________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૨ / સૂત્ર-૧૫
પાણિની વ્યાકરણ અધ્યાય-૨ના પાદ-૫ના સૂત્ર-૯૩માં ઇન્દ્રિયનું લક્ષણ કર્યું છે કે ઇન્દ્રનું લિંગ તે ઇન્દ્રિય છે. અથવા ઇન્દ્રથી દુષ્ટ=જોવાયેલી, છે તે ઇન્દ્રિય છે. અથવા ઇન્દ્રથી સૃષ્ટ=સર્જન કરાયેલી, છે તે ઇન્દ્રિયો છે. અથવા ઇન્દ્રથી જુષ્ટસેવાયેલી, છે તે ઇન્દ્રિય છે. અથવા ઇન્દ્રથી દત્ત=અપાયેલી, છે તે ઇન્દ્રિય છે.
અહીં પ્રશ્ન થાય કે ઇન્દ્ર કોણ છે ? તેથી ભાષ્યકારશ્રી કહે છે
ઇન્દ્ર જીવ છે; કેમ કે સર્વ દ્રવ્યોમાં જીવને ઐશ્વર્યનો યોગ છે અર્થાત્ સર્વ દ્રવ્યને જીવ જાણી શકે છે, ઉપભોગ કરી શકે છે. એ રૂપ ઐશ્વર્યવાળો હોવાથી જીવ ઇન્દ્ર છે. અથવા વિષયોમાં પરમ ઐશ્વર્યનો યોગ છે, માટે જીવ ઇન્દ્ર છે. અર્થાત્ સંસારી જીવો ધન આદિ ઘણા વિષયોને એકઠા કરીને પરમ ઐશ્વર્યવાળા થાય છે, માટે ઇન્દ્ર જીવ છે જેનું લિંગ ઇન્દ્રિય છે.
કેમ ઇન્દ્રિય જીવનું લિંગ છે ? તેમાં યુક્તિ આપે છે લિંગનની ક્રિયા હોવાથી લિંગ છે.
-
-
આશય એ છે કે જીવ છે તેનો બોધ ઇન્દ્રિયથી થાય છે. તે આ રીતે -
-
કોઈ શબ્દને સાંભળીને કોઈના ચિત્તમાં હર્ષાદિ વિકારો થાય તેને જોઈને બુદ્ધિમાન પુરુષ નિર્ણય ક૨ી શકે છે કે આ હર્ષાદિની અભિવ્યક્તિ કરનાર પુરુષમાં અંતર્વર્તી કોઈ ઇન્દ્રિય છે જેણે આ શબ્દને ગ્રહણ કરેલ છે, તે અંતર્વર્તી શ્રોતેંદ્રિય શરીર આદિના સંઘાતથી વિલક્ષણ છે. તે ઇન્દ્રિયના વિકાર જેને થયા છે તે કોઈક આત્મા નામનો પદાર્થ છે. જેને શબ્દમાત્રના ગ્રહણને કારણે આવા પ્રકારના વિકારો થયા છે. તેથી શબ્દ-ગ્રહણથી થતા વિકારના બળથી શ્રોતેંદ્રિયનો નિર્ણય કરીને તે ઇન્દ્રિયના બળથી જીવનો નિર્ણય થાય છે. માટે જીવના અસ્તિત્વનું લિંગ ઇન્દ્રિય છે.
વળી, દેહમાં જીવ છે તેનું સૂચન કરનાર ઇન્દ્રિય છે, માટે જીવનું લિંગ ઇન્દ્રિય છે, જે પાણિની સૂત્રમાં ઇન્દ્રદૃષ્ટ શબ્દથી બતાવેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે ઇન્દ્રિયોથી ઇન્દ્ર દૃષ્ટ થાય છે અર્થાત્ ઇન્દ્રિય જીવનું સૂચન ક૨ના૨ છે. વળી ઇન્દ્રિય જીવત્વનું પ્રદર્શન ક૨ના૨ હોવાથી જીવનું લિંગ છે, જે પાણિની સૂત્રમાં ઇન્દ્રસૃષ્ટ શબ્દથી બતાવેલ છે. જીવ વડે ઇન્દ્રિયો સર્જન કરાયેલી છે. તેથી તે ઇન્દ્રિયો જીવને પ્રદર્શિત કરે છે, માટે ઇન્દ્રિય જીવનું લિંગ છે.
વળી, ઇન્દ્રિય ઉપખંભન કરનાર હોવાથી જીવનું લિંગ છે. જે પાણિની સૂત્રમાં ઇન્દ્રજુષ્ટ શબ્દથી ગ્રહણ કરેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જીવ વડે વિષયને ગ્રહણ કરવા માટે ઇન્દ્રિયોનો ઉપયોગ કરાય છે. માટે જીવને પદાર્થનો બોધ કરવા માટે ઉપખંભન કરનાર હોવાથી જીવનું લિંગ ઇન્દ્રિય છે.
વળી, વ્યંજન કરનાર હોવાથી ઇન્દ્રિય જીવનું લિંગ છે, જે પાણિની સૂત્રમાં ઇન્દ્રદત્તથી ગ્રહણ કરેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે ઇન્દ્ર એવા જીવ માટે ઇન્દ્રિયો અપાઈ છે=કર્મો દ્વારા અપાઈ છે. તેથી જીવને વ્યંજન કરનાર ઇન્દ્રિયો છે—તે ઇન્દ્રિયના આશ્રયરૂપે જીવને ઇન્દ્રિયો અભિવ્યક્ત કરે છે. માટે ઇન્દ્રિય જીવનું લિંગ છે. ૨/૧૫ા