________________
२४
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ અધ્યાય-૨ / સૂત્ર ૧૩, ૧૪
સૂત્રાર્થ ઃ
પૃથ્વી, પાણી, વનસ્પતિ સ્થાવરો છે. II૨/૧૩||
ભાષ્યઃ
पृथ्वीकायिकाः, अप्कायिकाः, वनस्पतिकायिकाः, इत्येते त्रिविधाः स्थावरा जीवा भवन्ति तत्र पृथिवीकायोऽनेकविधः शुद्धपृथिवीशर्करावालुकादिः, अप्कायोऽनेकविधो हिमादिः, वनस्पतिकायोऽनेकविधः शैवलादिः । । २ / १३ ।।
ભાષ્યાર્થ ઃ
पृथ्वीकायिका: શેવલાલિઃ ।। પૃથ્વીકાય, અપ્લાય, વનસ્પતિકાય આ ત્રણ પ્રકારના સ્થાવર જીવો છે. ત્યાં પૃથ્વીકાય શુદ્ધપૃથ્વી, શર્કરા, વાલુકા આદિ અનેકવિધ છે. અખાય હિમ આદિ અનેકવિધ છે. વનસ્પતિકાય શેવાલ આદિ અનેકવિધ છે. ।।૨/૧૩/
ભાવાર્થ:
પૂર્વસૂત્રમાં સંસારી જીવો ત્રસ અને સ્થાવર એમ બે ભેદવાળા છે એમ બતાવ્યું તેમાંથી સ્થાવર જીવો ત્રણ ભેદવાળા છે પૃથ્વીકાય, અપ્કાય અને વનસ્પતિકાય. તેઉકાય અને વાઉકાય એકેન્દ્રિય હોવા છતાં તત્ત્વાર્થકારે તેનો સ્થાવરમાં સંગ્રહ કર્યો નથી; કેમ કે ગમનની ચેષ્ટા કરે તે ત્રસ કહેવાય, એ પ્રકારની વ્યુત્પત્તિથી જેમાં ગમનની ચેષ્ટા ન હોય તેવા જીવો સ્થાવર કહેવાય, પૃથ્વીકાય-અપ્કાય-વનસ્પતિકાય તેવા સ્થાવર જીવો છે; કેમ કે પૃથ્વી આદિના જીવોમાં અન્યના પ્રયત્ન વગર ગમનની ચેષ્ટા દેખાતી નથી, જ્યારે તેઉકાય અને વાઉકાયમાં અન્યના પ્રયત્ન વગર ગમનની ચેષ્ટા દેખાય છે.
કર્મગ્રંથમાં તેઉકાય અને વાઉકાયને સ્થાવરમાં ગ્રહણ કરેલ છે. તેનું કારણ કર્મગ્રંથમાં ત્રસનો અર્થ ‘સ્વતઃ ગમનવાળા ત્રસ' એવો અર્થ સ્વીકારેલ નથી પરંતુ સ્વઇચ્છાથી જે ગમન કરે તે ત્રસ કહેવાય, એ પ્રકારનો અર્થ સ્વીકારેલ છે. તેથી કર્મગ્રંથમાં ગમનશીલ એવા તેઉકાય અને વાઉકાયને સ્થાવરમાં સંગૃહીત કર્યા છે. II૨/૧૩
અવતરણિકા –
સ્થાવરના ભેદો બતાવ્યા પછી ત્રસના ભેદો બતાવે છે
સૂત્રઃ
तेजोवायू द्वीन्द्रियादयश्च त्रसाः ।।२/१४।।
સૂત્રાર્થ ઃ
તેઉકાય, વાઉકાય અને બેઈન્દ્રિય આદિ ત્રસ જીવો છે. II૨/૧૪]