________________
તવાધિગમસૂત્ર ભાગ-૨ / અધ્યાય-૨/ સૂત્ર-૧૧, ૧૨, ૧૩ રીતે પ્રસ્તુત સૂત્રના ભાષ્યમાં ભાષ્યકારશ્રી કહેત કે સંસારી જીવો સમાસથી બે પ્રકારના છે. પરંતુ સૂત્રમાં કે ભાષ્યમાં “સંસારી જીવો' શબ્દનો ઉલ્લેખ નથી. તેથી સર્વજીવોનો સંગ્રહ ગ્રંથકારશ્રીને અભિપ્રેત હોય તેમ અમને જણાય છે. ટીકાકારશ્રીએ પ્રસ્તુત બે ભેદમાં માત્ર સંસારી જીવોનો જ સંગ્રહ કરેલ છે, મુક્તાત્માઓનો સંગ્રહ કરેલ નથી. તત્ત્વ બહુશ્રુતો વિચારે.ર/૧૧ાા અવતરણિકા -
સૂત્ર-૮માં જીવનું લક્ષણ કર્યું તે જીવો સંસારી અને મુક્ત એમ બે પ્રકારના છે. વળી તે જ જીવો અન્ય રીતે સમનસ્ક અને અમનસ્ક એમ બે ભેદવાળા છે તેમ બતાવ્યું. હવે સંસારી અને મુક્ત એ પ્રકારના બે ભેદમાંથી સંસારી જીવોના ભેદોને બતાવે છે –
સૂત્ર :
સંસારિદ્વાજસ્થાવર: /૨/૨૨ા
સૂત્રાર્થ -
સંસારી જીવો ત્રસ અને સ્થાવર એમ બે ભેદવાળા છે. આર/૧ાા. ભાષ્યઃ
संसारिणो जीवा द्विविधा भवन्ति - त्रसाः स्थावराश्च ।।२/१२।। ભાષાર્થ -
સિંોિ ... સ્થાવર ૪. સંસારી જીવો બે પ્રકારના છે – ત્રસ અને સ્થાવર. I૨/૧રા ભાવાર્થ -
કર્મથી યુક્ત જીવો સંસારી છે, તે જીવો સંખ્યાથી અનંત છે. વળી તેમના ભેદો પણ અનેક છે, છતાં સ્કૂલથી સંસારી જીવોનો બે પ્રકારમાં સંગ્રહ કરીએ તો જેઓ હલનચલનની ચેષ્ટા કરી શકે છે તેવા જીવો ત્રસજીવો છે અને જેઓ હલન-ચલનની ચેષ્ટા કરી શકતા નથી તેવા જીવો સ્થાવરજીવો છે. ર/૧ણા
ભાગ -
ભાષ્યાર્થ
ત્યાં==સ અને સ્થાવર એ બે પ્રકારના જીવોના ભેદોમાં - સૂત્ર:
पृथिव्यब्वनस्पतयः स्थावराः ।।२/१३।।