિર્માણ કરે છે અને તે નિવૃત્તિઇન્દ્રિયનું નિર્માણ મૂલગુણનિર્વર્તના સ્વરૂપ છે. નિર્વર્તના બે પ્રકારની છે - ઉત્તરગુણનિર્વતૈના અને મૂલગુણનિર્વર્તન. જેમ ચક્ષુમાં અંજન આંજવામાં આવે, જેથી ચક્ષુની ગ્રહણશક્તિ અધિક થાય તે ઉત્તરગુણની નિર્વતૈના છે. આ જ રીતે તે તે ઇન્દ્રિયને ઉપષ્ટભક દ્રવ્યો દ્વારા તે તે ઇન્દ્રિયની અતિશયતા કરવામાં આવે તે ઉત્તરગુણની નિર્વર્તના છે.
વળી, બોધને અનુકૂળ એવી ઇન્દ્રિયોનું જે નિર્માણ થાય છે તે મૂલગુણનિર્વતના આત્મક છે. તે નિર્માણનામકર્મ અને અંગોપાંગનામકર્મ કરે છે. તેથી પુદ્ગલાત્મક બોધ કરવાને અનુકૂળ એવી શક્તિરૂપ જે ઇન્દ્રિયો છે તે નિવૃત્તિઇન્દ્રિય છે. ઉપકરણજિયઃ
વળી ઉપકરણઇન્દ્રિય બે પ્રકારની છે - બાહ્ય અને અત્યંતર. આ ઉપકરણઇન્દ્રિય અંગોપાંગનામકર્મ અને નિર્માણનામકર્મ દ્વારા જે નિવૃત્તિઇન્દ્રિય નિર્માણ કરાઈ છે તેમાં અનુપઘાત અને અનુગ્રહ દ્વારા ઉપકારને કરનારી છે.
અંગોપાંગનામકર્મ આદિથી નિવર્તિત એવી જે નિવૃત્તિઇન્દ્રિય છે તેનું રક્ષણ કરનાર બાહ્યઉપકરણઇન્દ્રિય છે. તેથી બાહ્ય ઉપકરણઇન્દ્રિય અનુપઘાત દ્વારા નિવૃત્તિઇન્દ્રિયને ઉપકાર કરે છે.
વળી જે અત્યંતરઉપકરણઇન્દ્રિય છે તે અત્યંતરનિવૃત્તિઇન્દ્રિયને બોધ કરવામાં ઉપકાર કરે છે તેથી અત્યંતરઇન્દ્રિય અનુગ્રહ દ્વારા નિવૃત્તિઇન્દ્રિયને ઉપકારી છે.
આ સર્વ કથનથી એ ફલિત થયું કે નિર્માણનામકર્મથી અને અંગોપાંગનામકર્મથી અંદરની નિવૃત્તિઇન્દ્રિય ઉત્પન્ન થાય છે. કેટલાક ગ્રંથોમાં તે અંતરંગ નિવૃત્તિઇન્દ્રિયથી ભિન્ન બહિર્નિવૃત્તિઇન્દ્રિય સ્વીકારવામાં આવે છે. તે બહિનિવૃત્તિઇન્દ્રિયને ભાષ્યકારશ્રીએ બહિર્લપકરણઇન્દ્રિયથી ગ્રહણ કરેલ છે; કેમ કે જે ઉપકાર કરે તે ઉપકરણ કહેવાય તે વ્યુત્પત્તિ અનુસાર અંતરંગ નિવૃત્તિઇન્દ્રિયની બહારના ભાગમાં વર્તતી ઇન્દ્રિયની રચના અંતરંગ નિવૃત્તિઇન્દ્રિયનું રક્ષણ કરે છે. તેથી બાહ્ય આકારરૂપે રહેલી ઇન્દ્રિયને ભાષ્યકારશ્રીએ ઉપકરણઇન્દ્રિય તરીકે ગ્રહણ કરેલ છે. નિર્માણનામકર્મ અને અંગોપાંગનામકર્મથી જે નિવૃત્તિઇન્દ્રિય થઈ છે, તેમાં જે બોધ કરવાને અનુકૂળ શક્તિ છે, તેને અત્યંતરઉપકરણઇન્દ્રિયરૂપે ગ્રંથકારશ્રીએ ગ્રહણ કરેલ