________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ / અધ્યાય-૨| સૂત્ર-૧પ मिन्द्रसृष्टमिन्द्रजुष्टमिन्द्रदत्तमिति वा” (पा० अ० २, पा० ५, सू० ९३) इन्द्रो जीवः, सर्वद्रव्येष्वेश्वर्ययोगाद्विषयेषु वा परमैश्वर्ययोगात् तस्य लिङ्गमिन्द्रियम्, लिङ्गनात्सूचनात्प्रदर्शनादुपष्टम्भनाद् व्यञ्जनाच्च जीवस्य लिङ्गमिन्द्रियम् ।।२/१५।। ભાષ્યાર્થ:
પજિળ — વિજિલન્ ! પાંચ ઇન્દ્રિયો છે. નિયમન અર્થવાળો-એક જીવ પ્રકર્ષથી પાંચેય ઈન્દ્રિયોનો આરંભ કરે છે, ન્યૂન-અધિકનો આરંભ કરતો નથી એના નિયમન અર્થવાળો, અને છ આદિના પ્રતિષેધ અર્થવાળો સૂત્રનો આરંભ છે. ઇન્દ્રિય શું છે? એ સ્પષ્ટ કરે છે –
ઇન્દ્રિય ઈજનું લિંગ છે, ઇન્દ્રથી દષ્ટ છે. ઇન્દ્રથી સુષ્ટ છે, ઇન્દ્રથી જુષ્ટ છે. ઇન્દ્રથી દત્ત છે, એ ઇન્દ્રિય છે.” (પાણિની વ્યાકરણ અધ્યાય-૨, પાદ-૫, સૂત્ર-૯૩) ઇન્દ્રનું લિંગ ઇન્દ્રિય છે એમ કહ્યું. તેથી ઇન્દ્ર કોણ છે ? તે બતાવે છે –
ઈજ જીવ છે; કેમ કે સર્વ દ્રવ્યોમાં એશ્વર્યનો યોગ છે અથવા વિષયોમાં પરમ ભર્યનો યોગ છે તેનું લિંગ ઈન્દ્રિય છે.
કેમ ઇન્દ્રનું લિંગ ઇન્દ્રિય છે? તેથી કહે છે – લિંગન હોવાથી, સૂચન હોવાથી, પ્રદર્શન હોવાથી, ઉપખંભવ હોવાથી અને વ્યંજન હોવાથી જીવનું લિંગ ઈક્રિય છે. ર/૧૫ ભાવાર્થ :
ગ્રંથકારશ્રીએ પાંચ ઇન્દ્રિયો છે એ પ્રકારના સૂત્રની રચના કેમ કરી? તે પ્રકારની કોઈને જિજ્ઞાસા થાય તેથી ભાષ્યકારશ્રી કહે છે –
કોઈ જીવ ઉત્કૃષ્ટથી પાંચેય ઇન્દ્રિયોનો આરંભ કરે ત્યારે એક એક ઇન્દ્રિય ક્રમસર કરે છે તેમ નથી પરંતુ એક સાથે પાંચેય ઇન્દ્રિયોનો આરંભ કરે છે તે આરંભના નિયમન માટે પાંચ ઇન્દ્રિય છે, એ પ્રકારે સૂત્રની રચના કરી છે. વળી, પાંચથી અધિક છ આદિ ઇન્દ્રિય નથી તેનો બોધ કરાવવા અર્થે પાંચ ઇન્દ્રિય છે, એ પ્રકારે સૂત્રની રચના કરી છે. તેથી મનને છઠ્ઠી ઇન્દ્રિયરૂપે ગ્રહણ કરીને કોઈ જ ઇન્દ્રિય સ્વીકારતું હોય તો તે ઉચિત નથી, પરંતુ ઇન્દ્રિયો ચક્ષુ આદિ પાંચ જ છે તેનો બોધ કરાવવા અર્થે પ્રસ્તુત સૂત્રની રચના ગ્રંથકારશ્રીએ કરેલ છે. વળી, મન:પર્યાપ્તિ છે, પરંતુ પાંચ ઇન્દ્રિયની જેમ મન નથી; ફક્ત મનનકાળમાં જીવ મનોવર્ગણાનાં પુદ્ગલ ગ્રહણ કરીને દ્રવ્યમનરૂપે પરિણમન પમાડે છે અને તેનાથી બોધ કરીને તે દ્રવ્યમનનો ત્યાગ કરે છે; પરંતુ ઇન્દ્રિયની જેમ સંસારી જીવોનાં શરીર અંતર્ગત મન અવસ્થિત દ્રવ્ય નથી.
ઇન્દ્રિય શું છે ? તેને બતાવવા માટે પાણિનીવ્યાકરણનું સૂત્ર બતાવે છે –