________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૨ / સૂત્ર-૧૭
લ
ભાષ્યઃ
तत्र निर्वृत्तीन्द्रियमुपकरणेन्द्रियं च द्विविधं द्रव्येन्द्रियम् । निर्वृत्तिः - अङ्गोपाङ्गनामनिर्वर्तितानीन्द्रियद्वाराणि, कर्मविशेषसंस्कृताः शरीरप्रदेशाः, निर्माणनामाङ्गोपाङ्गप्रत्यया मूलगुणनिर्वर्तनेत्यर्थ उपकरणं बाह्यमभ्यन्तरं च, निर्वर्तितस्यानुपघातानुग्रहाभ्यामुपकारीति ।।२/१७ ।।
ભાષ્યાર્થ ઃ
નિવૃત્તીન્દ્રિયમ્ ... પરીતિ ।। ત્યાં=દ્રવ્યેદ્રિય અને ભાનેંદ્રિયમાં, નિવૃત્તિઇન્દ્રિય અને ઉપકરણઇન્દ્રિય બે પ્રકારની દ્રવ્યેષ્ટ્રિય છે. નિવૃત્તિઇન્દ્રિય અંગોપાંગનામકર્મથી નિર્વર્તિત ઇન્દ્રિયનાં દ્વારો છે, કર્મવિશેષથી સંસ્કૃત શરીરના પ્રદેશો, નિર્માણનામકર્મ અને અંગોપાંગ પ્રત્યય મૂલગુણનિર્વર્તના છે, એ પ્રકારનો અર્થ છે.
ઉપકરણઇન્દ્રિય બાહ્ય અને અત્યંતર છે. અને તે ઉપકરણઇન્દ્રિય નિવૃત્િત એવી નિવૃત્તિઇન્દ્રિયોને અનુપઘાત અને અનુગ્રહ દ્વારા ઉપકારી છે.
‘કૃતિ’ શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થક છે. ।।૨/૧૭ના
ભાવાર્થ:
દ્રવ્યઇન્દ્રિય –
દ્રવ્યંદ્રિય બે પ્રકારની છે : (૧) નિવૃત્તિઇન્દ્રિય અને (૨) ઉપકરણઇન્દ્રિય.
નિવૃત્તિઇન્દ્રિય =
નિવૃત્તિઇન્દ્રિય શું છે ? તે સ્પષ્ટ કરતાં ભાષ્યકારશ્રી કહે છે -
અંગોપાંગનામકર્મથી નિર્વર્તિત ઇન્દ્રિયનાં દ્વારો છે, તે નિવૃત્તિઇન્દ્રિય છે.
તેથી એ પ્રાપ્ત થાય કે ઇન્દ્રિયદ્વારમાં રહેલ ઇન્દ્રિય શબ્દ ભાવેંદ્રિયનો પરામર્શક છે અને તે ભારેંદ્રિયના વિવરૂપ ઇન્દ્રિયદ્વારો છે તે નિવૃત્તિઇન્દ્રિય છે, જે અંગોપાંગનામકર્મથી નિષ્પન્ન થયેલ છે. જીવ ઇન્દ્રિય દ્વારા જે બોધ પ્રાપ્ત કરે છે તે ભાવેંદ્રિય છે અને તે બોધ કરવા માટે કારણભૂત એવી જે પુદ્ગલોની રચનારૂપ વિવરો છે તે નિવૃત્તિઇન્દ્રિય છે. અને તે નિવૃત્તિઇન્દ્રિય અંગોપાંગનામકર્મથી બનેલી પુદ્ગલાત્મક છે, જેના દ્વારા જીવ વસ્તુનો બોધ કરે છે.
વળી આ જીવની નિવૃત્તિઇન્દ્રિય કર્મવિશેષથી સંસ્કૃત શરીરના પ્રદેશો છે.
તેથી એ પ્રાપ્ત થાય કે કર્મવિશેષ શબ્દથી નામકર્મનું ગ્રહણ કરવું છે અને તે નામકર્મમાં પણ દ્રવ્યંદ્રિયને નિષ્પન્ન કરનાર અંગોપાંગનામકર્મો અને નિર્માણનામકર્મ છે. તેનાથી સંસ્કૃત એવી નિવૃત્તિઇન્દ્રિય છે=વિશિષ્ટ અવયવોની રચનારૂપે નિષ્પાદિત એવી નિવૃત્તિઇન્દ્રિય છે. તેથી એ પ્રાપ્ત થાય કે જીવનું અંગોપાંગનામકર્મ અંગ-ઉપાંગની રચના કરે છે. તદ્ અંતર્ગત જે ઇન્દ્રિયો છે તેની રચના પણ અંગોપાંગનામકર્મ કરે છે અને