________________
ર
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૨ / સૂત્ર-૧૧
ભાષ્યાર્થ ઃ
વળી બીજું શું છે ?જીવોના બે ભેદોથી અન્ય જીવો વિષયક શું ભેદ છે ? તેથી કહે છે –
સૂત્ર :
સમનામનાઃ ।।૨/।।
સૂત્રાર્થ ઃ
સમનસ્ક, અમનસ્ક એમ જીવો બે પ્રકારના છે. II૨/૧૧/
ભાષ્યઃ
समासतस्त एव जीवा द्विविधा भवन्ति
સૂ૦ ૨૫) વક્ષ્યામઃ ।।૨/।।
ભાષ્યાર્થ ઃ
समासतस्त પુસ્તાકરવામ: ।। સમાસથી તે જ જીવો=પૂર્વસૂત્રમાં કહેલા સંસારી અને મુક્ત જ જીવો, બે પ્રકારના છે સમનસ્ક અને અમનસ્ક. તેઓને=સમનસ્ક જીવોને, આગળમાં=બીજા અધ્યાયના પચ્ચીશમા સૂત્રમાં, અમે કહીશું. ૨/૧૧/
ભાવાર્થ:
સૂત્રમાં ‘સમનામના 'રૂપે સમાસ છે. તેથી સિદ્ધના જીવોનો સંગ્રહ થતો નથી એમ ટીકાકારશ્રી કહે છે. જો સર્વ જીવોના સમનસ્ક અને અમનસ્ક એ પ્રકારના બે ભેદો હોય તો સૂત્ર ૧૦માં જેમ સંસારી અને મુક્ત એ પ્રમાણે સમાસ કર્યો, તેમ પ્રસ્તુતમાં પણ ગ્રંથકારશ્રીએ સમાસ કર્યો હોત. સૂત્ર સમાસથી છે, માટે સંસારી જીવોના જ સમનસ્ક અને અમનસ્ક એમ બે ભેદો છે, એમ ટીકાકા૨શ્રી કહે છે.
*****
-
समनस्काश्च अमनस्काश्च तान् पुरस्ताद् (अ० २,
વસ્તુતઃ ભાષ્યકારશ્રી કહે છે કે તે જ જીવોસૂત્ર ૧૦માં સંસારી અને મુક્ત જીવો બતાવ્યા તે જ જીવો, સંક્ષેપથી બે પ્રકારના છે, આ પ્રમાણે અર્થ કરીએ તો જે સંસારી જીવો અને મુક્ત જીવો છે, તે જ અન્ય પ્રકારે વિચારણા કરતાં સમનસ્ક-અમનસ્ક ભેદમાં સંગૃહીત છે.
ભાવમનવાળા જીવો સમનસ્ક છે અર્થાત્ જેઓની પાસે દ્રવ્યમન નથી, પરંતુ ભાવમન છે તેવા એકેન્દ્રિય આદિ સમનસ્ક છે, જોકે એકેન્દ્રિયાદિને પણ અલ્પ પ્રમાણમાં દ્રવ્યમન છે; કેમ કે છદ્મસ્થ દ્રવ્યમન વગર ભાવમન કરી શકે નહીં, તોપણ એક રૂપિયાનો સ્વામી ધન વગરનો છે, એમ કહેવાય છે તેમ અસંશી જીવોને દ્રવ્યમન વગરના કહેવાય છે. જ્યારે દ્રવ્યમનવાળા પરંતુ ભાવમન વગરના કેવલી અમનસ્ક છે. સિદ્ધના જીવોને દ્રવ્યમન કે ભાવમન એક પણ ન હોવાથી તેઓ અમનસ્ક છે.
“તે જ જીવો બે પ્રકારના છે” તેવા ભાષ્યવચન અનુસારે અમે પ્રસ્તુત અર્થ કર્યો છે. ભાષ્યમાં ‘તે જ’ શબ્દથી સંસારી જીવનું ગ્રહણ કર્યું હોત તો આગળના સૂત્રમાં સંસારી જીવો બે પ્રકારના છે તેમ લખ્યું તે